શહીદ મેજર ની પત્ની એ તાબુત ચૂમીને કહ્યું I Love You, પછી સલામ કરીને આપી અંતિમ વિદાય
જયારે મેજર નો પાર્થિવ દેહ ઘરે આવ્યો ત્યારે તેની પત્ની એ તાબૂત ને ચૂમીને કહ્યું “આઈ લવ યુ” અને સલામ કર્યું હતું. પતિ ને ગુમાવ્યા નું દુઃખ કેટલું હોય તે કદાચ તેનાથી વધુ કોઈ ન સમજી શકે. મેજર વિ એસ ની પત્ની ને મેજરે લગ્ન ની એનિવર્સરી ઉપર ઘરે આવવાનો વાદો કર્યો હતો. પરંતુ દેશ માટે તેઓએ શહીદી વહોરી લીધી હતી.
મેજર ની પત્ની કે જે દિલ્હી માં મલ્ટીનેશનલ કંપની માં છે તેને પતિ ને સેલ્યુટ કરતા કહ્યું હતું કે, “તમે મને ખોટું કહ્યું હતું કે તમે મને પ્રેમ કરો છો, તમે મને નહિ પરંતુ આપણા દેશ ને વધુ પ્રેમ કરતા હતા. અને મને આ વાત ઉપર ગર્વ છે.” આ સિવાય તેઓએ મીડિયા સાથેના સંવાદમાં કહ્યું હતું કે તે કોઈ બિચારી નથી પરંતુ એક બહાદુર શહીદ ની પત્ની છે જેને પોતાના પતિ ની શહીદી ઉપર ગર્વ છે.