ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ ના ઘરે પહોંચ્યા હતા. ત્યા તેઓએ મેજર ના પિતા ને દિલાસો આપ્યો હતો. મુલાકાત પછી આનંદ સિંહ એ કહ્યું હતું કે ભારતે જે મિસાઈલ બનાવી છે, તે કયા દિવસે કામ આવશે. અત્યારે સમય આવી ગયો છે કે આ મિસાઇલોને પાકિસ્તાન નાખીને તેઓ ને નાબુત કરી નાખો.
આજે રવિવારે બપોરે બે વાગ્યે આનંદ સિંહ શહીદ મેજર ના પિતા પાસે પહોંચ્યા હતા. અને તેના પરિવારને સાંત્વના આપી હતી. તેઓએ કહ્યું હતું કે પોતાના દીકરાને અકાળે ગુમાવવો તે એક પિતા અને માતા માટે સૌથી મોટું દુઃખ છે. અને એક પિતાના દુઃખ ને જોઈને તેઓ આકર્ષિત થઈ ગયા હતા.
અને આક્રોશ થી કહ્યું હતું કે ભારતે આ મિસાઇલ શું કામ તૈયાર કરી છે, સમય આવી ગયો છે કે પાકિસ્તાનને ખતમ કરી નાખી. આપણા જવાન દીકરાઓ પોતાની જાન ગુમાવી રહ્યા છે. આપણે પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે તેને મોદી સરકાર ઉપર પૂરો ભરોસો છે. તે ઘણા કડક પગલાં લેશે તેની ખાતરી છે.
જણાવી દઈએ કે શનિવારે IED વિસ્ફોટમાં શહીદ થયેલા મેજર ચિત્રેશ ના આવતી 7 માર્ચે લગ્ન થવાના હતા. ત્યાં સુધી કે લગ્ન માટે હોટલ પણ બૂક થઇ ચૂકી હતી. તેઓના રિટાયર થયેલા ઇન્સ્પેક્ટર પિતા લોકોને કંકોત્રી વહેંચવામાં વ્યસ્ત હતા. પરંતુ શનિવારે સાંજે દીકરાની શહાદતની ખબર પડતાં જ આખો પરિવાર તૂટી પડયો હતો.
તેઓએ જણાવ્યું હતું કે તેનો અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવશે. શહીદ મેજર ના એક ભાઈ વિદેશમાં નોકરી કરતા હોવાથી ભાઈના પહોંચ્યા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મેજર ના શહીદ થવા પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી એ પણ કહ્યું હતું કે રાજૌરી ના નૌશેરા સેક્ટરમાં થયેલા IED બ્લાસ્ટ માં ઉત્તરાખંડના મેજર સહિત થયા છે. હું મેજરના આ સર્વોચ્ચ બલિદાન ને કોટી કોટી નમન કરતા તેના પરિજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું. અને ભરોસો આપું છું કે આ દુઃખની અને મુશ્કેલીની ઘડીમાં આખો દેશ તેની સાથે છે.