અત્યારના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં ડાયાબિટીસ માં સૌથી વધારે દર્દીઓ છે. અને આ ભારત માટે એક ચિંતાનો વિષય પણ કહી શકાય. સાથે સાથે વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશન અને એવી પણ આગાહી કરી છે કે 2045 સુધીમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા 69 કરોડ સુધી પહોંચી શકે છે. આપણી સમજ અનુસાર ડાયાબિટીસ એક એવો અસાધ્ય રોગ છે જે ઉમરભર સાથે રહે છે. અને ડાયાબિટીસની બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં પણ લઈ શકે છે.
ડાયાબિટીસ માં લોહી માં સુગરનું પ્રમાણ વધી જાય છે અને એ જ સમયે શરીરમાંથી ઇન્સ્યુલિન હોર્મોન નીકળવાનું બંધ કરી દે છે. ખાસ કરીને શિયાળાના દિવસો દરમિયાન જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે લોહીમાં સુગરનું લેવલ વધી જાય છે. આ વિશે વિશેષજ્ઞો નો એવું કહેવું છે કે શિયાળાની ઋતુમાં શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળ રીતે નથી થઈ શકતું અને ઠંડીને કારણે લોહીના સુગરની તપાસ પણ સચોટ રીતે નથી થઈ શકતી. એટલા માટે જરૂરી છે કે સુગર માતા પહેલા પોતાના હાથને ઘર્ષણ ના માધ્યમથી સામાન્ય તાપમાન મા લેવા જોઈએ. આ પછી બ્લડ સુગરની તપાસ કરવી જોઈએ.
આપણે જેમ નિયમિતપણે બ્લડ સુગરની તપાસ કરાવીએ છીએ એવી જ રીતે નિયમિત પણે ભોજનમાં પણ ધ્યાન આપવું જરૂરી છે, એટલે કે આપણે ડાયટમાં શું લઈએ છીએ તેની કાળજી રાખવી જરૂરી છે. આ માટે ફાઇબર વાળા ફળનું દરરોજ સેવન કરવું જોઈએ, કારણ કે આનંદ સેવનથી બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરી શકાય છે.
તો ચાલો જાણીએ આ ફાઇબરવાળા ફળો વિશે…
સફરજન
સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે જે હૃદયને રક્ષણ આપે છે. સાથે સાથે સફરજનમાં વિટામીન સી પણ મળી આવે છે. સાથે સાથે સફરજનમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે તેમજ સફરજનના સેવનથી બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
સંતરા
સંતરામાં ફાઇબર તો હોય જ છે સાથે સાથે સંતરા એન્ટીઓક્સીડેન્ટ પણ છે અને તેમાં વિટામીન સી પણ મળી આવ્યા છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંતરાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે અને સાથે સાથે બ્લડપ્રેશર તેમજ કોલેસ્ટ્રોલ સંબંધિત મુશ્કેલીઓથી પણ રાહત મળે છે.
કીવી
આ ફળમાં વિટામીન સી, ફાઇબર પોટેશિયમ તેમજ એન્ટિઓક્સિડન્ટ ના ગુણ મળી આવે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવા થી ઓછા નથી. ઘણા સંશોધનોમાં પણ બહાર આવ્યું છે કે કીવી નું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે.
જાંબુ
તમે જાણતા જ હશો કે જાંબુ મોસમી ફળ છે તેમ જ તે સ્વાદમાં ખટમીઠું હોય છે. જણાવી દઈએ કે જાંબુ માં ઘણા પોષક તત્વ મળી આવે છે. તેમ છતાં આ ફળમાં ગ્લાઇસેમીક ઈન્ડેક્સ ખુબ જ ઓછો હોય છે. અમેરિકાના ડાયાબિટીસ એસોસિયેશન હતો આ ફળને ડાયા ડાયાબિટીસ માટે સુપર ફૂડ્સની શ્રેણીમાં સ્થાન આપ્યું છે. આ ફળમાં એન્ટિ એકસીડન્ટ તેમજ ફાઇબરના ગુણો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક સંશોધનમાં એવો પણ ખુલાસો થયો હતો કે આ ફળ બ્લડ સુગર તેમજ ઈન્સ્યુલીન માં પણ સુધારો કરી શકે છે.
આ ખૂબ જ અગત્યની માહિતી છે એટલે અમે આશા રાખીએ છીએ કે તમે આ લેખને દરેક લોકો સાથે શેર કરશો. આ સિવાય ડાયાબિટીઝના લક્ષણો કયા કયા હોય છે તેના વિશે અહીં ક્લિક કરીને જાણી શકો છો.