આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓને માન સન્માન આપીને પૂજવામાં આવે છે. એટલું જ નહીં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. અને ગુણવાન સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે તેમજ અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે. દરેક સ્ત્રીઓ ઘરમાં ખુશીઓ અને સૌભાગ્ય લઇને આવતી હોય છે. પરંતુ દરેક મહિલાઓ ગુણવાન અને સૌભાગ્યવતી હોતી નથી. જેવી રીતે દુનિયામાં ગુણ અને અવગુણ છે એ જ રીતે સ્ત્રીઓમાં પણ ગુણવાન અને અવગુણ સ્ત્રીઓ હોય છે.
શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે જ્યાં નારીની પૂજા થતી હોય ત્યાં હંમેશા દેવતાનો વાસ રહે છે અને લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સહિત કયારે આર્થિક સંકટ કે બરકત માં ખામી થતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવાયું છે કે કઈ મહિલાઓને સૌભાગ્યવતી સ્ત્રીઓ કહેવામાં આવે છે.
મધુર વચન બોલવા વાળી સ્ત્રીઓ હમેશા સૌભાગ્યવતી હોય છે, કારણ કે મીઠુ બોલવા વાળી સ્ત્રીઓ દરેક જોડે પ્રેમ થી વ્યવહાર કરે છે.
જે મહિલાઓ ઘરે આવેલ મહેમાન નું આગમન – સ્વાગત કરે છે, તે પણ હંમેશા ભાગ્યશાળી સ્ત્રીઓ હોય છે.
પોતાની સંસ્કૃતી અને પરંપરાઓ ને હંમેશા પાલન કરવા વાળી સ્ત્રીઓ હંમેશા પતી માટે ભાગ્યશાળી હોય છે.
ભગવાન માં વિશ્વાસ રાખનારી, સેવાભાવી, ક્ષમાશીલ, બુદ્ધિમાન, દયાવાન અને કર્તવ્યો નું પાલન કરનારી મહિલાઓમાં લક્ષ્મી નું રુપ જોઈ શકાય છે.
મન થી દુંદર સ્ત્રીઓને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે તનથી વધારે મનની સુંદરતા હોય છે.
પ્રતિદિન સ્નાનાદિકાર્ય કરીને સાફ અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને રસોઈઘરમાં પ્રવેશવા વાળી સ્ત્રીઓ તેમજ ભગવાનની પુજા અર્ચના કરનારી સ્ત્રીઓ ને પણ સૌભાગ્યવતી માનવામાં આવે છે.
ધર્મ અને નીતિ ના માર્ગ પર ચાલીને દરેક ને પ્રેરણા આપનારી અને પતિવ્રતા સ્ત્રીને પણ સૌભાગ્ય વતી માનવામાં આવે છે.