શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…
માણસ તેની જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતો જ હોય છે. એ પછી એકદમ સામાન્ય માણસ હોય કે પછી કરોડપતિ માણસ પરંતુ દરેક માણસના જીવનમાં એને અનુરૂપ મુશ્કેલીઓ આવતી જ રહે છે. ઘણી વખત આપણે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ મારા જીવનમાં જ કેમ આવે છે? અંતે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ આપણા જીવનમાંથી ક્યારે ખતમ થશે? પરંતુ હકીકતમાં આપણે જે રીતે મુશ્કેલીઓને જોઈએ છીએ તે દ્રષ્ટિકોણ બદલાવવાની જરૂર છે. અને તમે આ ૪ મિનિટનો સમય કાઢીને આ લેખ વાંચશો તો મુશ્કેલીઓને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલી જશે એ નક્કી છે. ખૂબ જ પ્રેરણાદાયક લેખ છે છેલ્લે સુધી વાંચજો…
ઘણા વર્ષો પહેલાની વાત છે જ્યારે આજના જેવી ભૌતિક સુખ-સગવડ થાઓ પણ ન હતી અને આજના જેવી તકનીકો પણ હાજર નહોતી. એક માણસ પાસે સામાનની હેરફેર કરવા માટે ગધેડો રાખેલ હતો તે ગધેડાની ખૂબ જ સારી રીતે સંભાળ રાખતો અને ગધેડાની હેરફેર કરીને જ એ માણસ પૈસા પણ કમાતો.
ગધેડો પણ તે માણસ જેમ કહે તેમ કરતો. એક દિવસ માણસ અને ગધેડો બંને સામાન ભરીને જઈ રહ્યા હતા એવામાં રસ્તામાં અચાનક ખાડો હતો પરંતુ આ ખાડો દૂરથી દેખાય તેમ નહોતો અને ગધેડો આગળ ચાલતો હોવાથી ગધેડો તે ખાડામાં પહેલાં પડી ગયો. અને માણસ એ ગધેડા ને બચાવવા માટે કંઇ ન કરી શક્યો.
ગધેડો પડી ગયો એટલે તરત જ માણસ એ આગળ જઈને ખાડામાં નજર કરી તો ખાડો ખૂબ જ ઊંડો હતો અને ગધેડો ઊંડે સુધી જતો રહ્યો હતો, તે માણસ એ ગધેડા ને બહાર કઈ રીતે કાઢવો એવા ખૂબ ઉપાય વિચાર્યા પરંતુ આવા સમયે તેના વિચારો પણ જાણે થંભી ગયા હતા. તે માણસ કંઈ જ વિચારી નહોતો શકતો.
ગધેડા થી જ તેના ઘરનું ગુજરાન ચાલતું અને ગધેડો પણ માણસને ખૂબ જ પ્રિય હોવાથી ખૂબ જ વિચાર કર્યા પછી તેણે એવું નક્કી કર્યું કે ભલે આ ગધેડા ને હું કાઢી ન શકું પરંતુ આ ગધેડા ને હું અંતિમ વિદાય તો આપી શકું, વિચાર કર્યા પછી એને નક્કી કર્યું કે ગધેડા ને જીવતા જ દફનાવી દેશે, ખાડામાં માટી નાખવા માટે વિચાર કર્યો અને આ વિચાર કરતી વખતે તેનું મન અત્યંત કઠોર થઈ ચૂક્યું હતું કારણ કે પ્રિય ગધેડો હોવાથી તે કઠોર મને આ નિર્ણય કરી રહ્યો હતો.
આજુબાજુ ઘણા લોકોને રેતી માટે પૂછ્યું એવામાં જાણ થઈ કે અહીંથી થોડે દૂર રહેતી મળી શકશે, એટલે તે રેતી લેવા ગયો અને રેતી લઈને આવ્યો. રેતી લઇ આવી અને ધીમે ધીમે રેતી ને તે ખાડામાં નાખવા લાગ્યો.