Site icon Just Gujju Things Trending

શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…

માણસ તેની જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતો જ હોય છે. એ પછી એકદમ સામાન્ય માણસ હોય કે પછી કરોડપતિ માણસ પરંતુ દરેક માણસના જીવનમાં એને અનુરૂપ મુશ્કેલીઓ આવતી જ રહે છે. ઘણી વખત આપણે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ મારા જીવનમાં જ કેમ આવે છે? અંતે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ આપણા જીવનમાંથી ક્યારે ખતમ થશે? પરંતુ હકીકતમાં આપણે જે રીતે મુશ્કેલીઓને જોઈએ છીએ તે દ્રષ્ટિકોણ બદલાવવાની જરૂર છે. અને તમે આ ૪ મિનિટનો સમય કાઢીને આ લેખ વાંચશો તો મુશ્કેલીઓને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલી જશે એ નક્કી છે. ખૂબ જ પ્રેરણાદાયક લેખ છે છેલ્લે સુધી વાંચજો…

ઘણા વર્ષો પહેલાની વાત છે જ્યારે આજના જેવી ભૌતિક સુખ-સગવડ થાઓ પણ ન હતી અને આજના જેવી તકનીકો પણ હાજર નહોતી. એક માણસ પાસે સામાનની હેરફેર કરવા માટે ગધેડો રાખેલ હતો તે ગધેડાની ખૂબ જ સારી રીતે સંભાળ રાખતો અને ગધેડાની હેરફેર કરીને જ એ માણસ પૈસા પણ કમાતો.

ગધેડો પણ તે માણસ જેમ કહે તેમ કરતો. એક દિવસ માણસ અને ગધેડો બંને સામાન ભરીને જઈ રહ્યા હતા એવામાં રસ્તામાં અચાનક ખાડો હતો પરંતુ આ ખાડો દૂરથી દેખાય તેમ નહોતો અને ગધેડો આગળ ચાલતો હોવાથી ગધેડો તે ખાડામાં પહેલાં પડી ગયો. અને માણસ એ ગધેડા ને બચાવવા માટે કંઇ ન કરી શક્યો.

ગધેડો પડી ગયો એટલે તરત જ માણસ એ આગળ જઈને ખાડામાં નજર કરી તો ખાડો ખૂબ જ ઊંડો હતો અને ગધેડો ઊંડે સુધી જતો રહ્યો હતો, તે માણસ એ ગધેડા ને બહાર કઈ રીતે કાઢવો એવા ખૂબ ઉપાય વિચાર્યા પરંતુ આવા સમયે તેના વિચારો પણ જાણે થંભી ગયા હતા. તે માણસ કંઈ જ વિચારી નહોતો શકતો.

ગધેડા થી જ તેના ઘરનું ગુજરાન ચાલતું અને ગધેડો પણ માણસને ખૂબ જ પ્રિય હોવાથી ખૂબ જ વિચાર કર્યા પછી તેણે એવું નક્કી કર્યું કે ભલે આ ગધેડા ને હું કાઢી ન શકું પરંતુ આ ગધેડા ને હું અંતિમ વિદાય તો આપી શકું, વિચાર કર્યા પછી એને નક્કી કર્યું કે ગધેડા ને જીવતા જ દફનાવી દેશે, ખાડામાં માટી નાખવા માટે વિચાર કર્યો અને આ વિચાર કરતી વખતે તેનું મન અત્યંત કઠોર થઈ ચૂક્યું હતું કારણ કે પ્રિય ગધેડો હોવાથી તે કઠોર મને આ નિર્ણય કરી રહ્યો હતો.

આજુબાજુ ઘણા લોકોને રેતી માટે પૂછ્યું એવામાં જાણ થઈ કે અહીંથી થોડે દૂર રહેતી મળી શકશે, એટલે તે રેતી લેવા ગયો અને રેતી લઈને આવ્યો. રેતી લઇ આવી અને ધીમે ધીમે રેતી ને તે ખાડામાં નાખવા લાગ્યો.

અંદર ખાડામાં ગધેડા એ કંઈક અલગ વસ્તુ જ કરવા લાગી, જેવો ગધેડાનો માલિક તેની પર રહેતી નાખતો કે તરત જ ગધેડો પોતાનું શરીર આખું હલાવીને રેતી ને પોતાના શરીર પર થી નીચે નાખવા માંડ્યો.

ખાડો ઊંડો હતો એટલે થોડી ઊંચાઈ સુધી રેતી નાખી તો ગધેડો જેવી રેતી પોતાના શરીર પર આવે કે તરત જ શરીર હલાવવા લાગતો એટલે રેતી બધી તેના શરીરમાંથી નીચે જતી રહેતી અને ખાડો પુરાવા લાગ્યો હોવાથી ધીમે ધીમે ગધેડો ઉપર આવવા લાગ્યો હતો.

ઘણા સમયની મહેનત પછી ધીમે ધીમે રહેતી આવતી ગઈ એમ ગધેડો પણ રેતી પોતાના શરીરમાંથી હટાવીને ઉપર આવતો ગયો અને થોડા સમય પછી તો ગધેડો જેમ તેમ કરી આખો ઉપર આવી ગયો.

આ જોઈને તેના માલિકની ખુશી નો પાર જ ન રહ્યો કારણ કે તેનો પ્રિય ગધેડો ખાડામાંથી બહાર આવી ગયો હતો. એક તરફ તે માણસને આશ્ચર્ય પણ થઈ રહ્યું હતું જ્યારે બીજી તરફ તેના મનમાં ખૂબ જ આનંદ પણ અનુભવી રહ્યો હતો.

ભલે આ એક સ્ટોરી હોઈ શકે પરંતુ જો આપણે આ ગધેડા અને એના માલિકની જગ્યાએ આપણને સરખાવીને જોઈએ અને વિચાર કરીએ તો એ સમજવું ખૂબ જ આસાન છે કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે બસ આપણું કાર્ય કરતા રહેવું જોઈએ અને કોઈપણ મુશ્કેલી કે સમસ્યા માંથી નવી શીખ મેળવી ને ઉપર આવવાની સતત કોશિશ કરતી રહેવી જોઈએ. એક દિવસ તો એવો જરૂર આવશે કે આપણે બધી સમસ્યાઓને પાર કરીને સતત ઉપર આવતા રહીશું અને સફળ બની શકીશું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ આપવાનું ચૂકતા નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version