આપણે આપણા ઘરના વડીલો પાસેથી તો સાંભળતા હોઈએ છીએ કે સવારે ખાલી પેટ એટલે કે નરણા કોઠે પાણી પીવાથી શરીરમાં રહેલા દરેક ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. તેમજ હાઇડ્રેટ રહેવા માટે પાણી પીવું પણ ખૂબ જરૂરી છે આ વાત બધા લોકો જાણતા જ હોય છે. જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવાથી પેટ અને ત્વચાની સમસ્યા થઈ શકે છે. ડૉક્ટરો પણ ભલામણ કરે છે કે દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ.
કેટલાક લોકો એવું પણ માને છે કે સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું વધુ ફાયદાકારક છે. શું બ્રશ કર્યા વગર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે? ચાલો જાણીએ આગળ…
પાણીને લઈને દરેક લોકોની જુદી-જુદી માન્યતાઓ હોઈ શકે છે જેમ કે અમુક લોકો પાણી ખૂબ જ જરૂરી માને છે તો બીજા લોકો નો વિચાર અલગ પણ હોઈ શકે છે.
ઘણા લોકોનું એવું માનવું હોય છે કે સવારે બ્રશ કરતાં પહેલાં પાણી પીવાથી શરીરમાં પાચનતંત્ર ખૂબ જ મજબૂત બને છે અને આપણા મોઢામાં જે બેક્ટેરિયા એકઠા થતા હોય છે તે જમા થશે નહીં.
સાથે સાથે જો સવારે નરણાં કોઠે પાણી પીવામાં આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે અને જણાવી દઈએ કે જે લોકોને જલ્દી શરદી થઈ જતી હોય આવા લોકોએ તો સવારે નરણાં કોઠે પાણી અચૂક પીવું જોઈએ.
સાથે સાથે આ રીતે પાણી પીવાથી આપણા વાળ માં પણ ફાયદો પહોંચાડે છે, આપણા વાળ પહેલાથી વધારે મજબૂત તેમજ ચમકદાર બને છે. અને આપણી સ્કિન એટલે કે ત્વચામાં પણ પહેલાં કરતા વધારે જોવા મળે છે આટલું જ નહીં આ સિવાય જો આપણને પેટને લગતી કોઇ સમસ્યા હોય જેમ કે કબજિયાત કે પછી મોઢા માં ચાંદી પડી જવી વગેરે જેવી સમસ્યા થતી નથી.
જો કોઈ વ્યક્તિને વધારે બ્લડપ્રેશર રહેતું હોય અથવા ડાયાબિટીસ હોય તો આવા લોકોએ સવારે નરણાં કોઠે પાણી નું સેવન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી તેઓને ઘણો લાભ મળી શકે છે તેમજ ફાયદો પણ પહોંચી શકે છે.
આ સિવાય શરીરની સ્થૂળતા દૂર કરવા માટે પણ સવારે પાણી પીવું જોઈએ.