Site icon Just Gujju Things Trending

શુક્ર નું થયું રાશિ પરિવર્તન, જાણો તમારા પર આ રાશિ પરિવર્તન નો શું પ્રભાવ પડશે

નસીબનો જેને કારક ગ્રહ માનવામાં આવે છે તે શુક્ર નું રાશિ પરિવર્તન ઓક્ટોબરના અંતમાં થયું છે અને હવે તે વૃશ્ચિક રાશિમાં થી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે જ્યોતિષવિદ્યાનો અનુસાર શુક્ર રાશિ પરિવર્તન થવાથી આ રાશિ પરિવર્તન નો પ્રભાવ દરેક રાશિ પર પડશે, જેમાં અમુક રાશિને આ રાશિ પરિવર્તનથી શુભ કે ભાવ પડશે તો અમુકને સામાન્ય અસર જોવા મળશે.

મેષ રાશિ ની વાત કરીએ તો મેષ રાશિ ના લોકો આ સમય દરમ્યાન મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે, આ આ સમયગાળા દરમિયાન પરિવારનો પૂરેપૂરો સાથ મળવાની સંભાવના છે સાથે સાથે નસીબ નો સાથ પણ તમારી સાથે રહેશે. આ શિવાય વેપાર-ધંધા માં પણ નફા વધી શકે છે.

વૃષભ રાશિ માટે આ રાશિ પરિવર્તન મિશ્રિત પરિણામ લઇને આવશે એટલે કે તમારે આ સમયગાળા દરમ્યાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે તેમજ દુર્ઘટનાઓ થી પણ સતર્ક રહેવું પડશે, આ સમયગાળા દરમિયાન સંઘર્ષ પણ વધુ કરી શકવો પડે છે. કાર્ય સ્થળ ઉપર તમારા સંઘર્ષ મહેનતના કારણે તમારી પ્રશંસા થઇ શકે છે.

મિથુન આ રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન શુભ પરિણામ જોવા મળશે એટલે કે પરિણીત જીવનમાં શુભ પરિણામ જોવા મળશે તેમજ અગણિત લોકો માટે આ સમયગાળા દરમિયાન સંબંધ પણ નક્કી થવાની સંભાવના છે.

કર્ક રાશિના લોકો માટે આ સમય ગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે, વિદ્યાર્થીઓ માટે સમય ગાળો સારો રહેશે. આ સિવાય વેપાર-ધંધા થી જોડાયેલા જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય ની કાળજી રાખવી.

સિંહ રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું રોકાણ સારું નીવડી શકે, વિચારીને રોકાણ કરવાનો નિર્ણય કરી શકાય, આ સિવાય આ જાતકોને મોટી સફળતા પણ હાથ લાગી શકે છે.

કન્યા રાશિના લોકો માટે આ સમયગાળો સારો રહેશે, પરિણીત લોકો માટે સમય ગાળો સારો રહેશે, રાશિના ગોચર થી તમારા સુખમાં વૃદ્ધિ થશે. આ સિવાય પરિવાર પાસેથી પણ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે.

તુલા રાશિના જાતકો માટે આ ગોચર મિશ્ર પરિણામ આપી શકે છે, આ દરમિયાન પરિવાર સાથે ના સંબંધો ગાઢ બની શકે છે એના મદદથી તમને નાણાકીય લાભ પણ થઈ શકે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન નાણાં રોકવા માટે સમય અનુકૂળ નથી. વેપાર ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓને પણ બદલાવ જોવા મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિના લોકો માટે હા પરિવર્તન સુખદાઈ રહેશે આ લોકો ના જીવન માં ભૌતિક સુખ સુવિધાઓની સાથે આર્થિક લાભ પણ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારી મીઠી વાણી આવશે જેના થકી તમને બીજા પણ ઘણા અવસર પ્રાપ્ત થઇ શકશે.

ધનુ રાશિના લોકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. આ રાશિના જાતકોમાં આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ મા વધારો થઇ શકે છે. આ સિવાય કાર્યસ્થળ પર પણ શુભ પરિણામ પ્રાપ્ત થશે.

મકર રાશિના લોકો માટે આ સમય ગાળા દરમ્યાન મિશ્ર પરિણામ મળી શકે છે, તમારા જીવનમાં આર્થિક ખર્ચ વધવાથી જીવનને પ્રભાવિત કરી શકે છે આ સિવાય યાત્રા કરવાનો મોકો પણ મળી શકે છે. આ સમય દરમિયાન વેપાર-ધંધા માં તમારે કાળજી રાખવી પડશે.

કુંભ રાશિના લોકો માટે આ સમયગાળા મા શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક લાભ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે. પરિવાર સાથે વધુ સમય વીતશે અને પારિવારિક જીવન માં આનંદ બની રહેશે.

મીન આ રાશિના જાતકો માટે આ સમયગાળો મિશ્ર પરિણામ લાવી શકે છે, સમાજમાં તમને પ્રસિદ્ધિ મળી શકે છે પરંતુ સફળતા પામવા માટે વધુ મહેનત કરવાની આવશ્યકતા રહેશે. વિદ્યાર્થીઓ માટે પરિણામ સારા આવી શકે છે. કાર્યસ્થળ ફરવાની પણ સંભાવના છે. વાણીમાં સંયમ રાખવો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version