બાલિકા વધુ ફેમ અભિનેતા સિદ્ધાર્થ એ દુનિયાને કહી વિદાય, મોડી રાત્રે ત્રણ વાગ્યે છાતીમાં દુખાવો થયો, એટલે તેની માતાએ પાણી પીવડાવ્યું પરંતુ ત્યાર પછી…

પ્રસિદ્ધ ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા કે જેને ખાસ કરીને તેના બાલિકા વધુ ના રોલ થી ઓળખવામાં આવે છે તેમજ બિગ બોસ 13 ના વિજેતા અભિનેતા નું ગુરુવારના દિવસે મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે મુંબઈની એક હોસ્પિટલમાં થી આધિકારિક રીતે જણાવાયું હતું.

વહેલી સવારે અભિનેતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જણાવી દઈએ કે તેના પરિવારમાં તેની માતા અને તેની બે બહેનો છે. આજે સવારે હુમલો આવ્યા પછી હોસ્પિટલમાં તેને 11 વાગ્યા આસપાસ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મીડિયા રિપોર્ટ અનુસાર જણાવાયું હતું કે તે હોસ્પિટલે આવ્યા ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી મીડિયા રિપોર્ટ્સ અનુસાર તબીબોએ જણાવ્યું હતું કે શરૂઆતના રિપોર્ટ પ્રમાણે હૃદયરોગનો હુમલો હોય એવો ઇશારો કરી રહ્યા છે. તેમ છતાં તેનું પોસ્ટમોર્ટમ ન કરવામાં આવે ત્યાં સુધી અમે સાચું કારણ કન્ફર્મ કરી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Shukla (@realsidharthshukla)