પ્રસિદ્ધ ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા કે જેને ખાસ કરીને તેના બાલિકા વધુ ના રોલ થી ઓળખવામાં આવે છે તેમજ બિગ બોસ 13 ના વિજેતા અભિનેતા નું ગુરુવારના દિવસે મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે મુંબઈની એક હોસ્પિટલમાં થી આધિકારિક રીતે જણાવાયું હતું.
વહેલી સવારે અભિનેતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જણાવી દઈએ કે તેના પરિવારમાં તેની માતા અને તેની બે બહેનો છે. આજે સવારે હુમલો આવ્યા પછી હોસ્પિટલમાં તેને 11 વાગ્યા આસપાસ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મીડિયા રિપોર્ટ અનુસાર જણાવાયું હતું કે તે હોસ્પિટલે આવ્યા ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી મીડિયા રિપોર્ટ્સ અનુસાર તબીબોએ જણાવ્યું હતું કે શરૂઆતના રિપોર્ટ પ્રમાણે હૃદયરોગનો હુમલો હોય એવો ઇશારો કરી રહ્યા છે. તેમ છતાં તેનું પોસ્ટમોર્ટમ ન કરવામાં આવે ત્યાં સુધી અમે સાચું કારણ કન્ફર્મ કરી શકતા નથી.
અભિનેતાની મૃત્યુ હાર્ટ એટેક આવવાને કારણે થઈ જેનો પાર્થિવ શરીર મુંબઈના એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે, આમ અચાનક જ આ અભિનેતા ની વિદાય થવાથી બધા લોકો દુઃખી છે. દરેક લોકો શોક માં છે. મૃત્યુ પામ્યા પહેલા તેઓ સાથે શું બન્યું હતું એ દરેક લોકો ને મનમાં સવાલ ઉદ્ભવ્યો હશે અમુક મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા સવારે ત્રણથી સાડા ત્રણ ની વચ્ચે જાગ્યા હતા. અને તેઓની તબિયત પણ થોડી ખરાબ થઈ હતી તેઓને બેચેની તેમજ છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. તેઓએ પોતાની માતાને આના વિશે જણાવ્યું એટલે તેની માતાએ તેને પાણી પીવડાવ્યું હતું.
પરંતુ ત્યાર પછી સવારે અભિનેતા જાગ્યા જ નહીં, તેની માતાએ તેને જગાડવા માટે ઘણી કોશિશ કરી પરંતુ તેઓએ કોઈ જવાબ ન આપ્યો. હાથી તેની માતાએ અભિનેતાની બંને બહેનને બોલાવી તેમાં જ ફેમિલી ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ત્યાર પછી અભિનેતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સ દ્વારા તેઓના મૃત્યુની પુષ્ટિ થઇ હતી.
જણાવી દઈએ કે અભિનેતાની અચાનક વિદાય પછી બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અભિનેતા અક્ષય કુમાર, વિકી કૌશલ, અજય દેવગણ વગેરે જેવા બોલિવૂડ સ્ટાર્સ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. તો અભિનેતાના સાથે બિગબોસમાં રહી ચૂકેલા આસિમ પણ તેઓના ઘરે પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે બાલિકા વધુ પછી અભિનેતાને તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી હતી, આ સિવાય પણ તેઓ ઘણા શોમાં કામ કરી ચૂક્યા છે તેઓ ટેલિવિઝન જગતના જાણીતા અભિનેતા હતા.