કોઈપણ માણસ વિશે તેના નામ કે જન્મના મહિના ઉપર થી કંઇ જાણી શકો તે ખરેખર નવાઈ ની વાત છે. પરંતુ અમુક શાસ્ત્ર પ્રમાણે જન્મના મહિના ઉપરથી માણસ વિશે ઘણુ બધુ જાણી શકાય છે. કેમકે આજે આપણે જણાવીશું કે સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો કેવા હોય છે, તેઓનો સ્વભાવ કેવો હોય છે અને તેઓના થોડા રહસ્યો વિશે પણ જણાવીશું.
સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો એકદમ નમ્રતાથી વ્યવહાર કરવામાં માનતા હોય છે. તેઓ બધા સાથે નમ્ર વ્યવહાર કરવામાં જ માને છે. અને આવા લોકો મોટાભાગે કોઈપણ વસ્તુની ના પાડે તો પણ તેઓ ખૂબ જ નમ્ર થઈને ના પાડતા હોય છે, અને આવા સરળ વ્યક્તિત્વને કારણે તેઓ ખૂબ જ સારા વકીલ અને શિક્ષક પણ બની શકે છે.
આવા લોકોના મનમાં કલ્પનાઓની જગ્યાએ શક્યતા રહેલી હોય છે, જેમકે કોઈપણ વસ્તુની હકીકત સ્વીકારવાની તેઓ માટે હોય છે અને એટલા માટે જ તે દરેક વસ્તુઓને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી શકે છે. તેઓ કોઇપણ વખતે સાચું કે ખોટું શું છે તેના માટે હેરાન થતા નથી કારણ કે તેઓ એકદમ સારી રીતે જાણતા હોય છે કે તેઓના મતે સાચું શું છે અને ખોટું શું છે. આવા લોકોને કડવું સત્ય ખુલ્લેઆમ બોલવાની આદત હોય છે અને તેઓ કોઈપણ વસ્તુ માટે તુરંત જ નિર્ણય અથવા એક્શન લઈ લેતા હોય છે.
સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો ને કોઈપણ વસ્તુ વિશે જરૂરિયાત કરતાં વધુ વિચારવાની આદત હોય છે. આવા લોકો જરૂરિયાત કરતાં વધુ વિચારોમાં ખોવાયેલા રહે છે. એટલે કે આવા લોકોને કોઈ પણ બાબતને લઈને થોડી વધુ ચિંતા થતી હોય છે. અને તેઓ પોતાના મગજને શાંત રાખવા માટે મુશ્કેલી પણ અનુભવી શકે છે. આવા લોકોને સમસ્યા નો હલ શોધતા પહેલા ખૂબ જ વધારે તેના વિશે લઈને ચિંતા જણાતી હોય છે. અને તેઓ કોઈ પણ નિર્ણય કરતા પહેલા ખૂબ જ વિચારતા હોય છે. અને તેની આ જ આદતને કારણે તેઓ મોટા ભાગે ખૂબ જ ઓછા મુશ્કેલીમાં મુકાતા હોય છે કારણ કે ખૂબ જ વિચારીને લીધેલા નિર્ણય હોવાથી ભાગ્યે જ તેના નિર્ણય ખોટા પડે છે.
આવા લોકોની એક વાત એવી પણ છે તે તેઓ ની પાસે જે પણ વસ્તુ છે તેઓને તે આભારી થઈને રહે છે પરંતુ આવા લોકોને ખૂબ જ જલ્દી કંટાળો પણ આવી જતો હોય છે. કારણકે આવા લોકોને ખૂબ જ હળવા કરવાનો અને તેઓનો સ્વભાવ એનર્જીથી ભરપૂર ભરેલો રહે છે. આથી એના કારણે તેઓને જલ્દીથી કંટાળો પણ આવી જતો હોય છે. અને આવા લોકો નાની-નાની બાબતને પણ ખુબ જ એન્જોય કરતા હોય છે જેમ કે સામાન્ય બાબત કે જે ખૂબ જ નાની વસ્તુઓ ગણાય તેને પણ તેઓ ખૂબ જ ભરપૂર એન્જોય કરે છે અને આવા લોકોને ઘરમાં રહેવા કરતાં બહાર રહેવું વધારે પસંદ હોય છે અને તેઓને પ્રકૃતિનું સૌંદર્ય ખૂબ જ વહાલું હોય છે.
આવા લોકોને ખાવાનો ખૂબ જ શોખ હોય છે. અને ખાસ કરીને આવું નવું ખાવાનો તેમજ નવી વસ્તુઓ ટ્રાય કરવાનો તેઓને ખૂબ શોખ હોય છે. અને એટલે જ આવા લોકો પોતાને ફૂડી કહેવાનું પણ પસંદ કરે છે. અને ખાવાનો શોખ હોવાને કારણે તેને અવનવી જગ્યાએ ફરવું પણ ખૂબ જ ગમતું હોય છે. આથી આવા લોકોને મળવાનું થાય તો તેઓની સાથે ફૂડનો આનંદ જરૂર થી લઇ શકાય.
આવા લોકો વિશે લોકો ક્યારેય પૂરતું સમજી શકતા નથી, એટલે કે દરેક લોકોના મગજમાં તેના વિશે પોતાની નિર્ધારીત ધારણા હોય છે. કારણ કે આવા લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે તેઓ કોઈની સાથે જલ્દીથી નજીક આવી શકતાં નથી, આથી આવા લોકોને ઓળખવા તે અમુક જ લોકોનું કામ છે. પરંતુ આવા લોકો દરેક લોકોની ખુશીને જોવાનું પણ ઈચ્છતા હોય છે.
આવા લોકોને કોઈ પણ કામ કરવા માટે ગમે તેટલું કહેવામાં આવે પરંતુ તે કોઇપણ કામને પોતાની રીતે કરવાનું પસંદ કરે છે. જો તેઓને કોઈ કામ સોંપવામાં આવે તો તે માત્રને માત્ર પોતાની રીતે જ થાય તેવું ઇચ્છતા હોય છે. અને આવા લોકો કોઇપણ કામને અને તેના પરિણામને નક્કી કરી લેતો તે કામ કરવામાં પાછા પડતા નથી, અને જો કામ કોઈ કારણોસર ખરાબ થયું હોય અથવા તેમાં તેને જોઈએ તેવું પરિણામ ન મળે તો તે પોતાના પૂરા દિલથી તે કામને કરી જાણે છે અને પોતાનું નિર્ધારીત કરેલું પરિણામ લાવવામાં અચકાતા નથી. આવા લોકોને જવાબદારી સોંપવામાં આવે તો તેઓ પણ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે.
આવા લોકો જિંદગીમાં દરેક પ્રત્યે આભારી હોય છે, આવા લોકોમાં સ્વાર્થ પણ બહુ ઓછો જોવા મળે છે. અને તેઓને પુસ્તકો વાંચવા પણ ખૂબ ગમે છે. તેઓ નાની નાની પળોને પણ પોતાની જિંદગીમાં ઉજવી લેવા માંગે છે. અને એના કારણે તેઓ નાની નાની વસ્તુઓમાં પણ દરેકનો આભાર માનવાનું ચૂકતા નથી.
આવા લોકોનું મગજ બીજા લોકો કરતા ખૂબ જ તેજ હોય છે. આથી જ બીજા લોકો કરતા તેઓ મોટા ભાગે વધારે સ્માર્ટ હોય છે. આવા લોકો ખૂબ જ ઈન્ટેલિજન્ટ હોય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણકે ઉપર કહ્યું તે પ્રમાણે તેઓ નું મગજ બીજા કરતાં ખૂબ જ અલગ પ્રકારનું હોય છે. અને તેઓ કોઈ પણ નિર્ણય કરતા પહેલા ખૂબ જ વિચારીને નિર્ણય લે છે. જણાવી દઈએ કે આવા લોકો કોઈપણ પરિસ્થિતિ નું સારી રીતે નિરીક્ષણ પર કરી શકે છે, અને આજુબાજુમાં કંઈ ખોટું કે ખરાબ ચાલતું હોય તો આ પણ તેઓના તરફ ધ્યાન માં આવી જાય છે. અને તેઓની પાસે મગજમાં જાણે ઈન્વેસ્ટીગેશન કરવાની તાકાત પહેલેથી જ રહેલી હોય છે આથી જ આવા લોકો સંબંધિત ક્ષેત્રમાં પણ ઘણા આગળ વધી શકે છે.
આવા લોકો જ્યારે પણ રિલેશનશિપમાં હોય ત્યારે તેઓ ખૂબ જ ખુશ રહેતા હોય છે. અને તેઓ પોતાના પાર્ટનર સાથે લગભગ બધી મોમેન્ટ અને પોતાના અનુભવ શેર કરવામાં માને છે. એ પછી રીલેશનશીપ હોય કે ખાલી ફ્રેન્ડશીપ હોય પરંતુ તેઓ બંનેમાં આવું વલણ ધરાવે છે. અને કોઈપણ સંબંધ ને કઈ રીતે બેલેન્સ માં રાખવો એ પછી રોમેન્સ હોય, મસ્તી મજાક હોય કે ગંભીર પરિસ્થિતિ હોય પરંતુ આવા લોકો ખૂબ આ વસ્તુ ખૂબ જ સારી રીતે જાણે છે. અને તેઓ કેટલા મોટા ભાગે જ રહેવાનું પસંદ કરે છે. આવા લોકો જો કોઈનો ભરોસો કરી લે તો તેઓ તેને અંત સુધી ક્યારેય પણ દગો આપતા નથી.
ઉપર જણાવેલી વાતો જો તમારા કોઈ ફ્રેન્ડ હોય અથવા સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો હોય તેને લાગુ પડે છે તે કેમ? તે કમેન્ટમાં અચૂક જણાવજો.