Site icon Just Gujju Things Trending

ધીમુ ઝેર છે આ 8 ખાવાની વસ્તુઓ, તમે તો નથી ખાઈ રહ્યાં ને?

બ્રિટનના પ્રોફેસર એ એક રિસર્ચમાં સાબિત કર્યું કે ખાંડ એ એક સફેદ ઝેર છે. પરંતુ તમને જણાવી દઈએ કે આપણા ભારતના જ રાજીવ દીક્ષિતજી એ આ બધી વસ્તુઓ પહેલા જ આપણને જણાવી ચૂક્યા છે. આ બધી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે જેનાથી હૃદયરોગના હુમલાની સંભાવના રહે છે. ખાંડ સિવાય બીજી પણ ઘણી એવી વસ્તુઓ છે જે શરીર પર ખરાબ અસર કરે છે.

આ લેખ વાંચીને તમારા દરેક મિત્રો તેમજ સગાસંબંધીઓ જોડે શેર કરજો

ખાંડ – ખાંડ ખાવાથી લીવર મા glycogen ની માત્રા ઓછી થાય છે. જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ જેવા કે મેદસ્વિતા, થાક લાગવો, migraine, અસ્થમા અને ડાયાબિટીસ વધી શકે છે. વધુ ખાંડ ખાવાથી ઘડપણ વહેલું આવે છે.

રાજમાં – કાચા રાજમા માં એવા તત્વો રહેલા છે જેના કારણે ઉલટી અથવા અપચા ની સમસ્યા થઈ શકે છે. આથી રાજમાં ને કાયમ વ્યવસ્થિત ઉકાળીને જ ખાવા જોઈએ.

ઠંડા પીણા (coldrink) – ઠંડાપીણામાં ખાંડ તેમજ ફોસ્ફરિક એસિડ ની માત્રા વધુ હોય છે, વધારે પડતું ઠંડું પીણું પીવાથી મગજ અથવા હૃદય પર અસર પડે છે. આનાથી મોટુ આતરડુ પણ સડી જાય છે. જણાવી દઈએ કે આ પ્રૉબ્લેમ અમિતાભ બચ્ચન સાથે પણ થયેલો હતો.

અંકુર ફૂટેલા બટેટા – અંકુરિત બટેટા ખાવાથી ડાયેરિયા થઈ શકે છે. તેમજ આવા જ બટેટા નું સેવન કરીએ રાખવાથી માથાનો દુખાવો તેમ જ બેભાન થઇ શકો છો.

મેંદો – મેંદો બનાવવા માટે તેમાં રહેલાં ફાઇબર ને કાઢવા પડે છે, આથી ફાઇબર ન હોવાને કારણે મેંદો ખાવાથી મોટે ભાગે પેટની સમસ્યા રહે છે. તેમજ મેંદા ની અંદર રહેલા બ્લીચિંગ એજન્ટ ને કારણે લોહી પાતળું થાય છે અને હૃદયની સમસ્યા પણ વધે છે.

આયોડાઇઝ્ડ મીઠું – આવા મીઠામાં સોડિયમની માત્રા વધારે હોય છે, વધારે ખાવાથી હાઈ બીપીની સમસ્યા રહે છે જેનાથી હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. તેમજ અમુક વખતે કેન્સર માટે પણ આયોડાઇઝ્ડ મીઠું જવાબદાર હોય છે.

જંક ફુડ – જંક ફૂડમાં રહેલા મોનોસોડિયમ ગ્લુટામેટ તમારા મગજના પાવર ને ઓછો કરે છે તેમ જ મેદસ્વિતા જલ્દીથી વધારે છે. સાથે-સાથે હૃદયરોગનો ખતરો વધે છે.

મશરૂમ – જ્યારે મશરૂમ કાચા ખાવામાં આવે ત્યારે તેમાં રહેલા કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ કેન્સરના ચાન્સ વધારે છે. આથી મશરૂમને વ્યવસ્થિત ઉકાળીને ઉપયોગમાં લેવા જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version