સાંજે નોકરી-ધંધા પરથી પાછા ફરો ત્યારે ઘરે શાંતિ મળે છે? જો ના તો વાંચી લો આ લેખ
દરેક માણસો ની જિંદગી અલગ હોય છે, દરેક માણસ પોતાની રીતે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો જ હોય છે. અને નોકરી-ધંધા કહો કે ઓફિસે પરંતુ કોઈપણ જગ્યાએ માણસને કામનું પ્રેશર વગેરે આવતું રહે છે, અને ઘણી વખત આપણને એવું થતું હોય છે કે આપણે નોકરી ધંધામાં થી પાછા ફરીએ અને ફરી પાછા ઘરે જઈએ ત્યારે આપણને શાંતિ મળે તેવી અપેક્ષા હોય છે. પણ ઘણી વખત આપણે ઘરે પણ રિલેક્સ રહી શકતા નથી અને વર્ક પ્રેશર ત્યાં પણ આપણને બન્યું રહે છે.
આવી પરિસ્થિતિમાં કઈ રીતે તમે ફેરફાર કરી શકો? જો અમે તમને જણાવીએ કે સાંજે ધંધા પરથી પાછા ફરતી વખતે શાંતિ મળે એ શાંતિ બીજું કોઈ નહીં પરંતુ તમે પોતે જ લાવી શકો. કઈ રીતે એ સમજવા માટે એક નાનકડી સ્ટોરી વાંચવી પડશે.
એક માણસ પાસે જુનવાણી ઘર હતું, જોકે તે માણસ તો બીજા તેનાથી પણ વધુ વૈભવશાળી ઘરમાં રહેતો હતો પરંતુ તેનુ ના જુનવાણી ઘર તેના પિતાને ખૂબ જ ગમતું અને વિકેન્ડ હોય અથવા પછી કોઈ લાંબી રજા મળે ત્યારે ઘણી વખત તે ઘરમાં રહેવા માટે પણ આખો પરિવાર આવી જતો.
એ ઘર થોડું જુનવાણી હોવાથી તેમાં થોડું રીનોવેશન કરાવવું પડે તેમ હતું. આથી એક દિવસ તે માણસે પોતાના બાપુજી ને લઈને બધી વાત નક્કી કરી કે ઘરમાં કઈ જગ્યાએ ક્યાં ફેરફાર કરવો. ત્યાર પછી બીજા દિવસે એક સુથારને બોલાવવામાં આવ્યો.
હજુ સુથાર પહેલા દિવસે જ કામ કરવા માટે આવ્યો હતો ત્યાં તેના સ્કૂટરમાં આવતી વખતે તેનું ટાયર પંચર થઈ ગયું હતું એટલે આસપાસમાં કોઈ ગેરેજવાળો ન મળ્યો હતો તેને એક કલાક સુધી હેરાન થઈ ગયો અને ત્યાર પછી ઘર પર પહોંચ્યો.
ઘર પર પહોંચીને બધું કામ સમજ્યું હવે જેવું કામ ચાલુ કરવા ગયો ત્યાં તેની કરવત જ બગડી ગઈ. તે માણસે ઈલેક્ટ્રિક કરવત ખોલીને ચેક પણ કર્યું પરંતુ તે હવે રિપેર થઈ શકે તેમ નહોતી. જેમ તેમ કરીને તેને આખો દિવસ કામ તો કર્યો પરંતુ જ્યારે કામ કરીને તે ઘરે જવા માટે રવાના થઇ રહ્યો હતો ત્યાં તેનું સ્કૂટર ખરાબ થઈ ગયું અને કેટલીય કોશિશો પછી આ સ્કૂટર ચાલુ થવાનું નામ લેતું નહોતું.
આખા દિવસ થી બધા ઘટનાક્રમ જે પેલા સુથાર સાથે બની રહ્યા હતા તે પેલો માણસ બધું નિહાળી રહ્યો હતો, તેનું સ્કૂટર બગડી ગયું એટલે તરત જ માણસે કહ્યું તે ચાલ હું તને તારા ઘરે મૂકી જાવ છું.
થોડા સમય પછી સુથાર અને પેલો માણસ બને તેની ગાડીમાં સુથાર ના ઘરે જવા રવાના થયા.થોડી ઘણી વાતો ચિતો કરી ત્યાં સુથાર નું ઘર આવી ગયું. રાતનો સમય હોવાથી રસ્તામાં બહુ ટ્રાફિક પણ હતો નહીં. એટલે તરત જ ગાડીમાંથી નીચે ઉતરેલા સુથારે પેલા માણસને અંદર આવવાનું આમંત્રણ આપ્યું.