Site icon Just Gujju Things Trending

સાંજે નોકરી-ધંધા પરથી પાછા ફરો ત્યારે ઘરે શાંતિ મળે છે? જો ના તો વાંચી લો આ લેખ

દરેક માણસો ની જિંદગી અલગ હોય છે, દરેક માણસ પોતાની રીતે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો જ હોય છે. અને નોકરી-ધંધા કહો કે ઓફિસે પરંતુ કોઈપણ જગ્યાએ માણસને કામનું પ્રેશર વગેરે આવતું રહે છે, અને ઘણી વખત આપણને એવું થતું હોય છે કે આપણે નોકરી ધંધામાં થી પાછા ફરીએ અને ફરી પાછા ઘરે જઈએ ત્યારે આપણને શાંતિ મળે તેવી અપેક્ષા હોય છે. પણ ઘણી વખત આપણે ઘરે પણ રિલેક્સ રહી શકતા નથી અને વર્ક પ્રેશર ત્યાં પણ આપણને બન્યું રહે છે.

આવી પરિસ્થિતિમાં કઈ રીતે તમે ફેરફાર કરી શકો? જો અમે તમને જણાવીએ કે સાંજે ધંધા પરથી પાછા ફરતી વખતે શાંતિ મળે એ શાંતિ બીજું કોઈ નહીં પરંતુ તમે પોતે જ લાવી શકો. કઈ રીતે એ સમજવા માટે એક નાનકડી સ્ટોરી વાંચવી પડશે.

એક માણસ પાસે જુનવાણી ઘર હતું, જોકે તે માણસ તો બીજા તેનાથી પણ વધુ વૈભવશાળી ઘરમાં રહેતો હતો પરંતુ તેનુ ના જુનવાણી ઘર તેના પિતાને ખૂબ જ ગમતું અને વિકેન્ડ હોય અથવા પછી કોઈ લાંબી રજા મળે ત્યારે ઘણી વખત તે ઘરમાં રહેવા માટે પણ આખો પરિવાર આવી જતો.

એ ઘર થોડું જુનવાણી હોવાથી તેમાં થોડું રીનોવેશન કરાવવું પડે તેમ હતું. આથી એક દિવસ તે માણસે પોતાના બાપુજી ને લઈને બધી વાત નક્કી કરી કે ઘરમાં કઈ જગ્યાએ ક્યાં ફેરફાર કરવો. ત્યાર પછી બીજા દિવસે એક સુથારને બોલાવવામાં આવ્યો.

હજુ સુથાર પહેલા દિવસે જ કામ કરવા માટે આવ્યો હતો ત્યાં તેના સ્કૂટરમાં આવતી વખતે તેનું ટાયર પંચર થઈ ગયું હતું એટલે આસપાસમાં કોઈ ગેરેજવાળો ન મળ્યો હતો તેને એક કલાક સુધી હેરાન થઈ ગયો અને ત્યાર પછી ઘર પર પહોંચ્યો.

ઘર પર પહોંચીને બધું કામ સમજ્યું હવે જેવું કામ ચાલુ કરવા ગયો ત્યાં તેની કરવત જ બગડી ગઈ. તે માણસે ઈલેક્ટ્રિક કરવત ખોલીને ચેક પણ કર્યું પરંતુ તે હવે રિપેર થઈ શકે તેમ નહોતી. જેમ તેમ કરીને તેને આખો દિવસ કામ તો કર્યો પરંતુ જ્યારે કામ કરીને તે ઘરે જવા માટે રવાના થઇ રહ્યો હતો ત્યાં તેનું સ્કૂટર ખરાબ થઈ ગયું અને કેટલીય કોશિશો પછી આ સ્કૂટર ચાલુ થવાનું નામ લેતું નહોતું.

આખા દિવસ થી બધા ઘટનાક્રમ જે પેલા સુથાર સાથે બની રહ્યા હતા તે પેલો માણસ બધું નિહાળી રહ્યો હતો, તેનું સ્કૂટર બગડી ગયું એટલે તરત જ માણસે કહ્યું તે ચાલ હું તને તારા ઘરે મૂકી જાવ છું.

થોડા સમય પછી સુથાર અને પેલો માણસ બને તેની ગાડીમાં સુથાર ના ઘરે જવા રવાના થયા.થોડી ઘણી વાતો ચિતો કરી ત્યાં સુથાર નું ઘર આવી ગયું. રાતનો સમય હોવાથી રસ્તામાં બહુ ટ્રાફિક પણ હતો નહીં. એટલે તરત જ ગાડીમાંથી નીચે ઉતરેલા સુથારે પેલા માણસને અંદર આવવાનું આમંત્રણ આપ્યું.

તે માણસ એ પણ ગાડી સાઈડમાં પાર્ક કરીને સુથાર ની સાથે અંદર તેના ઘરમાં દાખલ થવા લાગ્યો, તેનું ધ્યાન અચાનક સુથાર પડ્યું તે ઘરમાં જતા પહેલા એક નાનકડું વૃક્ષ હતું ત્યાં રોકાયો અને પોતાના બંને હાથ થી તે વૃક્ષની ડાળીઓ ને અટક્યો અને પછી તરત જ ઘરમાં જતો રહ્યો.

પેલા માણસનું ધ્યાન સુથાર માં જ હતું કારણકે સુથારનો દિવસ આજે સવારથી બગડ્યો હતો વહેલી સવારે આવતી વખતે પંચર થયું ત્યાર પછી તેની કરવત બગડી ગઈ અને અધૂરામાં પૂરું તેનું સ્કૂટર પણ ચાલુ નથી થયું પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે ઘરમાં પ્રવેશતા જ તે માણસમાં ગજબનો ફેરફાર થઈ ગયો.

એના થાકેલા ચહેરા ઉપર સરસ મજાનું સ્માઈલ આવી ગયું અને પોતાના બંને બાળકોને તેને વહાલથી ગળે લગાડ્યા પછી બાજુમાં તેના મમ્મી બેઠા હતા તેને પણ પ્રણામ કર્યા અને પત્નીને પણ રસોડામાં જઈને મળી આવ્યો.

પેલા માણસને ત્યાં બેસવાનું કહ્યું એટલે તે માણસ ત્યાં બેઠો થોડા સમય પછી પાણી આપ્યું. થોડો સમય પેલો માણસ ત્યાં બેસી રહ્યો પછી તેને બધાને પ્રણામ કરીને ઊભો થયો એટલે સુથાર તેને ગાડી સુધી મુકવા આવ્યો.

પેલો માણસ જતી વખતે ફરી પાછું નાનકડું વૃક્ષ જોઈને આશ્ચર્ય પામ્યો કે આ વૃક્ષમાં આખરે એવું શું છે? એનાથી રહેવાયું નહીં એટલે તરત જ તેણે સુથાર ને પૂછ્યું કે તમે ઘરમાં પ્રવેશતા પહેલા અહીં વૃક્ષ છે તેની ડાળીઓ નો સ્પર્શ શા માટે કર્યો હતો?

જવાબમાં સુથારે કહ્યું કે હકીકતમાં આ વૃક્ષ એ મારી સમસ્યાઓને ટીંગાળવાની ખીંટી છે. હું જ્યારે પણ કામ પર જાવ ત્યારે કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહે છે પરંતુ એ સમસ્યાઓ સાથે મારા પરિવારને, મારા બાળકોને કે મારી પત્નીને શું લેવાદેવા? એટલે હું જ્યારે પણ સાંજે કામ પરથી પાછો ફરું ત્યારે મારી બધી સમસ્યાઓને આ વૃક્ષ પર લટકાવી દઉં છું ત્યાર પછી જ ઘરમાં પ્રવેશ કરું છું.

અને સુથારે ઉમેર્યું કે તેમાં મજાની વાત તો એ છે કે જ્યારે ફરી પાછી સવારે કામ પર જતી વખતે તે સમસ્યાઓને લેવા જઉં છું તો રાત્રે લટકાવેલી સમસ્યાઓમાંથી ઘણી ખરી તો ત્યાં હોતી જ નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી અને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version