મોટાભાગે દરેક ઘરમાં ડ્રાયફ્રુટ ખવાતા હોય છે અને ખાસ કરીને બદામ ની વાત કરીએ તો બદામ નાના બાળકોને ખૂબ આપવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી માણસને યાદ શક્તિ વધુ મજબૂત અને સારી બને છે. અને આને કારણે જ આપણા ઘરમાં પણ દરેક લોકો બદામ ખાવાના શોખીન પણ હોય છે.
આ સિવાય બહુ ઓછા લોકો જાણે છે કે જો બદામને પલાળીને ખાવામાં આવે તો તેની શરીર પર શું અસર થાય છે, બદામનું સેવન શરીર માટે ફાયદાકારક છે પરંતુ જો બદામને પલાળીને ખાવામાં આવે તો તેના શરીરમાં શું ફાયદા નુકસાન થાય છે તેના વિશે આજે અમે આ લેખમાં તમને જણાવાના છીએ.
ઘણા લોકો ના ઘરમાં વડીલોએ સલાહ આપી હશે અથવા તમે પોતે પણ બદામ પલાળીને ખાધી હશે અને જણાવી દઈએ કે આમ કરવાથી માત્ર જીભ નો સ્વાદ જ સારો નહીં પરંતુ સ્વાસ્થ્ય પણ સારું રહે છે એટલે કે માત્ર આપણે બદામ પલાળીને છીએ તે સ્વાદ માટે નહીં પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદાઓ મળે છે.
જો તમે બદામ હજુ સુધી પલાળી ને ન ખાતા હોય અથવા તમે બદામનું સેવન પલાળીને ના કરતા હોય તો આ માહિતી વાંચીને તમે સેવન શરૂ કરી શકો છો.
બદામને કઇ રીતે પાડવી જોઈએ મોટાભાગે બધા લોકો જાણતા જ હશે તેમ છતાં જણાવી દઈએ કે બદામને રાત્રે પલાળીને મૂકી રાખવી જોઈએ. અને સવારે આ પલાળેલી બદામ નું સેવન કરવાથી શરીરમાં ઘણા ફાયદાઓ મળે છે, શરીરમાં અનેક ફાયદાઓ મળે છે ચાલો જાણીએ તેના વિવિધ ફાયદાઓ વિશે…
પાચન ક્રિયા માટે
પલાળેલી બદામ શરીર માટે ઘણી મદદગાર તેમ જ ફાયદાકારક છે. પરંતુ આપણા શરીરની પાચન ક્રિયાને પણ મજબૂત તેમજ સ્વસ્થ બનાવવા માટે પલાળેલી બદામ અગત્યનો ફાળો ભજવે છે. રાતના પલાળીને સવારે છાલ ઉતારીને બદામ ખાવાથી નાના છોકરાઓને ખાસ ફાયદો જણાય છે. તેમ જ બદામથી શુગર અને ઇન્સ્યુલિનનું લેવલ પણ વધતું રોકાય છે.
વજન માટે
બદામ વજન ઘટાડવા માટે મદદગાર સાબિત થાય છે. કારણ કે એમાં રહેલા મોનો અનસેચ્યુરેટેડ ફેટ આપણી ભૂખ રોકવા માટે મદદગાર સાબિત થાય છે. જે આડકતરી રીતે આપણા વજન ઉતારવામાં પરિણમે છે. પલાળેલી બદામ વિટામીન બી17 અને ફોલિક એસિડ હોય છે. જે કૅન્સરથી લડવા માટે પણ મદદનીશ બને છે.
હૃદય માટે
બદામ એક ખૂબ જ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ એજન્ટ છે. જે અમુક પ્રકારના કોલસ્ટ્રોલ ના ઓક્સિકરણ ને રોકવામાં મદદગાર સાબિત થઇ શકે છે. બદામના આ ગુણ હૃદયને સ્વસ્થ રાખવા અને હૃદયની પ્રણાલીને ઘણા પ્રકારના નુકશાનથી બચાવવા માટે મદદ કરે છે.