સોશિયલ મીડિયા ઉપર કોઈપણ સમયે કોઈપણ તસવીર અથવા વીડિયો વાયરલ થઇ જતા હોય છે અને વાયરલ થવાને કારણે તે ઘણા ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ આવી એક તસવીર વાયરલ થઈ છે જેનું કારણ ખરેખર ખૂબ જ સુંદર છે.
સોશિયલ મીડિયા ઉપર હાલ એક હૃદયદ્રાવક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર ભારતીય સેનાના જવાનની છે. વીડિયોમાં આ આર્મી ના જવાન એક નાના બાળકને પ્રેમથી ખવડાવતા જોવા મળે છે. આ વીડિયો રાજનૈતીક હસ્તીઓ સહીત ઘણા લોકો શેર કરી રહ્યા છે. અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો લગભગ દરેક લોકો એ જોયો પણ હશે.
સોશિયલ મીડિયા પર દરરોજ અનેક તસવીરો વાયરલ થતી રહે છે પરંતુ ઘણી વખત અમુક તસવીરો એવી હોય છે જે આપણા દિલ પર ખુબ જ ઊંડી છાપ છોડી જતી હોય છે. કેટલીક તસવીરો ઘણી વખત ફની હોય છે અને કેટલીકવાર તે મનમોહક પણ હોય છે. જેને જોઈને આપણો દિવસ પણ સુધરી જાય છે. હાલમાં જ ભારતીય સેનાના જવાનની તસવીર વાયરલ થઈ રહી છે જેને જોઈને તમે પણ ગર્વ અનુભવશો.