Site icon Just Gujju Things Trending

સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે આર્મી જવાનની આ મનમોહક તસવીર, લોકોએ કહ્યું ગર્વ છે અમને ઇન્ડિયન આર્મી ઉપર

સોશિયલ મીડિયા ઉપર કોઈપણ સમયે કોઈપણ તસવીર અથવા વીડિયો વાયરલ થઇ જતા હોય છે અને વાયરલ થવાને કારણે તે ઘણા ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ આવી એક તસવીર વાયરલ થઈ છે જેનું કારણ ખરેખર ખૂબ જ સુંદર છે.

સોશિયલ મીડિયા ઉપર હાલ એક હૃદયદ્રાવક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર ભારતીય સેનાના જવાનની છે. વીડિયોમાં આ આર્મી ના જવાન એક નાના બાળકને પ્રેમથી ખવડાવતા જોવા મળે છે. આ વીડિયો રાજનૈતીક હસ્તીઓ સહીત ઘણા લોકો શેર કરી રહ્યા છે. અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો લગભગ દરેક લોકો એ જોયો પણ હશે.

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક તસવીરો વાયરલ થતી રહે છે પરંતુ ઘણી વખત અમુક તસવીરો એવી હોય છે જે આપણા દિલ પર ખુબ જ ઊંડી છાપ છોડી જતી હોય છે. કેટલીક તસવીરો ઘણી વખત ફની હોય છે અને કેટલીકવાર તે મનમોહક પણ હોય છે. જેને જોઈને આપણો દિવસ પણ સુધરી જાય છે. હાલમાં જ ભારતીય સેનાના જવાનની તસવીર વાયરલ થઈ રહી છે જેને જોઈને તમે પણ ગર્વ અનુભવશો.

વાયરલ વીડિયોમાં સેનાના એક જવાન ટ્રકની પાછળ બેસીને એક બાળકને વ્હાલથી ખવડાવતા જોવા મળે છે. તેની બાજુમાં ઉભેલા અન્ય એક જવાન હાથમાં કપડું લઈને નજીકમાં ઉભા છે. આ તસ્વીર ખરેખર માનવતાનું ઉદાહરણ સ્વરુપ દેખાઈ રહી છે.

આ તસવીર ને અનેક રાજનીતિક હસ્તીઓએ તેમજ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને આ તસવીર થોડા જ સમયમાં વાયરલ થઇ ચૂકી હતી. હાલના ગુજરાતના ગૃહ મંત્રી એ પણ આ તસવીર ટ્વિટર પર શેર કરી હતી અને સાથે લખ્યું હતું કે ફરજ અને લાગણી બંને એક સાથે થાય છે. ભારતીય સેનાને સલામ. જણાવી દઈએ કે આ તસવીરને 22 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને ઘણી બધી કમેન્ટ્સ પણ આવી ચૂકી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
FacebookWhatsAppTelegram
Exit mobile version