Site icon Just Gujju Things Trending

સાચો પ્રેમ એટલે શું? જો જો ક્યાંક આ સ્ટોરી વાંચવાની રહી ન જાય…

પ્રેમ એ એક એવો વિષય છે, જેમાં ગમે તેટલી વાત કરીએ તો પણ સમય ઓછો પડે. અને તેની કોઈપણ રીતે તમે વ્યાખ્યા આપી શકો નહીં. કારણકે પ્રેમ એ એક એવી વસ્તુ છે જેને મહેસૂસ કરી શકાય છે.

એક કપલ બેઠું હતું, સાંજનો સમય હતો. રાજ અને પ્રિયા બંને એકબીજાના પ્રેમમાં ઘણા સમયથી હતા.એવામાં પ્રિયા રાજને બધી વાતો કરી રહી હતી. એવામાં અચાનક પ્રિયાએ રાજ ને એક સવાલ પૂછ્યો કે એવું તે કયું કારણ છે જેના કારણે તું મને પસંદ કરે છે?

રાજ સવાલ સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત થઇ ગયો તેમ છતાં તેને જવાબ આપતા કહ્યું કે પ્રિયા હું તને પ્રેમ કરું છું તેનું કારણ કહી શકું તેમ નથી પણ હા એ વાત ચોક્કસ સાચી છે કે હું તને ખૂબ જ પસંદ કરું છું.

પ્રિયા એ આવો જવાબ સાંભળીને બોલી કે જો તું મને શું કામ પ્રેમ કરે છે તેનું કારણ ન કહી શકે તો તું મને કેવી રીતે પસંદ કરી શકે અને પ્રેમ કઈ રીતે કરી શકે?

રાજા જવાબ આપ્યો કે મને ખરેખર તેનું કારણ ખબર નથી પરંતુ હા એટલું જરૂર કહીશ કે હું એ વાત સાબિત કરી શકું છું કે હું તને પ્રેમ કરું છું.

પ્રિયાએ કહ્યું સાબિત નથી કરવું. હું એવું ઇચ્છો છો કે તું મને શા માટે પ્રેમ કરે છે તેનું કારણ જણાવ. કોઈપણ પ્રેમી તેની પ્રેમિકાને કયા કારણોસર પ્રેમ કરે છે એ તો કહી જ શકે ને તો તું પણ જણાવ.

રાજ એ કહ્યું કે ઠીક છે. એક પછી એક પછી એક એમ રાજ કારણ આપવા લાગ્યો. હું તને એટલા માટે પ્રેમ કરું છું કારણકે તું ખુબ જ સુંદર, સુશીલ છે. તારો અવાજ પણ મને ખૂબ જ પસંદ છે.

તું મારી એકદમ સારી રીતે કેર પણ કરે છે.

તારા વિચારો અને મારા વિચારો ઘણા મળતા આવે છે.

તારી સ્માઈલ મને ખૂબ જ પસંદ છે.

તારું ઓપન થીંકીંગ પણ હું લાઈક કરું છું.

તારો સ્વભાવ પણ પ્રેમાળ છે જે મને ખૂબ જ પસંદ છે.

આવી રીતે અનેક કારણો તેને આપ્યા અને કહ્યું કે આ બધા કારણોસર હું તને પ્રેમ કરું છું. પ્રિયા આ જવાબ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. અને ત્યાર પછી તેને રાજને કહ્યું કે તારો જવાબ મને ખૂબ જ પસંદ આવ્યો. અને હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું.

આવી વાતો કરતા કરતા સાંજ માંથી ક્યારે રાત્રિનો સમય થઈ ગયો તે બંનેમાંથી કોઈને અંદાજો રહ્યો નહીં. રાત્રિનો સમય થઈ ગયો હોવાથી તેઓ બંને ઘરે ચાલ્યા ગયા.

થોડા દિવસો પછી એક એવી ઘટના બની જે બંને માટે એકદમ અનિચ્છનીય હતી. અચાનક એક દિવસે પ્રિયા નો અકસ્માત થયો અને તે એટલી ગંભીર રીતે ઘાયલ થઈ કે તે કોમામાં જતી રહી.

આ વાતની જાણ જ્યારે રાજને પડી તો તરત જ તે હોસ્પિટલમાં દોડી ગયો, હોસ્પિટલમાં જતી વખતે રસ્તામાં પણ તે પ્રિયા ના વિચારોમાં જ ખોવાયેલો રહ્યો. જેમ તેમ કરીને હોસ્પિટલ પહોંચ્યો અને તરત જ પ્રિયાને જોવા તે હોસ્પિટલના રૂમમાં દાખલ થયો.

થોડા સમય સુધી તે ત્યાં ને ત્યાં બેસી રહ્યો, પ્રિયાને આવી હાલતમાં તેનાથી જોવાતી ન હતી. તે અંદર ને અંદર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. માત્ર આંખમાંથી અશ્રુધારા વહેવા ની જ બાકી હોય તેવું લાગી રહ્યું હતું.

અચાનક પોતાની આંખ સાફ કરીને તેને એક પત્ર લીધો અને તેમાં કંઈક લખવા લાગ્યો. તે પત્ર માં થોડું લખીને તે પત્ર તેને પ્રિયા ની બાજુમાં મૂકી દીધો.

અને હોસ્પિટલના રૂમમાં થી તે બહાર ચાલ્યો ગયો.

એ પત્રમાં અંદર લખ્યું હતું કે મને તારો અવાજ ખુબ જ પસંદ હતો જેના લીધે હું તને ખૂબ જ પ્રેમ પણ કરતો હતો પણ હવે તું બોલી નથી શકતી તો હું તને કઈ રીતે પ્રેમ કરી શકું?

તું જે રીતે મારી કેર રાખતી હતી તે મને ખૂબ જ પસંદ હતું પરંતુ હવે તું મારી કેર રાખી શકતી નથી તો હું તને પ્રેમ કરી શકું નહીં.

તારી સ્માઈલ મને ખૂબ જ પસંદ હતી પરંતુ હવે તું સ્માઇલ કરી રહી નથી તો હું તને પ્રેમ કરી શકું નહીં.

અને જો કદાચ પ્રેમ ને આવા કારણોની જરૂર પડતી હોય કે જેવી હાલમાં પડી રહી છે, તો એવું કોઈ જ કારણ નથી મારા માટે કે તને હું આનાથી વધુ પ્રેમ કરી શકું.

શું પ્રેમને કોઈ કારણની જરૂર પડે છે? પ્રેમને કોઇ કારણ જોઈએ? ના, કોઇ જ કારણ ની જરૂર નથી અને એટલા માટે જ હું તને હજુ પણ ખૂબ જ પ્રેમ કરું છું.

શું તમને આ સ્ટોરી પસંદ પડી? તો દરેક લોકો સુધી પહોંચાડજો અને તમે આ સ્ટોરી સાથે સહમત છો કે કેમ એ તમારો મંતવ્ય કમેન્ટ માં જણાવજો. અને આ સ્ટોરી ને 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version