સવારે પતિ અને પત્નીનો ઝઘડો થઈ ગયો, પત્ની ગુસ્સામાં બોલી ઉઠી બસ હવે ખૂબ જ સહન કરી લીધું, હવે હું એક મિનિટ પણ તમારી સાથે નહીં રહી શકું.
પતિ પણ ગુસ્સામાં હતો એટલે તેને પણ કહ્યું કે હું પણ તને સહન કરી કરીને તંગ આવી ચૂક્યો છું.
અને પતિ ગુસ્સામાં ને ગુસ્સામાં જ ઓફિસ નીકળી ગયો ત્યાર પછી પત્નીએ પોતાની માતાને ફોન કરીને જણાવ્યું કે તે બધું છોડીને બાળકો સાથે પિયર આવી રહી છે, અને આ નર્કમાં તે હવે વધુ રહી શકે તેમ નથી.
માતા એ જવાબ આપ્યો કે દિકરા વહુ બનીને આરામથી ત્યાં જ રહેજે, તારી મોટી બહેન પણ પોતાના પતિ સાથે ઝઘડીને આવી હતી, અને એ જ જીદમાં છૂટાછેડા લઈને બેઠી છે, એવામાં તે પણ આવા નાટક શરૂ કરી દીધા. ખબરદાર જો તે એક પણ પગલું આયા રાખ્યું છે તો, તારા પતિ સાથે સમાધાન કરી લે, તે એટલો પણ ખરાબ નથી.
માતાએ લાલ ઝંડી દેખાડી એટલે દીકરીના હોસ ઠેકાણે આવી ગયા અને તે ફૂટી ફૂટી ને રડવા લાગી, જ્યારે રડીને થાકી ગઈ તો તેનું હૃદય હળવું થઈ ચૂક્યું હતું. પતિ સાથે ઝઘડો કર્યો હતો તે ક્ષણો યાદ આવી અને એ યાદ કરીને તેને પોતાની પણ ઘણી ભૂલ નજરે આવી.
ત્યાર પછી હાથ મોઢું ધોઈ ને ફ્રેશ થઇ ને પતિની પસંદગી વાડી વાનગી બનાવવાની શરુ કરી દીધી અને સાથે સ્પેશિયલ મીઠાઈ પણ બનાવી, વિચાર્યું કે સાંજે જ્યારે પતિ આવશે ત્યારે માફી માંગી લઈશ, સાંજે જ્યારે પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું, જાણે કે સવારે કશું બન્યું ના હોય એ રીતે તેની સાથે વર્તન કર્યું. પતિ પણ આશ્ચર્યચકિત થઇ ગયો.
ડિનર કર્યા પછી જ્યારે પતિ મીઠાઇ ખાઈ રહ્યો હતો ત્યારે તેને કહ્યું કે તારે કોઈ દિવસ હું કહું તે દિલ પર ન લેવું, મને ઘણી વખત વધુ પડતો ગુસ્સો આવી જાય છે. આખરે હું પણ માણસ છું ગુસ્સો તો આવે જ ને.
ત્યાર પછી પતિ પત્ની એકબીજાનો આભાર માની રહ્યા હતા, અને પત્ની પોતાના હૃદયમાં જ પોતાની માતાને દૂવા આપી રહી હતી, જેને કડક પગલું ભરીને તેને આ ફેસલા લેવા પર મજબૂર કરી દીધી હતી. નહિતર જો તેને વિચાર્યું હતું તેવું થયું હોત તો ઘર તબાહ કરી નાખત.
જો માતા-પિતા પોતાની પરિણીત દીકરી ને દરેક વ્યાજબી ન હોય તેવી જીદને સપોર્ટ કરવાનું બંધ કરી દે તો સંબંધ બચી શકે છે, આ સ્ટોરી વાંચી હતી અને શેર કરવાનું મન થયું આથી કરી છે.
શું આ સ્ટોરી તમને પસંદ આવી? તમારો આ સ્ટોરી ઉપર શું અભિપ્રાય છે તે કોમેન્ટ અચૂક કરજો…