કેટલી ઝડપથી જાગી ગઈ હતી, એ વિચારીને કે ખૂબ જ મોડું થઈ ગયું છે અને ખબર નહી બધા શું વિચારશે?
એક જ રાત નવા ઘરમાં વિતાવી છે અને આટલો બધો ફેરફાર, જેમકે આકાશમાં ઉડતી ચકલીની કોઈએ સોનાના મોતીઓની લાલચ આપીને પિંજરામાં બંધ કરી દીધી હોય.
શરૂઆતના થોડા દિવસ હતો આમ જ પસાર થઈ ગયા, અમે ફરવા માટે બહાર પણ ચાલ્યા ગયા.
જ્યારે પાછા ફર્યા તો સાસુ ના આંખમાં ખુશી દેખાઈ રહી હતી, પરંતુ મને માત્ર તેના દીકરા માટે જ દેખાઈ. વિચાર્યું કે કદાચ નવો નવો સંબંધ છે, એકબીજાને સમજતા સમય લાગશે, પરંતુ સમય એ ખૂબ જ જલ્દી અહેસાસ અપાવી દીધો કે હું અહીં વહું છું, જેમ ઇચ્છું તેમ ન રહી શકું.
થોડા કાયદાઓ, મર્યાદાઓ છે જેનું મારે પાલન કરવું પડશે. ધીમે ધીમે વાત કરવી, ધીમેથી હસવું, બધા જમી લે પછી જમવા બેસવું, આ બધી આદતો જાણે કે આપોઆપ આવી ગઈ. ઘરમાં મમ્મી સાથે ક્યારેક ક્યારેક જ વાત થતી હતી, ધીમે ધીમે પિયર ની યાદ સતાવવા લાગે. સાસરે પૂછ્યું, તો કહ્યું અત્યારે નહીં થોડા દિવસો પછી.
જે પતિ એ થોડા દિવસો પહેલા મારા માતા-પિતા ને એમ કહ્યું હતું કે નજીક જ છે, ગમે ત્યારે આવી શકશે. એના સુર પણ બદલાઈ ગયા હતા.
હવે ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે લગ્ન કોઈ રમત નથી. આમાં માત્ર ઘર ફેરવવાનું નથી, પરંતુ તમારું આખું જીવન જ બદલી જાય છે.
તમે ગમે ત્યારે તમારા પિયર નથી જઇ શકતા. ત્યાં સુધી કે જો ક્યારેય યાદ આવે તો તમારા પિયરવાળા પણ પૂછ્યા વિના આવી નથી શકતા.
પિયરમાં કરેલી એ ધમાલ મસ્તીઓ, ખુલ્લા હૃદયથી હસવાનું, હેઠા મોઢે રસોડામાં કંઈપણ ખાઈ લેવું, મન પડે ત્યારે જાગવું, સુઈ જવું, નહાવું, હવે બસ આ બધી યાદો જ રહી છે.
હવે મને સમજાવવા લાગ્યું હતું કે વિદાય સમયે લોકો મને ગળે લગાવીને રડી શું કામ રહ્યા હતા. હકીકતમાં મારાથી દુર થવાનો એહસાસ તો તે લોકોને થઈ રહ્યો હતો, પરંતુ એક વાત બીજી પણ હતી જે અંદરોઅંદર પરેશાન કરી રહી હતી, કે જે સત્ય નથી તેઓએ મને આટલા વર્ષો દુર રાખી, તે અંતે મારી સામે આવી જ ગયું.
પિતાનું એ જુઠ્ઠાણું કે હું તેની દીકરી નહીં પરંતુ દીકરો છું, હવે છાનું નહીં રહે. તેની સૌથી મોટી ચિંતા એ હતી કે, તેનો એ દીકરો જેને ક્યારેય દિકરી હોવાનો અહેસાસ નથી કરાવ્યો, તે જીવનના આટલા મોટા સત્યનો કઈ રીતે સ્વીકાર કરશે
માને ચિંતા હતી કે તેની દીકરીએ ક્યારેય એક ગ્લાસ પાણી નથી ઉઠાવ્યો, તે આટલા મોટા પરિવારની જવાબદારી કેવી રીતે ઉઠાવશે?
બધા લોકો આ વિદાય અને મારા પારકા હોવાનો મર્મ જાણતા હતા, સિવાય હું પોતે. એટલે જ બધા કદાચ ખૂબ જ ભાવુક થઈને રડી રહ્યા હતા.
આજે મને સમજાઈ ગયું કે તેઓનું રડવાનું સાચું હતું. આપણા સમાજનો નિયમ એ જ છે કે એક વખત દીકરી ઘરમાંથી વિદાય લે પછી તે માત્ર મહેમાન જ હોય છે.
પછી કોઈ પણ કેટલું પણ કહી દે કે આ ઘર આજે પણ તેનું જ છે પરંતુ સત્ય તો એ છે કે હવે તે ક્યારેય પણ, એમ જ તેના ઘરે જેને પીયર કહે છે તે આવી નથી શકતી.