Site icon Just Gujju Things Trending

માત્ર વહુ જ નહીં, સાસુ એ પણ સમજવી જોઇએ આ 5 બાબતો

કહેવાય છે કે સાસુ વહુ નો સંબંધ દુનિયામાં સૌથી અલગ તેમજ અનમોલ હોય છે. ઘણી વખત આ સંબંધમાં નાની-મોટી તકરારથી તિરાડ પડી શકે છે એટલે જ આ સબંધ માં તાલમેલ બેસાડવો ઘણી વખત મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે લગ્ન પછી પણ મા પોતાના દીકરાને બાળકની જેમ રાખે ત્યારે આ સંબંધમાં ઘણી વખત પ્રેમની જગ્યાએ ખાટી મીઠી તકરાર થતી હોય છે.

સાસુ ઘણી વખત ભૂલી જતી હોય છે કે હવે તેનો દીકરો પણ કોઈ નો પતિ બની ચૂક્યો છે. જો સાસુઓ આ વાતો સમજી લે તો વહુ અને સાસુ ના સબંધ માં ક્યારેય તિરાડ પડતી નથી.

લગ્ન પછી જ્યારે સાસુમા બાળકની જેમ પોતાના દીકરાને ટ્રીટ કરે તે ખોટું છે. સાસુ એ સમજવું જોઈએ કે તેનો દીકરો હવે મોટો થઈ ચૂક્યો છે અને તેના ખુદના ફેસલા તે પોતે કરી શકે છે, અને એને તેના ફેસલો લેવા દેવા જોઈએ જેથી આગળ જઈને મોટી જવાબદારીઓ માથે પડે ત્યારે તે તેને નિભાવી શકે.

પતિ-પત્નીના સંબંધમાં નાના-મોટા ઝઘડાઓ થતા રહેતા હોય છે, પરંતુ સાસુએ સમજીને રહેવું જોઈએ કારણ કે લગભગ દરેક પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થતા રહે છે. આથી સાસુ સાચી વાત વાતમાં બંને ને ટોકે તો એ વ્યાજબી નથી.

પોતાના ઘરને છોડીને સાસરામાં રહેવું તે આસાન કામ નથી. આથી સાસુએ વહુની આ ભાવનાઓને સમજવી જોઈએ. સાસુ એ પણ લગ્ન પછી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હશે, આથી આવા વખતે તેને તેની વહુ નો સપોર્ટ કરવો જોઈએ.

ઘણી ખરી સાસુને લાગતું હોય છે કે લગ્ન પછી દીકરો પોતાની મા વિશે વિચારવાનું બંધ કરી દેશે, જેના કારણે પણ ઘણી વખત તેના સબંધમાં તિરાડ પડવા લાગે છે. પરંતુ સાસુએ આ વાત સમજવી જોઇએ કે માતા ની જગ્યા કોઈ લઈ શકે નહીં. લગ્ન પછી પણ દીકરો પોતાની મા સાથે એટલો જ પ્રેમ કરતો હોય છે જે લગ્ન પહેલા કરતા હોય.

જેમ જેમ સમય બદલી રહ્યો છે તેવી જ રીતના આજના સમયે ઘરની જવાબદારીઓ પતિ પત્ની એક બીજા માં બાટી લેતા હોય છે. આવામાં સાસુ એ સમજવું જોઈએ કે પોતાના દીકરાની જેમ વહુ ને પણ નવી જવાબદારીઓને સંભાળવા દે.

ઘણી વખત જ્યારે પતિ પત્ની ની કોઈ પણ વસ્તુ કે બનાવેલા ભોજન ના વખાણ કરે તો સાસુ ને ગમતું હોતું નથી, ઘણી વખત એવું પણ ફિલ થાય છે કે તેનો દીકરો તેને ભૂલી ગયો છે પરંતુ એવું હોતું નથી.

સાસુ અને વહુ એમાં કોઈ પણ એક પાત્રનો વાંક કાઢવો તે હિતાવહ નથી, પરંતુ બંને પક્ષેથી થોડું જતું કરવામાં આવે તો સંબંધ સાચવી શકાય છે. આથી સાસુ અને વહુ એ પોતાના સુધારવા હોય તો બંનેએ એકબીજાને અનુરૂપ થઈને રહેવું પડે છે. તો જ સબંધ માં સુધારો આવી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version