Site icon Just Gujju Things Trending

એપલના સ્થાપક એ કહેલા આ 10 સુવાક્ય વાંચીને જિંદગીમાં ઉતારજો

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ નું નામ તમે સાંભળ્યું હશે, એની સ્ટોરી પણ સાંભળી જ હશે. તેઓએ ઘણા સુવાક્ય કહેલ છે, જે આપણને આજે પણ ઘણી પ્રેરણા આપી શકે છે.

આ સુવાક્યો વાંચીને જિંદગીમાં ઉતારજો.

તમારો સમય મર્યાદિત છે, માટે બીજાની જિંદગી જીવવામાં આ સમય બરબાદ ના કરો.

ક્યારેક જિંદગી તમને જબરો પછડાટ આપે છે, પરંતુ વિશ્વાસ ન ખોઈ બેસતા.

તમે ગ્રાહક ને પૂછી નથી શકતા કે તેને શું જોઈએ છે, કારણ કે જ્યાં સુધી તેને જોતું હોય તેવું તમે બનાવો, ત્યાં સુધીમાં તેઓને કંઈક નવું જ જોતું હોય છે.

મારી પસંદગીની વસ્તુઓ હકીકત એ મફતમાં મળે છે. એટલું તો ક્લિયર છે કે સૌથી કીમતી સંપત્તિ આપણી પાસે એક જ છે, એ છે સમય.

બીજાના અભિપ્રાયોનો અવાજ તમારા અંતરના અવાજ ને ડુબાડી ના નાખે તે ખાસ ધ્યાન રાખજો.

તમારા દિલ અને અંતઃકરણને અનુસરવાની હિમ્મત રાખજો.

કંઈક ખોઈ બેસવાના ડરને ન ગણકારવા એક જ વસ્તુ યાદ રાખવી કે તમે એક દિવસ મરવાના છો. તમારા દિલને ન અનુસરવા નું કોઈ કારણ જ નથી.

જ્યારે તમે કંઈ નવી વસ્તુ કરો, ત્યારે તમારાથી ભૂલ થાય છે. તેને જેટલી બને તેટલી જલ્દી સ્વીકારવી એ જ શ્રેષ્ઠ છે. અને સતત બીજા કામ ને સુધારતા રહો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version