આપણા જીવનમાં ક્યારે શું બનશે તે કહી શકાતું નથી.
જિંદગી નું નામ એટલે અનિશ્ચિતતા બરાબર ને? અનિશ્ચિતતાના એ સમયે આપણે શું કરવું જોઈએ એના માટે તૈયાર નથી હોતા અને આપણે ઊંઘતા ઝડપાઈ જઈએ છીએ.
આ બાબતને સચોટ રીતે રજૂ કરતી ઓશોએ એક જગ્યાએ ટાંકેલી ઝેન કથા આપણે વાંચીએ…
બે ઝેન ગુરુ હતા, બંને એકબીજાના હરીફ બંને એકબીજાના વિરોધી બંનેએ પોત પોતાના શિષ્યોને કડક આદેશ આપ્યો હતો કે એમના વિરોધી ના મઠ ભણી નજર પણ ન કરવી.
બંને ગુરુ પાસે એક એક છોકરો હતો જે ચાકર તરીકે બજારમાંથી ગુરુ માટે જરૂરી એવી ચીજ વસ્તુઓ લાવી આપતો હતો એ છોકરાઓને ગુરૂને કહી રાખેલું કે એકબીજા સાથે વાત કરવી નહીં બીજા મઠવાળા ખતરનાક છે.
પરંતુ છોકરામાં તો છોકરમત હોવાની જ ને! એક દિવસ એ બે છોકરા બજાર જતા રસ્તામાં મળી ગયા પ્રથમ ના છોકરા એ બીજા છોકરા ને પૂછ્યું કે તું ક્યાં જાય છે?
બીજા છોકરા ના કાને એના ગુરુની જૈન ફિલોસોફી વારંવાર સાંભળવા મળતી હશે એટલે એણે જવાબ આપ્યો જ્યાં પવન મને લઈ જાય છે ત્યાં હું જાઉં છું…
આ જવાબ સાંભળીને સવાલ પૂછનાર છોકરાને સામો શું પૂછો કે એ પણ સૂઝ્યું નહીં મનમાં ઉઠ્યો એને લાગ્યું કે એની સાથે વાત કરવાની ના પાડી હતી એ બરાબર હતી એ લોકો ખરેખર ખતરનાક છે!
મઠમાં જઈને પોતાના ગુરુને એને થયેલા અનુભવની વાત કરી. ગુરુ એ કહ્યું મેં તને ચેતવ્યો હતો, પણ યાદ ન રાખી.
હવે સાંભળ આવતીકાલે બજાર જવાના રસ્તે આજે જ્યાં તારે વાતચીત થઈ એ જ જગ્યાએ ઊભો રહેજે, એ છોકરો જ્યારે ત્યાં આવે ત્યારે પૂછજે કે તું ક્યાં જાય છે?
એ કહેશે કે જ્યાં મને પવન લઈ જાય ત્યાં જાઉં છું… ત્યારે તું એને ફરીથી પૂછજે કે જો તારે પગ હોય જ નહિ તો તું શું કરે?
પ્રથમ મઠ નો છોકરો બીજા દિવસે નિર્ધારિત સ્થળે જઈને ઊભો રહી ગયો બીજો છોકરો પણ ત્યાં આવી પહોંચ્યો એટલે તરત જ એને પૂછ્યું કે તું ક્યાં જાય છે? તો બીજા મઠ નો છોકરો કહે કે હું તો બજારમાં શાકભાજી લેવા જાવ છુ…
આની સામે પેલા છોકરાના ફિલોસોફી ભર્યા શું મતલબ?
આવું જ અંધારુ આપણા જીવનમાં ઘણી વખત બનતું હોય છે.
સવાલ એ છે કે એ વખતે શું કરવું જોઈએ? આવી બાબતને પોઝિટિવલી લઈએ તો દરેક ક્ષણે આવું અણધાર્યું કશું બનતું જ હોય છે! એનો કોઈ રેડીમેડ જવાબ હોતો નથી. એ સમયે જે બાબત સત્ય છે…
તે એ છે કે હર પળે બદલાતી જિંદગીનો એવો પ્રતિસાદ આપવો એ વ્યક્તિએ જાતે નક્કી કરવાનું હોય છે. પ્રતિસાદ ત્યારે આપી શકાય જ્યારે અણધારી બાબતો પ્રત્યે જાગૃતિ કેળવી હોય.