Site icon Just Gujju Things Trending

જો દરેક બાપ દિકરી ને આ સલાહ આપે તો એક પણ દિકરી જીવનમાં દુઃખી ન થાય, અચુક વાંચજો

દીકરી હોય કે દીકરો એના જીવનમાં પોતાના પિતા નું મહત્વ અલગ હોય છે, ખાસ કરીને કહેવાય છે કે દીકરીને તેના પિતા ખૂબ વાલા હોય છે, અને દીકરીને કોઈ પણ સમસ્યા કે કાંઈ હોય તો તે કોઈને વાત ન કરી શકે તો પણ તેના પિતા સાથે બધી વાતો શૅર કરે છે.

આપણે આજે આવી જ એક દિકરી અને પિતા વચ્ચે ની ઘટના જણાવવાના છીએ જે તમને થોડું વિચારવા પર મજબૂર કરી દેશે. અને સાથે પ્રેરણા પણ આપશે.

એક વખત એક દીકરી એ એના પપ્પાને પોતાની જિંદગી વિશે જણાવતા કહ્યું કે એનું જીવન ખૂબ દુખી છે અને તેને સુખ મળી રહ્યું નથી, અને બધા દુખ કઈ રીતે સહન કરવા તેની કંઈ ખબર પડતી નથી. તે આખી જિંદગી દરેક પરિસ્થિતિઓની સામે લડી લડી ને હારી ગઈ છે, એક સમસ્યા માંથી નિવેડો મળે ત્યાં બીજી કેટલી એ મુસીબતો આવી જાય છે, હું શું કરું?

પિતા એ બધી વાત સાંભળી, તેઓ રસોયા હતા. એટલે એને દિકરી ને અલગ જ રીતે સમજાવવાનો નિર્ણય લીધો, પછી દીકરી ને કહ્યું કે ચાલ મારી ભેગી. દિકરી અને પિતા બંને રસોડા માં ગયા પિતાએ ત્રણ તપેલીમાં પાણી ભર્યું અને દરેકને ગરમ કરવા મૂક્યું, ધીમે ધીમે અંદર નું પાણી ગરમ થવા લાગ્યું. એક તપેલીમાં બટેટા નાખ્યા, બીજામાં ઇંડુ નાખ્યુ,અને ત્રીજા વાસણમાં કોફી નાખી.

દીકરીને એક પણ શબ્દ કીધા વિના ત્યાં બેસી ગયા, દીકરી આ બધું જોઈ રહી હતી અને એને આ બધું વિચિત્ર લાગ્યું અને વિચારી રહી હતી કે તેના પિતા શું કરી રહ્યા છે.

આશરે વીસેક મિનિટ પછી પિતાએ ગેસ બંધ કરી દીધો, અને ત્રણે વાસણને નીચે ઉતારી લીધા, ત્રણે વાસણમાંથી બટેટા ને એક વાટકામાં કાઢી, બીજા વાટકામાં ઈંડુ રાખ્યું અને એક કપ માં કોફી રાખી દીધી. પછી દીકરી સામે જોઇને પૂછ્યું બેટા તને આમાં શું દેખાય છે?

દીકરી એ જવાબ આપ્યો બટેટા ઇંડુ અને કોફી…

પિતાએ કહ્યું ધ્યાનથી જો અને બટેટા ને સ્પર્શ. આથી દીકરીએ બટેટા નો સ્પર્શ કર્યો, અને જોયું કે બટેટા નરમ થઈ ગયા હતા. પછી પિતાએ કહ્યું ઈંડુ લઈને એને તોડી નાખ, દીકરીએ ઈંડુ તોડયૂ અને અંદરના કઠોર સ્તરને ધ્યાનથી જોયું.અંતે પિતાએ કોફી પીવાનું કહ્યું.

જ્યારે દીકરી એ કોફી પીધી ત્યારે તેની અંદર રહેલી સુગંધને કારણે તેનું મન પ્રફુલ્લિત થઇ ગયું.અને તેના ચહેરા પર આનંદ છવાઈ ગયો.

તેને પૂછ્યું આનો મતલબ શું છે પપ્પા?

ત્યારે પપ્પા એ દીકરી ને જવાબ આપ્યો કે બટેટા, ઈંડુ અને કોફી દરેક વસ્તુને એક જ પ્રકારની મુસીબતનો સામનો કરવો પડ્યો. એ મુસીબત હતી ઉકળતું પાણી, કારણકે આપણો ગેસ ગરમ થઇ રહ્યો હતો.

પરંતુ, દરેકે પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી.

બટેટા કે જે મજબૂત અને કઠોર હોય, તો પણ ઉકળતા પાણીમાં એ નરમ અને કમજોર બની ગયા.

એવી જ રીતે,ઈંડુ નાજુક હતું.પરંતુ જેવું ઉકાળવામાં આવ્યું કે તેનું અંદરનું ફળ વધારે કઠોર થઈ ગયું.

અને છેલ્લે કોફી, કે બધા કરતા અલગ જ નીકળી. એટલે કે ઉકળતા પાણીમાં સંપર્કમાં આવ્યા પછી, તેને પાણી બદલી નાખ્યું અને કંઈક નવું બનાવ્યું.

પછી તેને તેની દીકરી ને કહ્યું કે જ્યારે તારા બારણે મુસીબતો ટકોરા મારે છે, ત્યારે તું તેને શું પ્રતિક્રિયા આપીશ? તું શું છો, બટેટા, ઇંડુ કે કોફી ?

આ વાર્તા પરથી આપણને એટલો જ બોધ મળે છે આપણા બધાના જીવનમાં સરખી જ એવી પરિસ્થિતિઓ આવતી રહેતી હોય છે. પરંતુ જો સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો તે છે આપણી અંતરાત્મા, એટલે કે આપણી અંદર શું છે એ જ વધુ મહત્વનું છે. બહારનું બધું ક્ષણિક છે.

તો તમે કોણ છો? કમેન્ટમાં જવાબ લખજો…

અને સાથે એમ પણ જણાવજો કે જીવનમાં કોના જેવું બનવું જોઈએ, બટેટા ઈંડુ કે કોફી?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version