તમારામાંથી ઘણા એવા ઓછા લોકો હશે જેને દરરોજ સવારે કસરત કરવાની આદત હોય. કારણ કે આપણા બધાનું જીવન અત્યારે એ રીતે વ્યસ્ત થઈ ગયું છે કે આપણા માટે જરૂરી ચીજો નો પણ ટાઇમ કાઢવો ખૂબ મુશ્કેલ બની જાય છે. અને આના કારણે જ લોકો દિવસેને દિવસે વધુ રોગોથી પીડાય છે તેમજ તેઓનું આયુષ્ય પણ ધીમે ધીમે ઘટતું જાય છે.
આપણા આજના બદલાતા ખોરાક ને ધ્યાનમાં લઈએ તો આપણા આજના જંકફૂડ તેમ જ બીજા વધુ ચરબીવાળા ખોરાક ના હિસાબે પણ ઘણા રોગો આપણા શરીરમાં ઘર કરી જાય છે. એ જ રીતે જો પહેલાંની વાત કરીએ તો આપણા જ સગા સંબંધીઓ તેમ જ આપણા જ પૂર્વજો કસરત કરીને તેમ જ કસરત કર્યા વગર પણ તંદુરસ્ત રહેતા હતા.
સૂર્ય નમસ્કાર ની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગાસનના દરેક આસનોમાં સર્વ શ્રેષ્ઠ આસન છે. માત્ર 12 સ્ટેપના આ આસનને કારણે તમારા શરીરમાં સંપૂર્ણ યોગ નો ફાયદો પહોંચાડી શકાય છે. અને સૌથી મહત્વનું કે સૂર્ય નમસ્કાર સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો તેમજ આપણા જેવા યુવાનો માટે ઉપયોગી છે.
બાર યોગાસનોને જોડીને બનેલું આ સૂર્ય નમસ્કાર ના દરેક આસનનો એક મહત્વ છે. સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવા તેમ જ તેમાં ક્યા ક્યા 12 આસન નો સમાવેશ થાય છે તે લગભગ બધાને ખબર હશે. કારણકે દરેકને ભણવામાં પણ સૂર્ય નમસ્કાર આવ્યું હશે. સૂર્ય નમસ્કાર કરવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે પરંતુ આજે અમે તેના અમુક મહત્વના ફાયદાઓ વિશે વાત કરવાના છીએ.
ચાલો જાણીએ સૂર્ય નમસ્કાર થી થતા ફાયદા વિશે
સાંધાનો દુખાવો
સાંધાનો દુખાવો એ આજકાલ સામાન્ય તેમ જ અઘરી સમસ્યા થઈ ગઈ છે. પરંતુ સૂર્ય નમસ્કાર કરવાથી સાંધાના દુખાવા, પીઠનો દુખાવો વગેરે દર્દોમાં આરામ મળે છે.
પાચનતંત્રને સારું બનાવે
સૂર્ય નમસ્કાર કરવાથી પેટની અંદર રહેલી માંસપેશીઓ મજબૂત થાય છે. જેના હિસાબે આપણી પાચનશક્તિ વધે છે. જે લોકોને કબજિયાત અપચો અથવા પેટને લગતી બીમારીઓ કે પેટમાં બળતરા થતી હોય તેઓએ સૂર્યનમસ્કાર કરવા જોઈએ. આવા લોકો માટે દર સવારે ખાલી પેટ સૂર્યનમસ્કાર કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે.
પેટની ચરબીને ઘટાડે
સૂર્યનમસ્કાર ની અંદર રહેલા આસનો તમારા પેટની અંદરની ચરબી ઘટાડવા મદદગાર સાબિત થઇ શકે છે. પરંતુ તેના માટે સૂર્ય નમસ્કાર નિયમિત ધોરણે કરવા જરૂરી છે.
તણાવ દૂર કરવા
આજકાલની જિંદગીમાં દરેકને ખૂબ જ તણાવ હોઈ શકે છે. પરંતુ સૂર્ય નમસ્કાર કરવાથી તમારા મગજને આરામ મળે છે તેમજ તમારી ચિંતાઓ દૂર થાય છે. તમારા શરીરની નર્વસ સિસ્ટમ શાંત થાય છે જેના હિસાબે જ તમારી ચિંતાઓ દૂર થાય છે. આ સિવાય આળસ ને પણ સૂર્ય નમસ્કાર દ્વારા ભગાવી શકાય છે.
આ સિવાય સૂર્યનમસ્કાર કરવાથી તમારા શરીરનું સંપૂર્ણ વર્કઆઉટ થાય છે જેથી તમારું શરીર જિમમાં જાઓ અને ફ્લેક્સિબલ થાય તેવું જ ફ્લેક્સિબલ થાય છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.