67 વર્ષની ઉંમરે ગઈકાલે દિલ્હીમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નું નિધન થયું હતું.
ગઈકાલે મોડી રાત્રે આ સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક પાઠવ્યો હતો અને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી સહિત ઘણી રાજનૈતિક, બોલીવુડ તેમજ અને ક્ષેત્રની હસ્તીઓએ પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.
જાણીતા ગાયક લતા મંગેશકર એ પણ ટ્વીટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું, તેમાં જણાવ્યું હતું કે આ સમાચાર સાંભળીને તેઓને આઘાત પણ લાગ્યો હતો અને દુઃખ થયું હતું.
જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ માંથી છેલ્લે જે ટ્વીટ જોવા મળી હતી જેમાં તેઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
ગઈકાલે એટલે કે ૬ તારીખે સાંજે 7:23 મિનિટે કરેલી આ ટ્વિટ તેની આખરી ટ્વીટ બની ગઈ હતી, તેને આ ટ્વિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી- તમારો આભાર. તમારો ખુબ ખુબ આભાર. હું મારા આખા જીવનમાં આ દિવસ જોવા માટે રાહ જોઈ રહી હતી.
प्रधान मंत्री जी – आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji – Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019
જણાવી દઈએ કે આ ટ્વિટમાં તેને આર્ટીકલ 370 હટાવવાની ખુશી વ્યક્ત કરી હતી, જેમાં પ્રધાનમંત્રીનો આભાર માનીને તેને કહ્યું હતું કે તે આખી જિંદગી આ દિવસની રાહ જોઈ રહી હતી.
જ્યારે ભારત ના આઝાદ થયા પછી થોડા સમય પછી કશ્મીરને જ્યારે આ કલમ અસ્થાઈ સમય માટે આપવામાં આવી હતી, તે કલમને હવે હટાવવામાં આવી છે.
ભૂતપૂર્વ વિદેશ મંત્રી એ કરેલી આ ટ્વિટ તેઓની છેલ્લી ટ્વિટ બની ગઈ હતી.
તેના નિધન પછી નરેન્દ્ર મોદીએ પણ 3 ટ્વીટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. આ સહિત દેશભરમાં અનેક લોકોએ તેના મૃત્યુનો શોક વ્યક્ત કર્યો હતો. તેમજ દરેક લોકોએ તેને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.