Site icon Just Gujju Things Trending

રોજ ખાઓ આ એક પાંદડુ પછી જુઓ કમાલ

આપણામાંથી મોટાભાગના ઘરોમાં તમાલપત્રનો ઉપયોગ મસાલા વગેરેમાં કરાતો હશે પરંતુ તેના ચમત્કારી ફાયદાઓ વિશે આપણને ખબર નહીં હોય. જણાવી દઈએ કે તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કદાચ એટલે જ આપણે વર્ષોથી તેનો ઉપયોગ મસાલા તરીકે કરતાં આવ્યાં છીએ પરંતુ આપણે કદાચ તેના સ્વાસ્થ્ય ના ફાયદા થી અજાણ હતા. તમાલપત્ર માં એન્ટીઓક્સીડેન્ટ જેવા ઔષધીય ગુણો રહેલા છે જે તમાલપત્ર ઘણા રોગથી બચાવે છે.

જો કોઈને પાચનતંત્ર સંબંધી સમસ્યા હોય તો તેનું નિવારણ તમાલ પત્ર થી થઈ શકે છે. આ સિવાય જો તમે સ્ટ્રેસમાં હોવ અને તમારી બાજુમાં તમાલપત્ર સળગાવો તો તેના ખુશ્બુદાર ધુમાડાથી આજુબાજુની હવા ફ્રેશ થઈ જશે. અને સાથે સાથે તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે. આ સિવાય તમાલપત્ર અને સળગાવવાથી કહેવાય છે કે મગજ શાંત રહે છે, મગજની નસોને આરામ મળે છે અને આ સિવાય પણ તમાલપત્રનું સેવન કરવાથી ઘણાં ફાયદાઓ મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે

જો તમારા દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્ર અને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી દો, હવે આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના દાંત ઘસી લો આનાથી દાંત મા રહેલી પીળાશ ઓછી થાય છે.

કિડનીની સમસ્યા હોય ત્યારે તમાલ પત્ર ખૂબ કામમાં આવી શકે છે. તમાલપત્ર અને પાણીમાં નાખી ઉકાળી લો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે.

તમાલપત્ર અને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લો, આની એક ચમચી દરરોજ ત્રણ વખત પાણીમાં લેવાથી ડાયાબિટીઝના દરદીઓને લાભ મળે છે. લોહીમાં રહેલું સુગર ઘટવા લાગે છે.

સાંધાના દુખાવા માટે કઈ રીતે કરશો ઉપયોગ? તમાલ પત્ર ના 3-ચાર પાંદડાને એક ક્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી અડધા ગ્લાસ જેટલું બચે ત્યારે તેને ગળીને રોજ ત્રણ વાર પીવો. આનાથી પેશાબ વધુ આવે છે તેમ જ શરીર નો દુખાવો ઓછો થઈ જાય છે.

આપણને જ્યારે શરદી થાય ત્યારે પણ તમાલપત્ર કામ આવી શકે છે. શરદી ને લગતા રોગો પણ તમાલપત્રના ઉપયોગથી મટી શકે છે. આથી તમાલપત્ર અને માત્ર મસાલા સમજીને ખાવું નહીં પરંતુ તેના ઘણા બધા ફાયદાઓ છે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version