તમારી વહુ નોકરી કરે છે કે ઘરકામ? ત્યારે સસરાએ કહ્યું નોકરી કરે છે પરંતુ વહુ એ કહ્યું કે હું તો ઘરકામ…
દરવાજો ખખડાવવા ના અવાજને કારણે ઘરની શાંતિનો ભંગ થયો. સુરેશભાઈ પોતાના સોફા પર આરામથી ફેલાઈને સૂઈ રહ્યા હતા અને ટીવીમાં ન્યુઝ ચેનલ જોઈ રહ્યા હતા,. અવાજ આવ્યો એટલે તેને તેની વહુને અવાજ આપીને કહ્યું વહુ બેટા, જરા જુઓ તો કોણ આવ્યું છે?
રસોડામાંથી તરત જ હાથ ધોઈને અનિતા ઝડપથી દરવાજા સુધી પહોંચી અને દરવાજા પર ઉભી રહેલી સ્ત્રીએ હસીને અનિતા ને કહ્યું મહિલાઓની સ્થિતિ ઉપર હું એક સર્વે કરી રહી છું. મારે એના માટે જ એક જાણકારી જોઈતી હતી.
હજુ અનિતા કંઈ પણ જવાબ આપે તે પહેલા તેના સસરા સુરેશભાઈ પણ બહાર આવી ગયા. તેના ચહેરા પર પણ ઉત્સુકતા હતી તેને પૂછ્યું કોણ આવ્યું છે વહુ બેટા?
ત્યારે અનિતા કંઈ જવાબ આપે તે પહેલા આવેલી સ્ત્રી એ જ તેને કહ્યું કે દાદા હું સર્વે કરવા માટે આવી છું. એટલે સુરેશભાઈએ તરત જ કહ્યું કે અરે હા બોલો બોલો શું પૂછવું છે તમારે?
સ્ત્રીએ સવાલ પુસ્તક કહ્યું કે તમારી વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?
અનિતા વર્ષોથી ઘરકામ કરી રહી હતી, એટલે તે હજી પોતે હાઉસવાઈફ છે એમ કહેવા જઈ રહી હતી એવામાં જ તેના સસરા સુરેશભાઈએ જાણે ગર્વથી જવાબ આપતા હોય તેમ કહ્યું કે તે નોકરી કરે છે.
તે સ્ત્રીએ થોડી જીજ્ઞાશા સાથે પૂછ્યું કે નોકરી કયા પદ પર છે અને કઈ કંપનીમાં કામ કરી રહી છે?
હવે તો અનિતાના સાસુ પણ બહાર આવી ગયા હતા. સુરેશભાઈએ તેની પત્ની અને તેના દીકરાની વહુ બંને સામે જોઈને કહ્યું કે તે એક નર્સ છે, અમારા જીવનની સંભાળ લે છે. અમારી શાંતિથી ઊંઘનું કારણ છે, અને તેના કારણે જ હું અહીં સોફા પર ફેલાઈને ટીવી જોઈ શકું છું.
અને એટલું જ નહીં અનિતા બેબી સીટર પણ છે, બાળકોની સાર સંભાળ જાતે જ કરે છે અને તેનું બધું જ કામ તેની જવાબદારી એ ચાલે છે. રાતે બાળકોને સુવડાવવા હોય ત્યારે તેનો સહારો મળે પછી જ બાળકોને નીંદર આવે છે.