આપણા બધાના ઘરે તાંબાના વાસણ હશે, અને લગભગ બધા ના ઘરે આ બધા વાસણો જુના હશે કારણકે આપણી વાત અલગ છે પરંતુ આપણા વડીલો તાંબાના વાસણનો ઘણો ઉપયોગ કરતા હતા. આથી જો એ વાસણ સાચવેલા હોય તો આપણી પાસે અત્યારે ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે. તેના ફાયદા પણ તમને ચોંકાવી નાખે એવા છે.
આયુર્વેદ અનુસાર, તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના ત્રણે દોષ વાત, કફ અને પિત દૂર થઈ જાય છે. પરંતુ આના માટે તાંબાના વાસણમાં ઓછામાં ઓછુ આઠ કલાક પાણી રાખવું જોઈએ. હકીકતમાં જ્યારે પાણીને તાંબાના વાસણમાં રાખવામાં આવે છે ત્યારે તાંબુ પાણીમાં ઊતરે છે અને એના ઘણા સારા તત્વો પાણીમાં મળી જાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તાંબામાં રાખેલું પાણી ક્યારે પણ વાસી થતું નથી.
ચાલો જાણીએ તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદાઓ વિશે…
પાચનક્રિયા માટે
પાટણ ક્રિયામાં તકલીફ હોય તો આ રોગો થવાની સંભાવના રહે છે. પરંતુ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. તાંબાના પાણીમાં એવા તત્વો નુકસાનકારક અને શરીર માટે નકામા એવા બેક્ટેરિયાને ખતમ કરી નાખે છે. આ સિવાય પેટમાં રહેલા સોજાને પણ ઉતારવામાં મદદ કરે છે. આ સિવાય અલ્સર અપચો અને ઈન્ફેક્શન જેવી પેટને લગતી બીમારીઓ મા અસરદાર ઉપાય બની શકે છે. અને જો તાંબામાં રાખેલું પાણી સવારે ખાલી પેટે પીવામા આવે તો ઘણો ફાયદો મળી શકે છે.
ત્વચા માટે
આપણી ત્વચા, વાળ અને આંખો માટે ફાયદાકારક પિગમેંટ મિલેનીન હોય છે! મિલેનીન ત્વચા ને સન ડેમેજ થી બચાવે છે. જણાવી દઈએ કે તાંબુ આના નિર્માણ માટે મુખ્ય સ્ત્રોત બની શકે છે. આ સિવાય, તાંબુ ત્વચા ની નવી કોશિકાઓના નિર્માણ માં મદદગાર સાબીત થઈ શકે છે.
વજન ઘટાડવા માટે
વજન ઘટાડવા માટે આપણે ઘણું કરતા હોય પરંતુ છતાં જો વજન ઓછો ન થતો હોય તો, સાથે આ તાંબાનું પાણી પીવાનો પ્રયોગ કરી શકો છો. આનાથી ફાયદો થઇ શકે છે અને વજન ઝડપથી ઊતરી શકે છે.
હ્રદય રોગ માટે
આજકાલ તમે જોઈ રહ્યા હશો કે જેની વય ઓછી હોય તેને પણ રદય રોગ ની સમસ્યા રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તાંબાનું પાણી પીવાથી આ સમસ્યામાં ફેર પડી શકે છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી હતી કે તાંબુ માણસનો બ્લડ પ્રેશર અને હૃદય ના ધબકારા કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે. માટે આવી હૃદયને લગતી બીમારીઓ નું જોખમ ઘટાડવા માટે તાંબાનો આ પ્રયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બેક્ટેરિયા ની સફાઈ માટે
આપણા શરીરમાં જરૂરી અને બિન જરૂરી એવા અસંખ્ય બેક્ટેરિયા હોય છે. આમાંથી જેઓ બિનજરૂરી બેક્ટેરિયા છે તેની સફાઈ થવી જરૂરી છે નહીંતર શરીરમાં તકલીફ પડે છે. તાંબાનું પાણી પીવાથી આ સમસ્યામાં ઘણો ફેર પડે છે. કારણકે રાત ભર રાખેલું પાણી સવારે પીવાથી કમળા અને બીજી અનેક બીમારીઓથી સુરક્ષા મળે છે. જ્યારે પાણી અશુદ્ધ હોય એવું લાગતું હોય ત્યારે આ પ્રયોગ અચૂક કરવો જોઇએ.
આ સિવાય પણ તાંબાના પાણી પીવાના ઘણા ફાયદાઓ છે, આથી દરરોજ રાત્રે પાણીને તાંબાના વાસણમાં રાખી સવારે નરણા કોઠે પીવાથી ઘણા ફાયદાઓ મળી શકે છે.