Site icon Just Gujju Things Trending

ટી.સી.એ પુછ્યુ ટ્રેનમાં મળેલું આ પર્સ તમારું જ છે તેનો શું પુરાવો? આના જવાબમાં પેલા વ્યક્તિએ કહ્યું કે…

એક ટ્રેન જઈ રહી હતી. લોકલ ટ્રેન હોવાથી યાત્રીઓ થી જાણે ખચાખચ આખી ટ્રેન ભરેલી હતી, એવામાં ટ્રેનમાં ટિકિટ તપાસનાર ને એક જૂન અને અડધું ફાટેલું પર્સ મળ્યું. તેને પર્સ ખોલીને અંદર જોવાની કોશિશ કરી માત્ર એ જ કારણથી કે કદાચ કંઈક અંદર એવું મળી જાય જેથી પર્સની ઓળખાણ થઈ શકે કે આ કોનું છે.

તેને પર્સ ખોલીને દરેક ખાનાં ચેક કર્યા પરંતુ એક પણ વસ્તુ એવી મળી નહીં જેનાથી ખબર પડી શકે કે આ પર્સ કોનું છે. પર્સમાં માત્ર થોડા પૈસા હતા અને ભગવાન કૃષ્ણની એક ફોટો હતી, પછી તેને પેપર્સ અને હવામા ઉપર રાખીને થોડું હલાવીને પછી પૂછ્યું કે આ પર્સ કોનું છે?

બધાનું ધ્યાન તે તરફ ગયું પરંતુ એક પછી એક લોકોએ પર્સ જોઈને પોતાનું પર્સ તપાસી લીધું લગભગ ત્યાં હાજર દરેક લોકોનું પર્સ બરાબર સુરક્ષિત હતું. આથી કોઈ કંઈ બોલ્યું નહીં એવામાં એક યાત્રી જેઓ પણ ટ્રેનમાં મોજૂદ હતા તેને કહ્યું કે આ પર્સ મારુ છે અને મને આપી દો. આથી તેને પૂછ્યું કે તમારે આ સાબિત કરવો પડશે કે આ પર્સ ખરેખર હકીકતમાં તમારું જ છે.

જો તમે સાબિત કરી શકશો કે આ પર્સ તમારું છે તો જ હું તમને આ પર્સ પાછું આપી શકું છું. આ બધું સાંભળીને પેલા વૃદ્ધ વ્યક્તિ થોડું હસી પડ્યા. તે જ્યારે હસીયા ત્યારે ખબર પડી કે તેઓના મોઢામાં દાંત નથી. તેઓ હસીને જવાબ આપ્યો એમાં ભગવાન શ્રીકૃષ્ણની ફોટો છે.

પેલા માણસે કહ્યું કે આ કોઈ મજબૂત સબૂત કહી શકાય નહીં, કારણ કે ભગવાન ની ફોટો તો કોઈપણ ના પર્સમાં હોઇ શકે છે. એમાં નવીન શું વાત છે?

પર્સમાં તમારી ફોટો હોય તો એક શબ્દ કહી શકાય, પેલા વૃદ્ધ વ્યક્તિ એ ઊંડો શ્વાસ લઈ અને પછી કહ્યું કે હું તમને જણાવું છું કે હમણાં મારી બદલે ભગવાન ની ફોટો શું કામ છે? આમાં મારી ફોટો શું કામ નથી તેનું કારણ તમને જણાવું છું.

જ્યારે હું સ્કૂલમાં ભણી રહ્યો હતો ત્યારે આ પર્સ મને મારા પિતાએ આપ્યું હતું. એ સમયે મને ખીચા ખર્ચે માટે રૂપિયા પણ મળતા હતા. ત્યારે મેં આ પર્સમાં મારા માતા-પિતાની ફોટો રાખી હતી.

જ્યારે હું થોડો મોટો થઇ ગયો અને કિશોર અવસ્થામાં પહોંચ્યો ત્યારે મને મારા શરીર પર ગર્વ હતો અને મેં મારા પર્સમાં માતા પિતાની ફોટો કાઢીને પોતાની ફોટો લગાવી લીધી. મારા સુંદર ચહેરાને અને વાળને નિહાળીને હું ખૂબ જ ખુશ રહ્યા કરતો.

થોડા વર્ષો પછી મારા લગ્ન થઈ ગયા મારી પત્ની પણ ખૂબ જ સુંદર હતી અને હું તેને ખૂબ જ પ્રેમ પણ કરતો હતો, હવે મેં મારી પર્સમાંથી મારી પોતાની ફોટો દૂર કરીને તેની લગાવી દીધી. કલાકો સુધી એનો ચહેરો નિહાળ્યા કરતો મને જરા પણ કંટાળો આવતો નહીં.

અને શું કામ ન નિહાળ તેનો ફોટો જ નહીં તે પોતે પણ ખૂબ જ સુંદર હતી. થોડા વર્ષો પછી અમને બંનેને એક સંતાન થયું અને આ સાથે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો, બાળકો સાથે સમય વિતાવવા માટે હું કામ પર પણ થોડો ઓછો સમય આપતો હતો.

થોડો મોડેથી કામ પર જતો અને વહેલા જ ઘરે પાછો આવી જતો. અને હા કહેવાની પણ જરૂર નથી હવે મારા પર્સમાં મારા બાળકોની ફોટો આવી ગઈ હતી.

હવે તે વૃદ્ધ વ્યક્તિનો અવાજ થોડો બદલાયો પણ તેને બોલવાનું ચાલુ રાખ્યું કે ઘણા વર્ષો પહેલા મારા માતા પિતા નો સ્વર્ગવાસ થઈ ગયો, ગયા વર્ષે મારી પત્નીએ પણ મારો સાથ છોડી દીધો.

મારો એકનો એક દીકરો હતો ત્યારે પોતાના પરિવારમાં ખૂબ જ વ્યસ્ત છે, તેને મારી સાર સંભાળ રાખવાનો સમય નથી. જેને મેં ખુબ જ પ્રેમ કરીને મોટા કર્યા હતા, તે જ સંતાનો હવે મારાથી ખુબ જ દૂર નીકળી ગયા છે.

આથી હવે મેં મારા પર્સમાં ભગવાનની ફોટો લગાવી છે, મને આટલા વર્ષો પછી અહેસાસ થયો કે કાયમ માટે ભગવાન જ મારી સાથે છે. અને તે હંમેશા મારી સાથે રહેશે.

જો મને પહેલાં જ આ વાતનો અહેસાસ થઈ ગયો હોત તો કેવું સારું હતું. જેટલો પ્રેમ મે મારા પરિવાર સાથે કર્યો એટલો જ પ્રેમ જો મેં ભગવાન સાથે પણ કર્યો હોત તો આજે હું આટલો તો એકલો ન હોત.

પેલા માણસે તે વ્યક્તિની વાત સાંભળીને એક પણ શબ્દ બોલ્યા વગર તેને તેનું પર્સ પાછું આપી દીધું. આગલા સ્ટેશન ઉપર જેવી ટ્રેન ઊભી રહી કે તરત જ તે માણસ પ્લેટફોર્મ પર બનેલા બુક સ્ટોર પાસે પહોંચીને વેપારી ને કહ્યું કે શું તમારી પાસે ભગવાન ની ફોટો છે? મારે મારા પર્સમાં રાખવા માટે જોઈએ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version