Site icon Just Gujju Things Trending

જો તમે પણ વારંવાર ટચાકીયા ફોડતા હોવ તો આ વાંચી લેજો!

આપણામાંથી ઘણાં લોકોને ટચાકિયા ફોડવા ની આદત હોય છે, લોકો હાથ અને પગના ટચાકિયા ફોડતા રહેતા હોય છે. અને ઘણા લોકો માટે આ આદત એટલી બધી હદે હોય છે કે તેઓ થોડા થોડા સમયે પોતાની આંગળીમાં ટચાકીયા ફોડતા જ રહે છે. પરંતુ જણાવી દઇએ કે આ આદત તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા લોકો ને ટચાકિયા ફોડવા થી મજા આવતી હોય છે તો ઘણા લોકો માત્ર તેને મનોરંજન માટે કરતા હોય છે. પરંતુ આની આદત એ શરીર માટે બિલકુલ ફાયદાકારક નથી અને મોટા જોખમ ઊભા કરી શકે છે.

નિષ્ણાંત ડોક્ટરો અનુસાર આંગળીના ટચાકિયા ફોડવા થી ગઠીયા જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે અને માત્ર ગઠીયા જ નહીં પરંતુ ઘણી બધી બીમારીઓનું કારણ બની શકે છે, ચાલો જાણીએ તેના વિશે વધુ વિસ્તારમાં…

એક રિપોર્ટ અનુસાર આંગળીઓના ટચાકિયા ફોડતી વખતે આંગળી પર અને સાંધામાં દબાવ પડે છે જેનાથી સાંધામાં ખેંચ તાણ અનુભવાય છે અને આ એકબીજાથી દૂર થવા લાગે છે. અને શરીરના હાડકા એકબીજા સાથે લિગામેન્ટ થી જોડાયેલા હોય છે. જેને સાંધા પણ કહેવાય છે. અને આ સાંધા ની વચ્ચે દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ હોય છે જે લુબ્રિકેશન નું કામ કરે છે. અને જ્યારે આપણે વારંવાર ટચાકિયા ફોડ્યા કરીએ ત્યારે આ દ્રવ્ય ખત્મ થવા લાગે છે.

સાંધામાં દબાવ ઓછો થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ખાલી સ્થાનને ભરવા માટેનું કામ કરે છે, જેનાથી અંદર રહેલાં દ્રવ્યમા Bubbles બને છે. અને આ જ કારણ છે કે આપણે જ્યારે ટચાકિયા ફોડીએ ત્યારે અવાજ આવે છે.

એક વખત બબલ્સ ફૂટી જાય પછી તેને બનવા માટે ઓછામાં ઓછો ૨૦ મિનીટ થી લઈ અડધો કલાક જેવો સમય લાગે છે, અને આ જ કારણ થી જ્યારે આપણે ટચાકિયા ફોડ્યા પછી બીજી વખત ટચાકિયા ફોડીએ ત્યારે તેમાં અવાજ આવતો નથી.

જ્યારે વારંવાર ટચાકિયા ફોડ્યા કરીએ ત્યારે સાંધા નબળાં પડવા લાગે છે, અને દ્રવ્ય મા ગેસ ભળી શકતો નથી જેના કારણે ગઠીયા રોગ ઉત્પન્ન થઇ શકે છે.

આથી હવે જો તમને પણ ટચાકિયા ફોડવા ની આદત હોય તો બને તેટલી જલ્દી આ આદત ને ભૂલી જવી એ જ આપણા શરીર માટે અને આપણા ભવિષ્ય માટે સારી છે.

આ લેખને બને તેટલો શેર કરજો જેથી નાની પરંતુ મહત્વની માહિતી ની દરેક ને જાણ થાય, અને આવા લેખ દરરોજ મેળવવા માટે આપણું પેજ લાઈક કરી શકો છો, લાઈક કરવા માટે ઉપર રહેલું બ્લુ બટન દબાવી દો જેથી તમને નવા લેખ ની જાણકારી મળતી રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version