Site icon Just Gujju Things Trending

જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ 6 ખરાબ ટેવ હકીકતમાં છે સારી

આપણે નાનપણથી જ આપણા વડીલો અને આપણા સ્નેહીઓ તરફથી ઘણું બધું સાંભળતા આવ્યા હોઈએ છીએ જેમ કે આ ન કરવું જોઈએ તે ન કરવું જોઈએ, આ કરવું તે કુટેવ છે. આને સારી ટેવ માં બદલવી જોઈએ. વગેરે વગેરે, આથી ઘણી અમુક આદતો છે જે કુટેવ છે પરંતુ જેટલી સમજવામાં આવે છે એટલી નહીં. ઘણી આદતો જો વ્યવસ્થિત રીતે અપનાવવામાં આવે તો તે ફાયદામંદ સાબિત થઈ શકે છે, જોકે આ આદત અને કુટેવમાં બદલી દેવામાં આવે તો તે ઘાતક પણ નીવડી શકે છે.

ચાલો જાણીએ એવી આદતો વિશે…

નાનપણમાં તમે બધા જોડે કોઈને કોઈ વાર સાંભળ્યું હશે કે આઈસ્ક્રીમ ખાવો જોઈએ નહીં. પરંતુ વૈજ્ઞાનિકો અનુસાર આઇસ્ક્રીમ ખાવા થી તનાવમુક્ત રહી શકાય છે. દૂધ અને મલાઈ થી બનેલો આઈસ્ક્રીમમાં એમિનો એસિડ ટ્રિટોફેન હોય છે, જે મગજને શાંત કરવામાં મદદ કરે છે. આ સિવાય તે વ્યક્તિના મૂડમાં અને નિંદરમાં પણ સુધારો આવે છે.

નખ ચાવવાની ટેવો હોય અથવા અંગૂઠો ચૂસતા હોય તો આપણે બાળકોને તેવુ કરતા રોકીએ છીએ પરંતુ જણાવી દઇએ કે આવું કરવાથી એલર્જી થવાની સંભાવના ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. કેમકે તેના શરીરમાં પ્રતિરોધી તંત્ર એક ખાસ રીતે વિકસિત થઈ જાય છે. આ આદત જોકે સ્વાસ્થ્ય માટે સારી નથી પણ એટલી બધી હાનિકારક પણ નથી.

ઘણા લોકો કહે છે કે વજન ઓછું કરવા માટે ક્રેશ ડાયટિંગ કરીએ તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ક્રેશ ડાએટ કરવું તે સ્વાસ્થ્ય અને વજન ઓછું કરવા માટે કારગર ઉપાય છે. પરંતુ તેમાં પ્રોટીન યુક્ત આહાર વધુ હોવો જોઈએ.

ઘણા લોકોનું માનવું છે કે દોડવું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને આપણે દોડવું જોઈએ નહીં. પરંતુ એક્સપર્ટ કહેવાનું માને તો દરરોજ પંદરથી વીસ મિનિટ દોડવાથી ઓસ્ટિયોઆર્થરાઈટિસ નો ખતરો ઘણી હદે ઓછો થઈ જાય છે.

ઘણી વખત તમે સાંભળ્યું હશે કે પાસ્તા ખાઈએ તો તે ખરાબ ટેવ છે. પરંતુ પાસ્તા નું સેવન કરવાથી BMI અને પેટની ચરબી ઓછી થાય છે. પેટ ઓછુ કરવા માટે પાસ્તા નું સેવન અસરકારક ઉપાય છે, તમે તેને lunch અથવા સવારના નાસ્તામાં સામેલ કરી શકો છો.

એક અભ્યાસ અનુસાર જો લોકો દરરોજ એક ગ્લાસ બીયર અથવા વાઇન પીવે તો એવું માનવામાં આવે છે કે ડાયાબીટિઝનો ખતરો ૫૩ ટકા જેટલો ઓછો થઈ જાય છે. દારૂનું સેવન કરવાથી ઇન્સ્યુલિન પ્રતિ કોશિકાઓની સંવેદનશીલતા વધી જાય છે. એટલું જ નહીં આનાથી અલ્ઝાઇમરનો ખતરો પણ ઘણો ઓછો થાય છે. પરંતુ જેટલા ફાયદા છે તેથી પણ વધુ નુકસાન મળી શકે છે, જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં ન આવે તો.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version