આજકાલ આપણા ખોરાકને લીધે તેમજ આપણી શરીર પ્રત્યે ની બેદરકારીને લીધે આપણો વજન વધતું જ રહે છે. આમાં વજન ઘટાડવામાં ઘણી વખત આપણે કોશિશ કરતા હોઈએ છીએ પરંતુ નાકામ જતા હોઈએ છીએ. ત્યારે આજે અમે કેટલીક વાનગીઓ નું લિસ્ટ બનાવીને લઈ આવ્યા છીએ જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. અને સાથે સાથે શરીરમાં પણ બીજા ફાયદાઓ થાય છે.
ટમેટા
ટમેટા વજન ઘટાડવામાં મદદ કરે છે. રોજ સવારે ટમેટાનો જ્યુસ પીવાથી નિયમિત પણે અને લાંબા સમયે વજન ઘટાડવામાં મદદ કરે છે.
પપૈયા
પેટની એક્સ્ટ્રા ચરબી ઘટાડવામાં પપૈયા ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. જો નિયમિત પણે અને લાંબા સમય સુધી પપૈયાનું સેવન કરવામાં આવે તો જ તેનો ફાયદો મળે છે.
મધ
મધ ના નુસખા વિશે લગભગ તમને બધાને ખબર હશે કારણકે આપણે આની પહેલા પણ જણાવી ચૂક્યા છીએ. રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
લીમડો
લીમડો માત્ર મસાલામાં અને ખાવામાં જ સ્વાદ વધારે છે એવું નથી. તે શરીર માટે ઘણો ફાયદાકારક છે. તેમાં લેક્સેટિવ નામનું એક તત્ત્વ હોય છે જે શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
અંકુરિત અનાજ
જેના ઇંગ્લિશમાં sprouts કહેવામાં આવે છે એવા અંકુરિત અનાજમાં ફાઇબર અને ન્યુટ્રિયન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. અને ઘણાંખરા ડોક્ટર ડાયેટ પ્લાનમાં પણ સૂચવે છે. અને આનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
દહી
તમને કદાચ આશ્ચર્ય લાગશે કે વજન ઘટાડવા માં દહી કઈ રીતે મદદ કરે? પરંતુ જણાવી દઈએ કે દહીંમાં મોજૂદ પ્રોબાયોટિક મેટાબોલીઝમ અસરકારક બનાવવામાં મદદ કરે છે. આનો પ્રમાણસર અને નિયમિત પણે ઉપયોગ કરવાથી વજન ઘટાડી શકાય છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.