ભારતમાં આ 5 જગ્યા પર જતાં પહેલાં લેવી પડે છે પરમિશન

ભારત માં ફરવા માટે તમને ઘણી જગ્યાઓ મળી શકે છે, અને દરેક જગ્યાઓનું ત્યાંનું એક અલગ મહત્વ છે. આમ તો આપણને દરેક જગ્યાએ ફરવું ગમે છે કારણ કે લગભગ જ કોઈ એવું હશે જેને ટ્રાવેલીંગ ન પસંદ હોય, પરંતુ આપણા ભારતની જ વાત કરીએ તો અમુક જગ્યાએ આપણે પરમિશન લઈને જવું પડે છે. જો તમે પરમીટ વગર જાવ તો તમને એન્ટ્રી મળતી નથી. આ નિયમ દરેક ભારતીય તેમજ વિદેશીઓ માટે લાગુ પડે છે.

1. મિઝોરમ

આ પ્રદેશમાં મોટાભાગે આદિવાસીઓની પ્રજાતિ છે. અને તેઓના ધાર્મિક રીતિ-રિવાજ અને કલ્ચર બંને બિલકુલ અલગ છે. મિઝોરમ મા ફરવા માટે ફવાંગપુઈ હિલ્સ, વનતાવાંગ ફોલ, ચિંગ પુઈ હેરિટેજ સાઈટ અને લોકલ ડાન્સ જેવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓ મા આકર્ષણ પેદા કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેને જોવા જતાં પહેલાં આપણે પરમિટ લેવી પડે છે.

2. નાગાલેન્ડ

જો તમે નાગાલેન્ડ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે ત્યાં જતાં પહેલા ઈનર લાઈન પરમિટ લેવી પડે છે. નાગાલેન્ડમાં અમુક ટુરિસ્ટ ડેસ્ટિનેશન આવેલા છે જેને જોવા માટે તમારે પરમિટ લેવી જ પડે છે.

3. લદ્દાખ

ભારતની સૌથી ખૂબસૂરત સૌંદર્ય માનું એક લદાખ નું નામ સાંભળતા જ તમારી સામે તેનું ચિત્ર તૈયાર થઈ જાય છે. પરંતુ જણાવી દઈએ કે ત્યાં પણ ફરવા જવા માટે પરમિશન લેવી જરૂરી છે, કારણ કે પાકિસ્તાન અને ચીન ની સીમાઓ થી જોડાયેલા હોવાથી આ પ્રદેશમાં જતા પહેલા પરમિટ લેવી પડે છે.

4. અરુણાચલ પ્રદેશ

તમને કદાચ માનવામાં ન આવે પરંતુ અરુણાચલ પ્રદેશમાં જતાં પહેલાં ત્યાંના મૂળ ની ન હોય એવી વ્યક્તિએ પરમિશન લેવી પડે છે. આ રાજ્ય પણ ચીન અને મ્યાનમારની સીમાઓ સાથે જોડાયેલો છે, જેના કારણે અહીં જાતા પહેલા પરમિટ લેવી પડે છે.

5. સિક્કિમ

સિક્કિમ એ ભારતના પ્રવાસીઓ માટે ની મનપસંદ જગ્યાઓમાંથી એક છે પરંતુ ત્યાં જતાં પહેલાં પરમિટ લેવી પડે છે કારણકે આ પ્રદેશ પણ ત્રણ દેશની સીમાઓ થી જોડાયેલો છે. અને ચારે બાજુ પહાડોથી ઘેરાયેલા સિક્કિમમાં અમુક જગ્યાઓ પર રેશન છે જ્યાં જતા પહેલા પરમીટ હોવી જરૂરી છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team