તિરુપતિ બાલાજીના 7 એવા રહસ્યો, જે તમે જાણીને દંગ રહી જશો

ભારતમાં અત્યંત પ્રસિદ્ધ મંદિરો આવેલા છે એમાંથી જ એક મંદિર કે જે અત્યંત પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે તે તિરુપતિ બાલાજી નું મંદિર ક્યાં આવેલું છે તે લગભગ બધા લોકો જાણતા જ હશે. તેમ છતાં જણાવી દઈએ કે આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે.

આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીજી ની મૂર્તિ અત્યંત ભવ્યતાથી વિરાજમાન છે. ભગવાન વેંકટેશ્વર સ્વામી કે જેને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે તેની મૂર્તિ ત્યાં વિરાજમાન છે.

આ મંદિર વિશે તમે ઘણું બધું જાણતા હશો કારણ કે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે અને લગભગ જ કોઈ હશે જે આ મંદિરથી અજાણ હોય. પરંતુ આ મંદિર ના અમુક રહસ્યો એવા છે જે લગભગ ઘણા ઓછા લોકો જાણતા હશે. તો ચાલો તમને જણાવીએ આ મંદિરના રહસ્યો વિશે…

જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે મંદિરમાં જ્યારે મૂર્તિને બહારથી જોઈએ તો મૂર્તિ તમને સહેજ જમણી બાજુ હોય તેવું દેખાય અને જ્યારે આપણે મૂર્તિને ગર્ભગૃહમાં અંદર થી જોઈએ તો અંદરથી મૂર્તિ અત્યંત સેન્ટરમાં એટલે કે બિલકુલ મધ્યમાં દેખાય.

ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર લાગેલા વાળ ક્યારે ખરાબ નથી થતા, ક્યારેય વિખાઈ પણ નથી જતા અને તે હંમેશા મુલાયમ રહે છે. આવું શું કામ થાય છે તેનો જવાબ હાલ વૈજ્ઞાનિકો પાસે પણ નથી.

એવું માનવામાં આવે છે કે મંદિરના ગર્ભગૃહમાં એક દીપક છે જે તમે જાણીને દંગ રહી જશો કે આ જીવો હજારો વર્ષોથી એમ જ પ્રગટી રહ્યો છે એ પણ તેલ વિના. આ વાત ખરેખર ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી છે અને આવું શું કામ છે તેનો જવાબ આજ સુધી કોઈ પાસે નથી.

મંદિરનાં ગર્ભગૃહને હંમેશા ઠંડો રાખવામાં આવે છે,પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવું કર્યું હોવા છતાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીજી ની મૂર્તિ નું તાપમાન હંમેશા ઊંચું રહે છે અને આ ભગવાનની મૂર્તિને પરસેવો પણ આવે છે જે પૂજારી સમયાંતરે લૂછતાં રહે છે.

કપૂર ના ઘણા પ્રકાર હોય છે એમાંથી એક પ્રકારનું કપૂર એવું આવે છે જે ખાસ કપૂર હોય છે જેને પથ્થર પર લગાવવામાં આવે તો થોડા સમય પછી પથ્થર ચમકવા લાગે છે પરંતુ જણાવી દઈએ કે આ પ્રકારના કપૂરના ભગવાન વેંકટેશ્વર સ્વામીજી ની મૂર્તિ પર ઉપયોગ કરવામાં આવે તો તેનો મૂર્તિ પર કોઈ પ્રભાવ પડતો નથી.

એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીજીની મૂર્તિમાં જો કાન પાસે ધ્યાન દઈને સાંભળવામાં આવે તો ત્યાંથી સમુદ્રની લહેરો નો અવાજ આવે છે. આપણ એક ખૂબ જ વિચિત્ર અને અત્યંત આશ્ચર્યજનક બાબત છે.

જણાવી દઈએ કે તિરુપતિ બાલાજી મંદિરમાં લગભગ ત્યાંથી 20 થી પણ વધુ કિલોમીટરના અંતર એ આવેલું એક ગામડું છે તે ગામડામાંથી જ મંદિર માટે ફૂલ ફળાદી તેમજ ઘી વગેરે આવે છે. અને આ ગામડામાં બહારના વ્યક્તિઓ નો પ્રવેશ પણ નિષેધ છે. એવું માનવામાં આવે છે કે આ ગામડાના લોકો ખૂબ જ જૂની જીવન શૈલીનો ઉપયોગ કરે છે.

શું તમે આ રહસ્યો પૈકીના એક પણ રહસ્ય પહેલેથી જાણતા હતા? કમેન્ટ કરીને અચૂક જણાવજો, જો તમે પણ તિરુપતિ બાલાજીના ભક્ત હોય તો કોમેન્ટમાં જય બાલાજી કમેન્ટ કરજો

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team