એક કપલ હતું, તેઓના લગ્ન થયા ને લગભગ અગિયાર વર્ષ જેવો સમય વિતી ગયો હતો, ત્યાર પછી તેઓને એક દીકરાનો જન્મ થયો. કપલ ખુબ જ ખુશ થયું અને તેનો પરિવાર પણ ખૂબ જ ખુશ થયો.
અને શું કામ ખુશ ન થાય કારણ કે આખરે તેનું ઘરે 11 વર્ષ પછી સંતાન આવ્યું હતું. તે કપલ પણ ખૂબ જ પ્રેમાળ હતા, અને તેઓ પોતાના દીકરાને ખૂબ જ સાર સંભાળ થી સાચવતા અને તેને ખૂબ જ પ્રેમ કરતા.
ધીમે ધીમે સમય વીતતો ગયો, દીકરો એક વર્ષનો થઈ ગયો. એક વર્ષમાં થયા પછી બંને કપલ એ નક્કી કર્યા પ્રમાણે તેના એક વર્ષના જન્મદિવસના ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. દરેક લોકોને જન્મદિવસ માટે આમંત્રણ પણ અપાયું હતું, અને ખૂબ જ ધામધૂમથી જન્મદિવસ ઉજવ્યો.
કપલ એકદમ ખુશ હતું, ધીમે ધીમે સમય વીતતો ગયો. અને જોતજોતામાં છોકરો આશરે બે વર્ષનો હશે, ત્યારે અચાનક એક સવારે પતિએ એક દવાની શીશી ખુલ્લી જોઈ, પરંતુ તેને કામે જવાનું મોડું થતું હોવાથી તેને તેની પત્નીને કહ્યું કે, સાંભળ જરા આ દવાની શીશી બંધ કરીને અલમારી માં રાખી દે. હું કામે નીકળું છું.
બીજી બાજુ રસોડામાં ડૂબી ગયેલી માતાએ, પોતાના પતિએ કીધેલી આ વાત સાંભળી તો ખરી. પરંતુ તે દવાની શીશી બંધ કરવાનું ભૂલી ગઈ, અને પોતાના કામમાં વળગી રહી.
એવામાં છોકરા ની નજર તે શીશી પર પડી, અને તે રમતા રમતા શીશી તરફ જતો રહ્યો. શીશીમાં અંદર રહેલી દવા ના કલરના આકર્ષણને લીધે તે શીશી અડકી ને જોવા લાગ્યો, અને જોતજોતામાં શીશીમાંથી બધી દવા પી ગયો.
આ દવાની શીશી હકીકતમાં માત્ર પુખ્ત વયના લોકો માટે ઝેરી દવા હતી, અને એ પણ ખુબ જ નાના ડોઝમાં લેવાની આ દવા હતી.
માતાનું ધ્યાન થોડીવાર પછી બાળક પર ગયું તો, તે જમીન પર એમને પડ્યું હોવાથી ગભરાઈ ગયેલી માતાએ તુરંત જ બાળકને હોસ્પિટલ લઇ ગઈ, જ્યાં તે બાળકને મૃત્યુ થઈ ગયું.
માતા ખૂબ જ ડરી ગયેલી અને અત્યંત શોકમાં આવી ગઈ. તે પોતાના પતિને કઇ રીતે જવાબ આપશે, તે પોતાના પતિનો સામનો કઈ રીતે કરશે? અંદરને અંદર આવા વિચારો તેના મગજમાં ઘૂમવા લાગ્યા.
જ્યારે પિતાને આ વાતની ખબર પડી ત્યારે તે તુરંત જ હોસ્પિટલ આવ્યા અને આવીને મૃત બાળકને જોયો, ત્યાર પછી તેને પોતાની પત્ની સામે જોયું અને માત્ર ચાર શબ્દ બોલ્યો. એ ચાર શબ્દો ક્યા હશે તેનો અંદાજો લગાવી શકો?
પતિએ પોતાની પત્નીના ખાલી એટલું જ કહ્યું કે આઈ લવ યુ ડાર્લિંગ. પતિનું આવું કોણ તારી ઓ વલણ એ આમ જોવા જઈએ તો એક પ્રકારનું ખૂબ જ ગંભીર વર્તન જણાવ્યું. બાળક મૃત્યુ પામ્યો હતો. તે કોઈપણ સંજોગોમાં પાછો આવી શકે નહીં. આથી તેની માતામા વાંક કાઢવાનો કોઈ પોઈન્ટ જ હતો નહીં. એનાથી અલગ જો તેને જ એ શીશી સમય કાઢીને દૂર મૂકી દીધી હોત, તો આ ન બન્યું હોત, એકબીજા પર આરોપ મૂકવાનું કોઈ અર્થ નથી.
માતાએ પણ પોતાના એકના એક દીકરાને ગુમાવ્યો છે. માતાને અત્યારે સૌથી વધુ જરૂર દિલાસા ની અને પોતાના પતિ ના સાથ ની જરૂર હતી. આથી પતિએ તેને એ જ આપ્યો.
****
ક્યારેક આપણે માત્ર એ જ પૂછવામાં સમય બગાડતા હોઈએ છીએ કે કોણ જવાબદાર છે, અથવા પછી કોને જવાબદાર ગણવાનો છે, એ પછી સંબંધ હોય, નોકરી હોય કે પછી આપણે કોઈ જાણતા હોય એવા લોકો હોય આપણે એ જ વિચારતા હોઈએ છીએ! આના થી સંબંધની મહત્વતા જળવાતી નથી અને, સંબંધનું મહત્વ આપણે પણ સમજી શકતા નથી. કે કોઈપણ સંબંધ ને સાચવીએ તો આપણને એ સંબંધમાં કેટલો સપોર્ટ મળે છે તે આપણે સમજી શકતા નથી.
ગમે તેમ તો પણ આખરે આપણે જેને સૌથી વધુ પ્રેમ કરતા હોય તેને માફ કરી દેવું તે દુનિયાનું સૌથી આસાન કામ છે કે નહીં?
કોઈને પણ માફી આપ્યા વગર ખુદની જાતને દુઃખી ના કરો, અને તમારા દુઃખ, ચિંતા સ્ટ્રેસ ને વધારો નહીં. તમારી અંદર રહેલા સ્વાર્થ ને, તમારી ખરાબ આદતો, માફી ન આપવાની જીદ, ડર આ બધાનો ત્યાગ કરી નાખો. ત્યાર પછી તમને જીવન તમે વિચાર્યું છે એટલું અઘરું નહીં લાગે.
જો દરેક લોકો જિંદગીને આ દ્રષ્ટિકોણથી જોવા લાગે તો, આ દુનિયામાં ઘણી ઓછી સમસ્યાઓ રહેશે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય અને તમે પણ આ દ્રષ્ટિકોણ સાથે સહમત હોય તો શેર અચૂક કરજો. અને આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપજો.