Site icon Just Gujju Things Trending

શું તમે તો નથી કરી રહ્યાને ઠંડીમાં આ કામ? જો કરતા હોવ તો…

મોટાભાગે આપણે બધાને એક વર્ષમાં ત્રણ ઋતુનો સામનો કરવો પડે છે, શિયાળો ઉનાળો અને ચોમાસુ. દરેક ઋતુનાં પોતાના ફાયદા પણ છે સાથે સાથે દરેક ઋતુનાં પોતાના નુકસાન પણ છે.

જેમ કે જેમ જેમ મોસમ બદલાય તેમ તમારી શરીરની ત્વચા, તમારી તબિયત અને તમારા શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. પરંતુ ઘણી વખત બદલાતા મોસમની સાથે આપણી આદત જુની હોવાથી આપણે એવા કામ કરી બેસીએ છીએ જે કદાચ આપણને નવી સમસ્યાઓ ઉભી કરી શકે, આથી ઠંડીમાં એટલે કે શિયાળામાં જો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થી બચવું હોય તો આવા તો ખાસ ધ્યાનમાં રાખજો

શિયાળામાં ઠંડી થી બચવા માટે લોકો અવનવા પ્રયોગ કરતા રહે છે, તો ઘણા લોકો ખૂબ બધા કપડા પહેરતા હોય છે. પરંતુ વધુ કપડાં પહેરવામાં આવે તો તે આપણા શરીરમાં ગરમી પેદા કરે છે અને જ્યારે તે કપડાં ઉતારી અત્યારે ઠંડી હોવાને કારણે આપણું શરીર બીમાર પડી શકે છે. આથી શિયાળાના દિવસોમાં શરીરને અનુકૂળ હોય એટલા કપડાં પહેરવા, પરંતુ વધારે પડતા કપડાં પહેરવાની ટેવ પાડવી નહીં.

આપણામાંથી ઘણા લોકો હશે જે કાયમ સવારે કસરત કરતા હશે અથવા વોકિંગ કે જોગીંગ કરતા હશે. પરંતુ ઠંડી ના હિસાબે શિયાળામાં આપણી આદત ફરી જાય છે, ઘણા લોકો વહેલી સવારે નથી શકતા હોવાથી વર્કઆઉટ કરવાનું છોડી દે છે અને મોટાભાગે તેઓ ઘરે જ રહેતા હોય છે. આવું કરવાથી શરીરમાં લોહીના પરિભ્રમણ પર અસર પડી શકે છે. ક્યારેક ક્યારેક વધુ ઠંડી નો પણ અહેસાસ થાય છે. આથી ઠંડીમાં પણ થોડું હરવા ફરવાની આદત પાડવી જોઈએ.

શિયાળામાં લોકોને સૌથી ઈરિટેટિંગ વસ્તુ લાગતી હોય તો તેમાં ત્વચા સૂકી થઈ જવાનું પણ આવે છે, અને એનાથી બચવા માટે લોકો જાત જાતના લોશન કે ક્રીમ લગાડતા રહે છે. પરંતુ ઘણી વખત વધારે પડતો ઉપયોગ કરવાથી ત્વચાને લગતી એલર્જી પણ થઈ શકે છે તો ત્વચાને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. ઘણી વખત આપણે વારંવાર ત્વચા પર કોઈ પણ થીમ લગાવતા હોઈએ તો આજુ બાજુમાં રહેલી ધૂળ-માટી અને બીજા બેક્ટેરિયા આવીને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

દરેક લોકો ને આ વાતની ખબર હશે કે જંકફૂડ શરીર માટે કેટલો નુકસાનકારક સાબિત થઇ શકે છે. પરંતુ ઘણા લોકો વધારે પડતી મસાલેદાર અને જંક ફૂડ ખાવાનું પસંદ હોય છે. પરંતુ દરરોજ આવી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય જોખમાય છે અને વજન વધી શકે છે, સાથે કોલેસ્ટ્રોલ નો પણ ખતરો રહે છે. આથી બને તેટલું Junk food ખાવાનું ટાળવું જોઈએ. જેથી હદય સ્વસ્થ રહી શકે.

દરેક લોકો ઠંડીમાં ઘરની અંદર કપડા સુકવે છે, પરંતુ ઘણા લોકો ને આ વાત ની ખબર હોતી નથી કે આ કપડાં માથી નીકળવા વાળા ઓર્ગેનિક કમ્પાઉન્ડ બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની બીમારી પેદા કરી શકે છે. આથી ઘરમાં કપડાં સૂકવવાનું ટાળવું જોઈએ.

ઉનાળામાં ખાસ કરીને આપણને ખૂબ પાણી પીવાની ટેવ હોય છે, પરંતુ ઘણી વખત શિયાળામાં આપણે ખૂબ ઓછું પાણી પીએ છીએ. તો ઘણા લોકો એટલા માટે પાણી નથી પીતા કે તેઓને પાણી ઠંડું લાગે છે. પરંતુ જણાવી દઈએ કે જો પાણી ઓછું પીવામાં આવે તો તેના હિસાબે પેટ અને કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે. અને શિયાળામાં આપણે પાણી ઓછું પીએ સાથે સાથે ચા અને કોફી વધારે પીએ તો શરીરમાં કેફીન પણ વધી જાય છે. આથી ભલે નવશેકુ ગરમ કરીને પણ પાણી પીવાની આદત પાડવી જોઈએ.

આ લેખને દરેક મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે શેર કરજો, જેથી અગમચેતી રાખીને ગંભીર બિમારીઓથી બચી શકાય. અને આપણું શરીર સ્વસ્થ રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version