ટ્રેનમાં લોઅર બર્થ યુવતીએ આપવા માટે કહ્યું છોકરાએ ના પાડી તો યુવતીએ એવું કહ્યું કે છોકરો…

આજકાલ સોશિયલ મીડિયા પર જાતજાતની વાતો વંચાવા મળે છે. લોકો પોતાના અનુભવો, પોતાની સાથે બનેલી ઘટનાઓ બિન્ધાસ્ત શેર કરે છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા કોઈકે સોશિયલ મીડિયા સાઇટ પર શેર કર્યો હતો, જેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાત હતી ટ્રેન મુસાફરીની, અને તેમાં થયેલા એક વિચિત્ર અનુભવની.

વાર્તા મુજબ, એક યુવાન તેના મિત્ર સાથે પુણેથી દિલ્હીની મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન હતી ઝેલમ એક્સપ્રેસ, અને કોચ હતો ટુ ટાયર એસી. બંને મિત્રોની સીટ અગાઉથી રિઝર્વ હતી. મજાની વાત એ કે બંનેની લોઅર બર્થ સામસામે હતી, એટલે કે આમને-સામને બેસીને કે સૂઈને આરામથી વાતો કરી શકાય તેમ હતું.

કમનસીબે, તેમની કમ્પાર્ટમેન્ટમાં બીજા પણ મુસાફરો હતા. એક અપર બર્થમાં એક યુવતી હતી, જે આ યુવાનની સીટની બરાબર ઉપર હતી. તેની સામેની અપર બર્થમાં એક ઉંમરલાયક પુરુષ હતા. જે યુવાને આ કિસ્સો શેર કર્યો હતો તેણે લખ્યું હતું કે પેલી યુવતીએ શોર્ટ્સ પહેર્યા હતા અને ઉપર ટી શર્ટ પહેર્યું હતું.

બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા અને ટ્રેન પુણેથી ઉપડી. ટ્રેન થોડી આગળ વધી ત્યાં જ પેલી યુવતીએ અચાનક પેલા યુવાનને તેની લોઅર બર્થ આપવા કહ્યું. યુવાન આ સાંભળીને ચોંકી ગયો. તેણે કહ્યું કે તેની પાસે સીટનું રિઝર્વેશન છે, તે આમ કેવી રીતે પોતાની સીટ આપી શકે?

આ સાંભળીને યુવતીએ એકદમ માસૂમ ચહેરો બનાવ્યો અને કહ્યું, “ભૈયા, દે દો ના સીટ, લડકી હૂં, સમઝ લો ના.” (ભાઈ, સીટ આપી દો ને, હું છોકરી છું, સમજી જાઓ ને).