શુક્રવારે અમૃતસરમાં થયેલા અકસ્માતને કારણે આખા દેશમાં વિવિધ પ્રકારના લોકો અનુમાન લગાવી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે ડ્રાઇવર ના હિસાબે અકસ્માત થયો હતો તો અમુક લોકો કહે છે કે ડ્રાઈવર એ જો ટ્રેન મા બ્રેક મારી હોત તો આ અકસ્માતને રોકી શકાયો હોત!
પરંતુ સત્ય બિલકુલ અલગ છે, સૌ પ્રથમ તો તમને માહિતી આપી દઇએ કે ટ્રેનમાં બ્રેક કઈ પ્રકારની આવે છે ટ્રેનમાં એર બ્રેક સિસ્ટમ એટલે કે હવાથી સંચાલિત બ્રેક આવે છે. આ સિસ્ટમ ટ્રકમાં આવે એ જ પ્રકારની બ્રેક સિસ્ટમ હોય છે.
પરંતુ ટ્રેન માં જ્યારે ટ્રેન ઉભી હોય ત્યારે તેમાં બ્રેક લાગેલી જ હોય છે, અને જ્યારે બ્રેક ને રિલીઝ કરવામાં આવે ત્યારે ધીમે-ધીમે ટ્રેન ઉપડે છે અને ધીમે ધીમે તે તેની ગતિ પકડે છે
એટલે કે જ્યારે ટ્રેન ચાલતી હોય ત્યારે તેમાં બ્રેક લાગેલી હોતી નથી અને જેમ બ્રેક મારવામાં આવે તેમ ટ્રેન ધીમી થાય છે. હવે આ સમયે એ પણ જાણવું જરૂરી છે કે ટ્રેનમાં ઈમરજન્સી બ્રેક મારી દેવામાં આવે તો કેટલા અંતર સુધીમાં તે ઊભી રહી શકે છે? અને તે પણ સંપૂર્ણ પણે સ્થિર.
જો કે દરેકની ટ્રેનની સ્પીડ અને દરેકના ટ્રેનના ડબ્બા ની સંખ્યા અલગ-અલગ હોવાથી ઉભા રહેવાનો સમયગાળો અને અંતર બધી ટ્રેનોમાં અલગ અલગ હોય છે.
પરંતુ સામાન્યપણે અંદાજે ૨૦ થી ૨૪ ડબ્બા ધરાવતી ટ્રેન કે જે આશરે 90 થી 100ની સ્પીડે જઈ રહી હોય તો તેને ઈમરજન્સી બ્રેક લગાવ્યા પછી આશરે 600 મીટર થી લઈને 900 મીટર સુધીનો સમય લાગી શકે છે કે જે ત્યાં સંપૂર્ણપણે ઊભી રહી જાય. જો કે ટ્રેન એન્જિન અને ડબાઓ અનુસાર આ દરેક આંકડામાં ફેરફાર પડી શકે છે. જ્યારે પણ ડ્રાઈવરને ટ્રેન ની આગળ કઈ વસ્તુ દેખાય અથવા કંઈ અજુગતું લાગે અને જો તે ઈમરજન્સી બ્રેક મારે તો પણ ટ્રેન ઉભી રહે તે સમયગાળો અને અંતર ખૂબ લાંબું હોય છે.
અમૃતસર ની ઘટનામાં તેના ટ્રેનના ડ્રાઈવર નુ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી અને સતત હોર્ન પણ ચાલુ રાખ્યા હતા. પરંતુ બહુ નજીક નું અંતર હોવાથી ટ્રેન ઊભી રહી ઘટના સ્થળ સુધીમાં ઉભી રહી શકી નહીં. જોકે થોડે દૂર જઈને ટ્રેન ઉભી થવાની ઊભી રહેવાની તૈયારીમાં જ હતી ત્યારે લોકોએ ટ્રેન પર પથ્થરમારો ચાલુ કર્યો, આથી ટ્રેનની અંદર રહેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ડ્રાઇવરે ટ્રેનને પાછી હંકારી મૂકી…
આમાં સ્પષ્ટ પણે કહીએ તો ટ્રેનના ડ્રાઈવર નો વાંક ન ગણી શકાય. કારણકે અંતર એટલું બધું હતું કે ટ્રેન ઊભી રહી જ ન શકે. આમ છતા તેઓએ ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી, ટ્રેનની સ્પીડ આશરે ૯૦ જેટલી હતી પરંતુ જ્યારે ઘટના બની ત્યારે ઈમરજન્સી બ્રેક મારી હોવાથી સ્પીડ ઘટીને ૬૫ થી ૭૦ ની વચ્ચે આવી ગઈ હતી.
આ સિવાય ઘણા લોકોએ ડ્રાઈવર સામે કાનુની તપાસ ની માંગણી કરી હતી જેને રેલ્વે એ સ્વીકારી નથી, કારણ કે આમાં ડ્રાઈવર નો વાંક ન ગણી શકાય.