આજકાલના આપણા જીવનમાં વાતાવરણ તેમજ આપણા ખાવા-પીવામાં થઈ રહેલા ફેરફારોને હિસાબે ઘણી બધી બીમારીઓ થવા માંડી છે. આવા સમયે થોડો પણ જો વાતાવરણમાં બદલાવ આવે તો ઘણા લોકોને બીમારીઓ થવા માંડે છે. આવા વાતાવરણમાં થી બચવા માટે આપણે બીજું તો કંઈ કરી શકતા નથી પરંતુ બીમારીઓની અગમચેતી માટે અમુક વસ્તુઓ ખાઈને બીમારીઓને ટાળી શકાય છે.
અને જો બીમારીઓ થઈ જાય તો તેને પણ આયુર્વેદથી દૂર કરી શકાય છે. આજે અમે જેના વિશે વાત કરવાના છીએ તેને આયુર્વેદમાં કહેવાયું છે કે વરસાદી ઋતુમાં તેનું સેવન અમૃત બરાબર છે. જી હા આપણે વાત કરી રહ્યા છીએ લીમડા વિશે. તમને જો આયુર્વેદ વિશે થોડી ખબર હશે તો તમને ખબર જ હશે કે લીમડાના કેટલા ફાયદા છે. તેમજ તે કેટલો ગુણકારી છે.
યુનાઈટેડ નેશન્સે લીમડાને ઘણુ મહત્વ આપ્યું છે. તેને 21મી સદીનું વૃક્ષ તરીકે ઘોષિત કરાયું છે. અને લીમડાના એટલા બધા ફાયદાઓ છે કે ગામડાઓમાં તો તેને દવાખાનું જ કહેવાય છે.
લીમડા નો રસ તેમ જ અર્થ હૃદયરોગ, કમળો, એલર્જી, કેન્સર, ડાયાબિટીસ જેવા ઘણા રોગોને ખત્મ કરવામાં મદદ કરે છે. આ સિવાય પણ લીમડાના ઘણા ફાયદાઓ છે. આ સિવાય પણ લીમડાના ઘણા બધા ફાયદાઓ છે, ચાલો જાણીએ તેના બીજા કેટલાક મહત્વના ફાયદાઓ વિશે
કેન્સર માટે-
લીમડામાં કેન્સરને પણ ઠીક કરવાની તાકાત છે. લીમડા માં રહેલા એન્ટી ટ્યૂમર અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પદાર્થ હોય છે જે શરૂઆતના કેન્સરને ઠીક કરવામાં અસરકારક સાબિત થયા છે. આ તત્વ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને Free રેડિકલ્સને બહાર કાઢે છે. તેમજ આ કોષોના વિભાજન ને પણ રોકવામાં સક્ષમ છે.
વાળ માટે-
વાળની દેખભાળ માટે આપણે ઘણાં બધાં નુસખાઓ અજમાવતા હોઈએ છીએ પરંતુ અમુક વખત જોઈ તેવા પરિણામ મળે છે તો અમુક વખત આપણે નિરાશ થવાનો વારો આવે છે. પરંતુ જણાવી દઈએ કે લીમડાનાં પાનને ત્રણ થી ચાર ગ્લાસ પાણીમાં પાણી નો લીલો કલર ના આવે ત્યાં સુધી ઉકાળીને ઠંડા કરી નાખો. હવે શેમ્પૂ કર્યા પછી વાળને આ પાણીથી ધુઓ. લીમડાના પાન એ વાળ માટે નૅચરલ કન્ડિશનર જેવું કામ આપે છે.
ડાયાબીટીસ માટે-
લીમડાનાં પાનમાં રહેલા ફાઈબર તત્વો મધુપ્રમેહના દર્દીઓ માટે ખૂબ લાભદાયી હોય છે. લીમડાનાં પાનમાં રહેલા તત્વોમાં એન્ટી ડાયાબીટીક તત્વો હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિનની પ્રવૃતિને ગતિશીલ બનાવે છે. અને આપણા અંદરના લોહીમાં રહેલું ખાંડ નું સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
દાંત માટે-
આજે આપણે દાંત માટે મોંઘીદાટ ટુથપેસ્ટ વાપરીએ છીએ પરંતુ તમને પણ ખબર હશે કે આપણા પૂર્વજોએ લીમડાનું દાતણ કરેલું હતું. અને તેઓને કોઈને આપણા જેટલા દાંતના પ્રોબ્લેમ પણ થયા નહોતા. આથી જો લીમડાનું દાતણ કરવામાં આવે તો તે દાંતને સાફ પણ રાખે છે તેમ જ દાંતના ગમની દેખભાળ માટે પણ ઉત્તમ મનાય છે.