એક રેસ્ટોરન્ટમાં અચાનક જ એક વંદો ઉડતો ઉડતો આવ્યો અને એક સ્ત્રીના હાથ ઉપર બેસી ગયો. આથી પેલી સ્ત્રી તરત જ ગભરાઈ ગઈ અને ઉછળી ઉછળીને રાડો પાડવા લાગી. કોક્રોચ… કોક્રોચ…
આ સ્ત્રી એટલે બધી ગભરાઈ ગઈ હતી કે એની સાથે આવેલા બીજા બધા લોકો પણ ગભરાઈ ગયા. જોતજોતામાં સ્ત્રી એક વખત પોતાનો હાથ ખુબ જ ઝડપથી હવામાં લહેરાવ્યો કે તરત જ પહેલો વંદુ ત્યાંથી ઉડીને બીજી સ્ત્રીના હાથ ઉપર જઈને પડ્યો. હવે રાડો પાડવાની વારી તે સ્ત્રીની હતી, એ સ્ત્રી પણ પેલી મહિલાની જેમ રાડો પાડવા લાગી.
આ બધી ઘટનાઓ બની રહી હતી તેને પાછળ થોડો દૂર ઊભો રહેલો વેટર બધી ઘટનાઓને જોઈ રહ્યો હતો, આથી પેલી સ્ત્રીની મદદ કરવા માટે તે પેલી સ્ત્રી પાસે પહોંચ્યો. હજી તે ત્યાં પહોંચ્યો એટલામાં વંદો ઉડીને પેલા વેઇટરના ખભા પર જઈને બેસી ગયો.
આ બધું જોઇને વેઇટર એકદમ ચૂપચાપ ઊભો રહ્યો. જાણે કે તેને કોઈ જાત નો કંઈ ફેર જ ન પડ્યો હોય એ રીતે તે ત્યાં જ ઊભો રહ્યો અને તે ધ્યાન લગાવીને વંદાની ગતિવિધિઓને જોવા લાગ્યો અને જોત જોતામાં એક સાચો મોકો મળ્યો તે મોકાનો ફાયદો ઉઠાવીને તેની પાસે રાખેલું પેપર નેપકીન ઉચકયું અને તે નેપકીન માં કોક્રોચને પકડીને બહાર ફેંકી દીધો.
આ બધી ઘટનાઓ ત્યાં હાજર રહેલ એક માણસ શાંતિથી નિહાળી રહ્યો હતો અને આ બધું જોઈને અચાનક તેના મનમાં એક સવાલ આવ્યો કે શું પેલી સ્ત્રીઓ સાથે જે પણ કંઈ થયું તેમાં કોક્રોચ જવાબદાર હતો?
અને જો વંદો જવાબદાર હતો તો પછી વેઇટર શા માટે ગભરાયો નહીં?
વેઇટર એ તો કોઈપણ જાતની બુમ પાડ્યા વગર અને કોઈપણ જાતની પરેશાની બતાવ્યા વગર આખી પરિસ્થિતિને સમજી ને તેને એકદમ સચોટ રીતે ઉકેલી કાઢી.
એ માણસ આ વિચારી રહ્યો હતો, એવામાં જ ફરી પાછો એ જ અંદરોઅંદર બોલી ઉઠ્યો કે હકીકતમાં તે વંદો નહીં પરંતુ પેલી સ્ત્રીઓની અક્ષમતા હતી જે વંદા દ્વારા પેદા કરવામાં આવેલી આવી સ્થિતિને સંભાળી શકી નહીં.
અને આ માણસને જાણે જિંદગીનો બોધપાઠ મળી ગયો હોય તે રીતે ખુશ થતો થતો પોતાનું જમવાનું પતાવીને ત્યાંથી જતો રહ્યો. જતાં જતાં પણ તે અંદરો અંદર મહેસૂસ કરી રહ્યો હતો કે આપણા જીવનમાં આપણા પિતા, આપણી ઉપર ના હોદેદારો કહો કે બોસ, આપણી પત્ની આ બધા લોકો આપણને કોઈક ને કોઈક વાતને લઈને ખીજાતા હોય છે. પરંતુ હકીકતમાં એ ખીજાય છે તેનું આપણને કોઈપણ જાતનું ડિસ્ટર્બન્સ થતું નથી પરંતુ ત્યારે ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળવાની કાબિલિયત આપણામાં કેટલાક અંશે ઓછી છે જેના કારણે આ બધું ડિસ્ટર્બન્સ ઉભું થઇ રહ્યું છે.
એવી જ રીતે જિંદગીની દરેક પરિસ્થિતિઓમાં જેમકે રસ્તા પર જ્યારે ટ્રાફિકજામ હોય ત્યારે આપણું મગજ ટ્રાફિક જામના કારણે પરેશાન થતું નથી પરંતુ ટ્રાફિક જામને લઈને પેદા થનારી મુશ્કેલીઓ નો કઈ રીતે સામનો કરવો તે બાબતની અક્ષમતા હોવાથી આપણું મગજ પરેશાન થાય છે અને આપણે પોતે પણ પરેશાન રહીએ છીએ.
એટલે કે ખુદ સમસ્યાથી વધારે પણ આપણે જે સમસ્યાને રીએક્શન આપીએ છીએ તે હકીકતમાં આપણને ખૂબ જ પરેશાન કરે છે.
આમાંથી તમે શું શીખ્યા સમજ્યા, ટૂંકમાં વાત કરીએ તો આપણે જિંદગીમાં રીએક્ટ કરવાની જગ્યાએ Respond કરવું જોઈએ. એટલે કે આજ સ્ટોરીમાં સ્ત્રીઓએ કોક્રોચ ની હાજરીમાં રીએક્ટ કર્યું હતું પરંતુ એની બિલકુલ વિરુદ્ધમાં વેઈટરે એ પરિસ્થિતિને સમજી ને રિસ્પોન્ડ કર્યું હતું.
આપણું મગજ જ્યારે કંઈ પણ વિચાર્યા વગર તરત જ તેની ઉપર એક્શન લઈ લે છે એટલે કે તે રિએક્શન હોય છે જે બિલકુલ વિચાર્યા વગર કરવામાં વિશે જ્યારે રિસ્પોન્સ એટલે સમજી વિચારીને કરવા વાળી વસ્તુ છે. જીવનને સમજવું હોય તો એક સુંદર નુસખો છે, જેમાં કહી શકાય કે જે લોકો સુખી છે એ એટલા માટે સુખી નથી કે તેના જીવનમાં દરેક વસ્તુ સારી જ બની રહી છે. પરંતુ એ એટલા માટે સુખી છે કે તેના જીવનમાં જે કંઈ પણ બને છે તેના પ્રત્યેનો તેનો વ્યવહાર, એટીટ્યુડ હંમેશા સારો અને સાચો હોય છે.
શું તમે આ સ્ટોરી વાંચીને આ સ્ટોરી સાથે સહમત છો કે નહીં તે કમેન્ટમાં જણાવજો. જીવનમાં આપણે રિસ્પોન્સ કરવું જોઈએ કે રીએક્ટ તેના વિશે તમારો શું વિચાર છે? અને જો લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરવાનું ચૂકતા નહીં.