Site icon Just Gujju Things Trending

ત્રણ વર્ષની માસુમ દિકરી હજુ પિતા ને સરખી ઓળખી પણ ના હતી ને ત્યાં તો…

પુલવમામાં થયેલા આતંકી હુમલા પછી લોકોનો રોષ ઉભરાઈ રહ્યો છે. 40 શહીદ જવાનોનો પરિવાર શોક માં છે કારણકે કોઈએ પોતાનો દીકરો તો કોઈએ પતિ, કોઈએ ભાઈ તો કોઈએ પિતા ગુમાવ્યા છે.

પુલવામામાં શહીદ થયેલા દેવરીયા ના CRPF જવાન વિજય કુમાર મૌર્યની સાથે તેના કેટલાક સંબંધો પણ શહીદ થઈ ગયા. ઘણા સપનાઓએ પણ તેની સાથે જ દમ તોડી લીધો. વૃદ્ધ પિતાએ તેના હોનહાર દીકરાને ગુમાવ્યો તો પત્નીનો સુહાગ ઉજડી ગયો.

3 વર્ષની માસૂમ દીકરીને હજી તેના પપ્પા સાથે સરખી ઓળખાણ પણ ન થઈ હતી કે તેઓ હંમેશા માટે અલગ થઈ ગયા. બે માસૂમ ભત્રીજી પણ ઘણી આશા લઈને બેઠી હતી પરંતુ તેની આશા ચૂરચૂર થઈ ગઈ. અને આ પરિવારના દરેક સદસ્ય ની જવાબદારી હુમલામાં શહીદ થયેલ જવાન પર હતી.

નાનકડા ગામડામાં રહેવા વાળા આ જવાન ના ઘરની હાલત પણ ઠીક નહોતી. તેને હાલમાં જ બેન્કમાંથી 10 લાખ રૂપિયા ની લોન લીધી હતી જેનાથી તેને ગોરખપુરમાં જમીન ખરીદી અને બીજા પૈસાથી ગામડા નું ઘર ઠીક કરાવ્યું હતું. હવે પરિવારને એ પણ ચિંતા છે કે આ લોન કેવી રીતે ચૂકવશે.

તેના પિતા ગામડામાં જ ખેતી કરે છે. ત્રણ ભાઈઓ અને એક બહેન વચ્ચે વિજય સૌથી નાના હતા. મોટા ભાઇ અશોક ગુજરાતમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તો તેની બહેન ના લગ્ન થઈ ચૂક્યા છે. બીજા નંબરના ભાઈ હરિઓમ 2008માં CRPF માં ભરતી થયા હતા, પરંતુ ચાર વર્ષ પહેલા તેઓ પણ રહ્યા ન હતા. તેના પછી ભાઈ ની પત્ની અને તેની બે દીકરીની જવાબદારી પણ વિજય પર હતી. 2014 વિજય એ લગ્ન કર્યા હતા અને તેઓને ત્રણ વર્ષની દીકરી પણ છે. પરંતુ જવાન વિજય કુમાર શહીદ થઈ જવાથી આ બધા લોકોના સપનાએ પણ દમ તોડી દીધો હતો.

વર્ષ 2015માં પણ ડ્યુટી દરમ્યાન વિજય ના વાહન માં આતંકી હુમલો થયો હતો. જેમાં તેને મામુલી ચોટ આવી હતી. એક મીડિયા કંપનીના ઇન્ટરવ્યુ દરમ્યાન તેની પત્ની એ પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પિતાને સમાચાર ની સૂચના મળી ત્યારે તેઓ આખી રાત બેચેન રહ્યા હતા. તેની પત્ની પણ સમાચાર મળ્યા પછી સુધબુધ ખોઇ બેઠી હતી. તેઓએ રડતા રડતા સવાલ કરતા કરતા નેતાઓ અને મંત્રીઓ પર પોતાનો ગુસ્સો નીકાળ્યો હતો. અને જણાવ્યું હતું કે નેતાઓને અને મંત્રીઓ કોઈ કંઈ કરતા નથી, પરંતુ જવાનોના પરિવાર પર તો જીવનભર ગુજરે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version