Site icon Just Gujju Things Trending

અજય દેવગણ નું એલાન: પાકિસ્તાનમાં નહીં રિલીઝ થાય ફિલ્મ “ટોટલ ધમાલ”

પુલવામામાં થયેલા હુમલા પછી દેશના દરેક માણસ ના હૃદય ની હાલત સરખા જેવી છે,એક તરફ રદય દુઃખ પણ અનુભવે છે તો બીજી બાજુ આક્રોશ પણ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં ૪૫ જેટલા જવાન શહીદ થયા છે.

જેને દેશ આખાએ શ્રદ્ધાંજલિ પણ આપી છે, અને આખો દેશ આક્રોશ મા પણ છે. આ હુમલા પછી સરકારે એલાન કર્યું હતું કે આનો બદલો લેવામાં આવશે, પરંતુ સમય સ્થળ અને મોકો આ બધી વસ્તુઓ સેના નક્કી કરશે. એટલે કે સેનાને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે.

હાલમાં જ પાકિસ્તાનનો MFN સ્ટેટસ પણ પાછું ખેંચવામાં આવ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાનથી આયાત થતાં સામાનમાં ડ્યૂટી વધારીને 200% લાદી દેવામાં આવી છે.

બોલિવૂડ અને રાજનૈતિક હસ્તીઓ પણ આ હુમલા પછી શહીદો ના પરિવાર પ્રત્યે દુઃખ અને દુશ્મનો પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે.

એવામાં અજય દેવગણની ફિલ્મ ટોટલ ધમાલ 22 તારીખે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે અજય દેવગણ એલાન કર્યું હતું કે તેઓની ફિલ્મ ટોટલ ધમાલ ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવશે નહીં. અત્યારની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ પગલું ભરવામાં આવ્યું છે તેવું પણ ટ્વિટમાં જણાવ્યું હતું.

અને આ એલાન કર્યા પછી ટ્વિટર પર ઘણા બધા લોકોએ તેના આ પગલાં ના વખાણ કર્યા હતા. જણાવી દઈએ કે તેનું આ ફિલ્મ ટોટલ ધમાલ મા અજય દેવગણ સિવાય અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, જેવા કલાકારો પણ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ટોટલ ધમાલ ની ટીમ દ્વારા 50 લાખ રૂપિયાનું દાન પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો ના પરિવાર ને આપવામાં આવ્યું હતું. આ જાણકારી ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વિટ કરીને આપી હતી. ફિલ્મ ટોટલ ધમાલ ની ટીમ દ્વારા કરાયેલા દાનના પણ લોકોએ વખાણ કર્યા હતા.

Cover Image Source: Twitter/Ajay Devgan (representational)

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version