શાસ્ત્રો અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર જ તેનું ફળ આપે છે, એટલે કે જેવા વ્યક્તિના કર્મ હોય છે શનિદેવ તેને અનુસરીને ન્યાય કરે છે એટલા માટે જ શનિદેવને સારા અને ખરાબ કર્મોનો ફળ આપનારા માનવામાં આવે છે.
જો વાત ઇતિહાસની કરીએ તો શનિદેવને સૌથી વધુ ક્રુર સ્વભાવ વાળા દેવતા માનવામાં આવે છે. અને આ ખરાબ કાર્ય કરવાવાળા વ્યક્તિઓ માટે ખૂબ જ હાનિકારક હોય છે. અને જો શનિદેવ કોઈપણ વ્યક્તિની ઉપર કૃપા કરે તો તે વ્યક્તિનું જીવન ખુશહાલ બની જાય છે. પરંતુ આ બધી બાબતો એક જ વસ્તુ પર નિર્ભર કરે છે તે છે વ્યક્તિના કર્મ.
ઘણા લોકો એવું પણ માને છે કે શનિદેવ સારા દેવતા નથી અને તે હંમેશા વ્યક્તિને દંડ આપે છે. પરંતુ એવું જરા પણ નથી કારણ કે શનિ દેવ હંમેશા ન્યાયનો જ સાથ આપે છે. એટલે જ તેને ન્યાય પ્રિય કહેવાય છે.
આપણી આજુબાજુ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે વ્યક્તિને કાયમ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ સાથે સામનો કરવો પડતો હોય છે. એ ચાહે આર્થિક પરિસ્થિતિ હોય કે શારીરિક રીતે પરંતુ તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે. તો આનું એક કારણ એવું પણ હોઈ શકે છે કે શનિદેવ નારાજ થયા હોય કારણકે ઘણી વખત અજાણતા એવી ભૂલ કરી બેસે છે જેનાથી શનિદેવ નારાજ થઈ શકે છે. અને જેના પરિણામરૂપે આપણને જીવનમાં કષ્ટ સહેવો પડે છે. આજે આપણે થોડા એવા ઉપાય વિશે બતાવીશું જે કરવાથી એવું માનવામાં આવે છે કે શનિદેવના પ્રકોપથી બચી શકાય છે.
જો તમે શનિદેવના પ્રકોપનો શાંત કરવા ઇચ્છતા હોવ તો દર શનિવાર ના દિવસે કાળી ગાય ની સેવા કરવી જોઈએ અને પોતે ભોજન લેતાં પહેલાં પહેલો ટુકડો ગાયને ખવડાવવો જોઈએ તેમજ ગાયને સિંદૂર પણ લગાવવું જોઈએ અને પૂજા કરવી જોઈએ જો આ ઉપાય કરવામાં આવે તો શનિદેવ તમારાથી પ્રસન્ન થાય છે અને જીવનની સમસ્યાઓ દૂર કરે છે.
જો તમે સવારે અને સાંજે દરમિયાન મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરો તો એનાથી શનિદેવનો ક્રોધ શાંત થાય છે અને દુષ્પ્રભાવોથી છુટકારો મળે છે. સાથે ઓમ નમઃ શિવાય નો જાપ પણ કરવો જોઈએ કારણકે શનિદેવ શિવજીના ભક્ત છે અને જો તમે શિવજીને પ્રસન્ન કરી લો તો શનિદેવ પણ તમારાથી પ્રસન્ન થઈ જાય છે.
તમે શનિવારના દિવસે વાંદરાને શેકેલા ચણા ખવડાવી શકો છો તેમજ ગળી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવવાથી પણ તમારા જીવનમાં મુશ્કેલીઓ સમાપ્ત થાય છે અને શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.
તેમજ શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો હનુમાનજી, ભૈરવ અને શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ. સાથે સાથે પીપળાના વૃક્ષ ની સાત પરિક્રમા કરવી જોઈએ. તો વ્યક્તિ શનિની સાડાસાતીથી પરેશાન હોય તો સૂર્ય આથમ્યા પછી શનિવારે પીપળાના વૃક્ષને મીઠું જલ અર્પિત કરવું જોઈએ અને સરસવ ના તેલ નો દીવડો પ્રગટાવીને અગરબતી કરવી જોઈએ આનાથી શનિદેવની સાડાસાતીનો પ્રભાવ સમાપ્ત થાય છે.