Site icon Just Gujju Things Trending

સ્ત્રીઓના વાળ સાથે જોડાયેલી આ 5 વાતો જાણીને તમે પણ ચોંકી જશો

આપણામાંથી મોટા ભાગના લોકો ઘણી માન્યતાઓ સાથે જીવતા હોય છે એટલે કે આપણા વડીલો દ્વારા અમુક કામ કરવાની કે અમુક માન્યતાઓ આપણને મળેલી હોય છે. જેને આપણે પણ માનતા હોઈએ છીએ. કોઈ વખત પુરુષને તો કોઈ વખત સ્ત્રીને અમુક કામ કરવાની અનુમતિ હોતી નથી, વિજ્ઞાન પણ અત્યારે ખૂબ આગળ આવી ચૂક્યું છે. પરંતુ આપણે હજુ પણ વડીલોનું માન આપીને અમુક માન્યતાઓ ને તો પાડીએ જ છીએ. આવી જ મહિલાઓના વાળ વિશે પણ થોડી વાતો જણાવવાના છીએ આજે જેમાં શાસ્ત્રો અનુસાર મહિલાઓ ના વાળ સાથે આવી માન્યતાઓ જોડાયેલી છે.

જ્યારે પણ આપણે પૂજામાં બેસી ત્યારે સ્ત્રીઓને વાળ ખુલ્લા ન રાખવા જોઈએ એવી માન્યતા છે કારણકે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવાર સાથે કંઇ ખરાબ બની શકે છે.

કોઈપણ સ્ત્રી વાળ ઓળીને વાળનો જથ્થો બનાવીને ગમે તે જગ્યાએ ફેકે છે તેને પણ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં કંકાસ થવાની શક્યતા રહે છે.આથી શાસ્ત્રો અનુસાર ઓળતી વખતે નીકળેલા કે ખરેલા વાળ ને જ્યાં ત્યાં ફેકવા ન જોઈએ.

આ સિવાય ઘણી માન્યતાઓ અનુસાર કહેવાય છે કે જો સ્ત્રી ના હાથ માંથી કાસકો પડી જાય તો આને કંઈક અશુભ થવાનું સંકેત માનવામાં આવે છે. જ્યારે વિજ્ઞાન એટલે કે વૈજ્ઞાનિકો અનુસાર આવુ થાય તો આ આંતરિક કમજોરી અથવા સ્વાસ્થ્ય ને લગતી કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

આ સિવાય પૂનમની રાત્રે બારી પાસે ઉભા રહીને સ્ત્રીઓએ વાળ ન ઓળવા જોઈએ, તદુપરાંત તેઓએ બારી પાસે ઊભા પણ ન રહેવું જોઈએ એવી પણ અમુક માન્યતાઓમાં જણાવાયું છે.

આ સિવાય અમુક માન્યતાઓ એવી પણ છે કે સંધ્યા ટાણું એટલે કે સન સેટ થયા પછી કોઈપણ સ્ત્રીઓએ વાળ ઓળવા જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે ભૂત-પ્રેતની આત્માઓ સાંજના સમય પછી શરીરમાં પ્રવેશ કરી શકે છે.

જોકે આજના મોર્ડન જમાનામાં લગભગ બધી માન્યતાઓને આપણે માનતા હોતા નથી, પરંતુ હજુ પણ અમુક એવી માન્યતાઓ છે જેને આપણે માનતા આવ્યા છીએ. અને કદાચ ભવિષ્યમાં પણ માનતા આવીશું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version