આજકાલ આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગો થાય છે. જેનો ઘરગથ્થુ ઈલાજ પણ શક્ય છે. દરેક રોગમાં પહેલા તો ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ, પરંતુ અમુક વખતે આ પ્રયોગનો ઉપયોગ કરીને શરીરના અમુક રોગમાં ઘણી રાહત મળી શકે છે. આપણે જે પ્રયોગ વિશે વાત કરવાના છીએ તે એસીડીટી સિવાય પણ ઘણા રોગમાં ફાયદો પહોંચાડી શકે છે. અને આપણા દરેકના ઘરમાં આ સહેલાઈથી મળી પણ આવે છે.
એસિડીટી એ એક એવી સમસ્યા છે જેમાં પેટ માં કંઈ જમ્યા પછી શરીર માં એસિડ બનવા લાગે છે અને આ ક્યારેક ક્યારેક વધુ ગંભીર પરિસ્થીતી માં પણ મુકાઈ જાય છે જેમ કે ક્યારેક ચક્કર પણ આવવા લાગે છે. અને આ જ એસિડ આગળ જઈને અલ્સર પેદા કરે છે.
તમે જોયું હશે કે જ્યારે પણ આપણે હોટલમાં જઈએ ત્યારે જમ્યા પછી આપણને મુખવાસમાં મોટાભાગે વરિયાળી આપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે ભોજન પછી જો થોડી વરીયાળી ખાવામાં આવે તો એમાંથી છુટા પડનારા એન્ઝાઇમ્સ ભોજનને જલ્દી પચાવવામાં મદદ કરે છે. અને અપચા જેવી બીમારીઓ થતી અટકાવે છે.
વરિયાળીના ઔષધીય ગુણ એટલા બધા છે કે તેનું લીસ્ટ લગભગ ઘણી વસ્તુઓ નો સમાવેશ કરી લે છે. વરિયાળી નું નિયમિત પણે સેવન કરવાથી માણસનું મગજ તેજ થાય છે, અપચા ની સમસ્યા રહેતી નથી, ત્વચા નિખરે છે, કબજિયાતની શિકાયત નથી થતી, એસિડિટીને તુરંત આરામ મળે છે, અલ્સર માટે વરિયાળીનો સેવન રામબાણ ઈલાજ છે.
ઘણા લોકોને તમે ધ્યાનમાં લીધું હોય તો દૂધ પચવા ની સમસ્યા રહે છે, તેઓને દૂધ પચતું નથી પરંતુ જણાવી દઈએ કે વરિયાળી ખાઈએ તો આવા લોકોને દૂધ પચાવવામાં ઘણી સહાય રહે છે.
આના બધા માટે એક દવા સ્વાદિષ્ટ અને શરીર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું નામ છે વરિયાળી નો અર્ક. અમુક બજારમાં મળતા વરિયાળીના અર્ક ને પાણી સાથે પાંચ છ ટીપા ભેળવીને પીવાથી શરીરમાં ઘણા ફાયદા મળે છે.
આ સિવાય દૂધમાં ભેળવીને પીવાથી દૂધ પચવાની તકલીફ રહેતી નથી.
જ્યારે એસીડીટી થાય ત્યારે એક ગ્લાસ સામાન્ય તાપમાન ના પાણીમાં ૪-૫ ટીપા મેળવીને એ પાણીને પી જાઓ. આવું કરવાથી એસિડિટી તરત શાંત થાય છે. આ સિવાય આ નુસખો દરરોજ કામ આવી શકે છે. બાળકો ના મગજ પણ તેજ થાય છે. જો તમારે વધુ વખત ઉપયોગ કરવો હોય તો તમે વધારે જથ્થામાં પાણી લઈને એક સાથે પાણી અને અર્ક ભેળવીને રાખી શકો છો. પછી આ ભેળવેલા પાણી નો આખા દિવસમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.