વડોદરાના આ કપલે પોતાના લગ્નના વરઘોડામાં આપી શહીદો ને શ્રદ્ધાંજલિ

પુલવામામા થયેલ આતંકી હુમલાને દેશના દરેક નાગરિક સહિત રાજનૈતિક હસ્તીઓ, બૉલીવુડ તેમજ દરેક પ્રકારની સેલિબ્રિટીઓએ વખોડી કાઢ્યો છે. અને આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એવી પણ પ્રધાન મંત્રીએ સાંત્વના આપી છે.

દરેક લોકો ના મનમાં અત્યારે આક્રોશ અને દુઃખ બંને છે, શહીદો અને તેના પરિવારો પ્રત્યે દુઃખ છે તો આતંકીઓ અને તેના આકાઓ સામે આક્રોશ ભરેલો છે. દરેક લોકો સોશિયલ મીડિયામાં કે પોતાના શહેરમાં અલગ અલગ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આવા સમયે વડોદરામાં લગ્ન કરી રહેલા કપલ એ અલગ જ રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. લગ્નમાં જ્યારે વરઘોડો કાઢવામાં આવે ત્યારે આ કપલ પોતાના વરઘોડામાં અલગજ રીતે દેશભક્તિ દેખાડી હતી.

તેઓએ પોતાના વરઘોડામાં પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા લોકો ને શ્રદ્ધાંજલિ આપવા માટે લગ્નમાં હાજર દરેક લોકોએ તિરંગો લહેરાવ્યો હતો. તેમજ વરઘોડામાં રહેલા કપલ એ પણ હાથમાં પોસ્ટર તેમજ સાથે તિરંગો રાખ્યો હતો.

વરઘોડામાં રહેલા પતિ પત્નીએ હાથમાં પોસ્ટર રાખ્યું હતું જેમાં લખ્યું હતું કે કોણ કહે છે કે ભારતમાં માત્ર 1427 સિંહો છે. ખાલી 13 લાખ સિંહો તો બોર્ડર ઉપર તૈનાત છે.

લગ્નમાં હાજર બધા લોકોએ તિરંગો સાથે રાખ્યો હતો તેમજ લહેરાવ્યો હતો. એટલું જ નહીં હાથમાં સાથે પોસ્ટરો પણ રાખ્યા હતા. જે પોસ્ટરમાં વિવિધ slogan લખેલા હતા.

થોડા દિવસો પહેલાં પણ માહિતી મળી હતી કે સુરતના એક યુગલ પોતાના લગ્ન સાદાઈથી કરીને ઘણુ દાન શહીદોને આપ્યું હતું.

Image Source[s]: ANI