Site icon Just Gujju Things Trending

વહુ અને દિકરી મા કેટલો ફર્ક હોય છે? આ વાંચશો એટલે સમજી જશો

વહુ અને દિકરી માં કેટલો ફેર હોય છે? આ વાત ને લઈને ઘણી જગ્યાએ ચર્ચા થતી હોય છે, કે પછી ઘણું વાંચવા પણ મળ્યું હશે. પરંતુ હમણાં જ એક જગ્યાએ બહુ સરસ વાત વાંચી તે તમારી જોડે શેર કરવાનું મન થયું એટલે અહીં લખી છે.

ઘરમાં ચાર જણ રહેતાં હતા, શારદા તેનો પતિ અને તેના સાસુ સસરા. દરેક લોકો હળીમળીને રહેતા હતા. અને ઘરમાં પૈસાની પણ કંઈ કમી ન હોવાથી દરેક લોકો સુખી જીવન જીવી રહ્યા હતા. શારદા ની એક નણંદ પણ હમણાં જ રોકાવા આવી હતી.

વેકેશનનો સમય હતો, શારદા ને પણ તેના પિયર થી ફોન આવવા લાગ્યા, વેકેશનનું રોકાવા માટે પિયર ના લોકો તેને આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ શારદાએ કહ્યું કે સાસુને પૂછીને પછી જણાવીશ.

“મમ્મી, મારા મમ્મી નો ફોન આવ્યો હતો પૂછી રહી હતી કે વેકેશનની રજાઓમાં પિયર ક્યારે આવી રહી છે? શું જવાબ આપુ?” શારદાએ તેની સાસુ ને પૂછ્યું

“અરે, એમાં પૂછવાની શું વાત છે કહી દે કે આ વખતે નહીં આવી શકાય.” સાસુ એ જવાબ આપ્યો.

“પણ મમ્મી” શારદા એ કહ્યું.

“અરે આવી રીતે મારી સામે જોયા ન કર, દર વર્ષે પિયર જાવું જરૂરી છે શું?” શારદાની વાતને કાપતા તેની સાસુએ કહ્યું.

“પણ મમ્મી, ત્રણ-ચાર દિવસ ની તો વાત છે હું દર વર્ષે ત્રણ-ચાર દિવસ માટે જ જાવ છું.” શારદા એ કહ્યું.

“તારા માટે માત્ર ત્રણ-ચાર દિવસ હશે, પરંતુ અહીં મારા દીકરા ને અને મને કેટલી તકલીફ પડે છે એના વિશે ક્યારેય વિચાર્યું છે?” સાસુએ કહ્યું

“ મારાથી હવે કંઈ કામ નથી થતું, અને એને બહાર ની સાથે સાથે આખું ઘર સંભાળવું પડે છે. આજકાલની વહુઓને માત્ર પિયરની જ પડી હોય છે. પતિ, ઘરડી સાસુ વગેરેની કંઈ ચિંતા જ નથી જાણે” સાસુએ ઉમેર્યું

શારદા આટલું સાંભળીને કંઈ પણ સામું બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ, અને અંદરોઅંદર મનમાં ને મનમાં વિચારી લીધું કે આ વખતે નહીં જવા મળે.

થોડા દિવસ પછી જ્યારે તેની નણંદ 20 દિવસ ઘરે રોકાઇ ને સાસરે જવા માટે નીકળી રહી હતી ત્યારે કંઈક આવી રીતના ઘટના ઘટી,

સાસુ- દીકરા, આવી રીતે થોડા દિવસો માટે તો થોડા દિવસો માટે પરંતુ આવતી જતી રહેજે. એનાથી તને પણ થોડો ચેન્જ મળી જાય છે અને સારું લાગે છે.

નણંદ કહે પરંતુ મમ્મી હું અહીં રોકાવા આવું ત્યારે સાસરે પતિનું ખાવા-પીવાનું, દરેક વાતની ઘણી બધી પરેશાની થાય છે. એટલા માટે મન થોડુ…

“અરે આખા વર્ષ દરમિયાન તો સાસરીયા ની સેવા કરતી રહે છે, આખરે તું પણ એક માણસ જ છે. તારું પણ મન કરે કે થોડો ચેન્જ મળે. તારી સાસુ તો આવી જ છે. થોડુંક પણ વિચારતી નથી કે વહુ ને પણ થોડી ઇચ્છાઓ હશે. થોડા દિવસ માટે એડજસ્ટ ન કરી શકે શું?” દિકરી ની વાત કાપતા શારદા ની સાસુ બોલી

શારદા ત્યાં ઉભી ઉભી આ બધી વાતો સાંભળી રહી હતી, અને મનમાં ને મનમાં વિચારી રહી હતી કે કેટલો ફરક હોય છે વહુ અને દિકરી માં?

અહીં એમ નથી કહેવા માંગતા કે દરેક જગ્યાએ આવું જ છે, પરંતુ હાલમાં પણ ઘણી જગ્યાએ આવું જોવા મળે છે.

એક રિક્વેસ્ટ છે, દિલ ખોલીને તમારા વિચાર કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version