એક વખત એક માણસ ને ધંધાના કામથી વિદેશ જવાનું થયું, તે માણસ આની પહેલા પણ વિદેશ જઈ ચૂક્યો હતો. એટલે વિમાન યાત્રા તેના માટે કોઈ નવું સાહસ ન હતું. અને તે પણ વિમાન યાત્રા થી ટેવાયેલો માણસ હતો.
ધંધાદારી કામને કારણે દેશમાં પણ વિમાન યાત્રા ઘણી વખત કરી ચુક્યો હતો. આ વખતે વિદેશની પાર્ટી ને મળવા જવાનું હોવાથી વિદેશ યાત્રા કરવી પડે તેમ હતી. પરંતુ તદ્દન નવી વિદેશ પાર્ટી હોવાથી એક નવી જગ્યાએ જઈ રહ્યો હતો, જે આની પહેલા તે ક્યારેય પણ ગયો ન હતો.
તે વિમાનમાં ચડી ને બેસી ગયો અને ટૂંક સમયમાં જ એનાઉન્સમેન્ટ થયું અને વિમાને યાત્રા શરૂ કરી. વિમાનમાં થોડો સમય પસાર કર્યો ત્યાં જ અચાનક પાયલોટ તરફથી જાણકારી આપવામાં આવી કે વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઈ છે.
પાયલોટે આવી જાણકારી આપી એટલે બધા લોકોના જીવ ગભરાઈ ગયા, આ માણસ પણ અંદર બેઠા બેઠા ગભરાઈ રહ્યો હતો એવામાં જ જમીનથી હજારો મીટર ઉંચે ઉડી રહેલા વિમાનના ને અચાનક કંઈક થઈ ગયું હોય અને તે હાલકડોલક થવા લાગ્યો. અને લગભગ બધા જ મુસાફરો ડરના કારણે ચીસો પાડવા લાગ્યા.
હવે શું થશે? આપણે બચી શું કે નહીં એવી રીતના ન જાણે કેટકેટલા વિચાર બધા મુસાફરોને આવી ચૂક્યા હતા અને પેલા ભાઈ ને પણ ડર લાગી રહ્યો હતો.
એવામાં એનું ધ્યાન એક અંદાજે 10-12 વર્ષની છોકરી પર પડ્યું, તેણે જોયું તો છોકરી ખુબ જ શાંતિથી કોઈ ચોપડી વાંચી રહી હતી. અને પેલા માણસને તરત જ આશ્ચર્ય થયું કે શું આ છોકરીને કોઇ પ્રકારની બીક નથી લાગતી હોય, શું આ છોકરીને એમ નહિ થતું હોય કે મરી જઈશુ તો?
પરંતુ પેલા ભાઈ નું ધ્યાન સતત પેલી છોકરી સામે જ હતું પરંતુ એ છોકરી ના મનમાં જાણે ગજબ વિશ્વાસ હતો અને જરા પણ ડર તેના ચહેરા પર દેખાતો હતો નહીં.
એ છોકરી ઉપર પેલા ભાઈ ને આશ્ચર્ય થવા લાગ્યું કે આ છોકરીનું મનોબળ કેટલું મજબુત હશે કે તેને કશું પણ થયું નહીં.
અંદાજે પાંચ મિનિટ સુધી વિમાન હાલકડોલક થઈ રહ્યું હતું. ત્યાર પછી વિમાન નીચે ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી તે બરોબર થઈ જતા, વિમાન પાછુ પહેલાની જેમ ચાલવા લાગ્યું. અને બધાને આશ્ચર્ય થયું કે આ એક ચમત્કાર જ કહેવાય! અને ફરી પાછું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આપણા બાહોશ પાયલોટે વિમાનની અંદર રહેલી ટેક્નિકલ ખામી દૂર કરી દીધી છે અને હવે આપણું વિમાન સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે. એનાઉન્સમેન્ટ થયા પછી બધાએ રાહતનો શ્વાસ લીધો.
પેલો માણસ પણ એનાઉન્સમેન્ટ સાંભળીને ખુશ થઈ ગયો પરંતુ હજુ પણ એનું ધ્યાન પેલી નાની છોકરી ઉપર જ હતું જાણે કશું થયું ન હોય એમ તે છોકરી હજુ પણ પોતાની કંઈક ચોપડી વાંચવામાં મગ્ન હતી.
આથી પહેલાં માણસ થી રહેવાયું નહીં એ તરત જ ઊભો થઈને પેલી છોકરી પાસે ગયો અને ત્યાં જઈને તેના છોકરીના માથા પર હાથ મૂકીને કહ્યું હેલો બેટા.
ત્યારે છોકરીએ પોતાના પુસ્તકમાંથી નજર ફેરવીને પેલા માણસ સામે જોયું અને પછી સ્માઈલ આપીને હેલો અંકલ એવું કહ્યું.
પેલા માણસે છોકરીને પૂછ્યું કે તું આ શું વાંચી રહી છે? છોકરી એ જવાબ આપતા કહ્યું કે આ મને મારા ભાઈ એ આજે જ ગિફ્ટ કરી છે આમાં બહુ સારી સ્ટોરી છે એટલે હું બધી સ્ટોરી વાંચી રહી છું.
અંકલે પૂછ્યું કે બેટા તને હમણાં વિમાનમાં જે બધું થયું તે સમજમાં આવ્યું હતું કે નહીં?
છોકરીએ જવાબમાં કહ્યું હા મને બધું જ સંભળાયું હતું અને હું સમજી પણ ગઈ હતી કે વિમાનમાં કંઈક ટેકનિકલ ખામી સર્જાઇ હતી.
પેલા માણસે કહ્યું હું ક્યારનો તને જોઈ રહ્યો હતો તારા હાવ ભાવ માં જરા પણ બદલાવ આવ્યો ન હતો, ટેક્નિકલ ખામી સર્જાય ત્યારે તને જરા પણ ડર ન લાગ્યો? તું આટલી શાંતિથી જાણે કશું થયું ન હોય તે રીતે કઈ રીતે વાંચી શકતી હતી મને પણ જરા જણાવ!
આથી પેલી છોકરીએ તરત જ સ્માઇલ કરીને કહ્યું અંકલ, આ વિમાનના પાયલોટ મારા પપ્પા છે.જ્યારે વિમાન મારા પપ્પા પોતે જ ચલાવતા હોય તો પછી મને કઈ જાતનો ડર લાગે, શું કોઈ પિતા પોતાની દીકરીને મરવા દે ખરા?
અને આ એક જવાબથી પેલા માણસના બધા જ સવાલ નો જવાબ મળી ગયો, તે તરત જ છોકરીને સ્માઈલ આપીને તેના માથા પર વ્હાલથી હાથ ફેરવી ને ફરી પાછો પોતાની જગ્યા પર બેસી ગયો.
આપણું જીવન એ એક પ્રકારની વિમાન યાત્રા જેવું જ છે જેમાં આપણા વિમાનનો પાયલોટ બીજું કોઈ નહીં પરંતુ આપણો પરમ પિતા એટલે કે ભગવાન છે. આપણા આ જીવનમાં કોઇપણ ખામી સર્જાય કે પછી કોઇ સમસ્યા સર્જાય ત્યારે જો આપણે પણ પેલી છોકરીની જેમ સંપૂર્ણ વિશ્વાસ ભગવાન પર રાખીએ તો આખું જીવન જ બદલાઈ જાય! ખરું કે નહીં?
જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં આ લેખને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.