એક મોટી ફેક્ટરી માં મોટું મશીન ખરાબ થઇ ગયું. મશીન વિદેશ થી મંગાવેલું તેથી તેને રીપેર કરવા વાળા એન્જીનીયર પણ વિદેશ થી બોલાવવા પડ્યા બધા કારીગર અને વિદેશ થી આવેલા એન્જીનીયર મશીન રિપેર કરી અને ચાલુ કરવામાં નિષ્ફળ ગયા.
તેઓ સતત બે દિવસ થી મહેનત કરી રહ્યા હતા કંટાળી ને તેઓ ફેક્ટરી ની બહાર આવી અને ચા ના ગલ્લે ચા પી રહ્યા હતા અને મશીન કેમ ચાલુ કરવું તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એ જ ફેક્ટરી માં વર્ષો સુધી કામ કરી ચૂકેલ એક વ્યક્તિ પણ ચા પી રહ્યા હતા તે બધી વાત સાંભળતા હતા.
અને તેના નોકરી ના સમય માં નાનું મોટું રિપેરિંગ પણ કરી નાખતા તેને વિદેશ થી આવેલા એન્જીનીયર ને કહ્યું કે ચાલો મને મશીન બતાવો અને શું તકલીફ છે એ પણ કહો ત્યારે કંપની માંથી આવેલા એન્જીનીયરે કહ્યું કે અમારા થી રીપેર નથી થઇ રહ્યું તેમાં તમારા થી કશું નહિ થાય.
પણ એ જુના કારીગર ના આગ્રહ ના કારણે તે બધા એ નક્કી કર્યું કે ભલે ને અંદર આવે તેને મશીન બતાવો તે રીપેર કરી આપે તો તેને રૂપિયા આપવાના છે બાકી તો કઈ આપવાનું નથી.
વિદેશી એન્જીનીયર તે વડીલ ને લઇ ને અંદર આવે છે અને મશીન ચાલુ કરવા માટે કહે છે અને મશીન ચાલુ થતા અંદર અવાજ આવે છે તે દૂર કરવાનું કહે છે તે વડીલ કારીગર થોડીવાર મશીન ની આજુબાજુ માં ચક્કર લગાવે છે અને પછી કહે છે કે હવે મશીન બંધ કરી દયો.
બધા લોકો તે વડીલ કારીગર ની સામે જુવે છે અને કહે છે કે આ મશીન માં અવાજ આવે છે તે દૂર કરવાનો છે તમને તેમાં કશું ખબર પડે છે ?ત્યારે તે વડીલ કારીગરે કહ્યું કે હું એક મિનિટ માં મશીન નો અવાજ બંધ કરી આપું પણ મારો રીપેર કરવાનો ચાર્જ એક લાખ રૂપિયા થશે.
વિદેશ થી આવેલા એન્જિનિયર ને તો એક લાખ રૂપિયા વ્યાજબી લાગ્યા કારણ કે તેનો આવવા જવાનો ખર્ચ અને ચાર્જ લાખો રૂપિયા થતો હોય છે. વિદેશ થી આવેલા એન્જિનિયરે તો હા પડી કે મશીન ચાલુ થઇ જાય અને અવાજ બંધ થઇ જાય એટલે તમારા એક લાખ રૂપિયા તમને મળી જશે.
હવે તમે મશીન નું રિપેરિંગ ચાલુ કરો તે વડીલ કારીગરે એક હથોડો મગાવ્યો અને મશીન ને ચાલુ કરાવી ને જ્યાં અવાજ આવતો હતો. ત્યાં બારીકાઇ થી જોયું અને થોડી વાર પછી એક હથોડા નો ઘા કર્યો અને મશીન માંથી આવતો અવાજ બંધ થઇ ગયો.
એટલે બધા ને આશ્ચર્ય તો થયું પણ સાથે સાથે એ પણ કે એક હથોડા નો ઘા કરવા ના એક લાખ રૂપિયા થોડા હોય ??ત્યારે વડીલ કારીગરે કહ્યું કે વર્ષો સુધી આવા મશીન સાથે જ કામ કર્યું છે મેં હથોડા નો ઘા ભલે એક જ માર્યો હોય પણ.
તે ક્યાં મારવો, ક્યારે મારવો અને કેટલો વજન આપી અને મારવો તે તમારા એન્જીનીયર કરતા પણ મને વધારે ખબર છે અને તેના જ નવ્વાણું હાજર રૂપિયા છે બાકી હથોડો મારવાના તો એક હજાર જ છે, ફેક્ટરી ના માલિકે ખુશ થઇ ને એક લાખ રૂપિયા આપ્યા. કારણ કે મશીન બંધ થવાથી રોજનું ત્રણ ચાર લાખનું નુકસાન જઈ રહ્યું હતું.
આ વડીલ કારીગર એટલે આપણા બધા ના ઘર માં રહેલા વડીલો છે ભણેલ ગણેલ માણસ પાસે ભલે પુસ્તકિયું જ્ઞાન હોય પરંતુ તેને વાસ્તવિક માં કામ કરી અનુભવ અને જ્ઞાન મેળવ્યું છે તે બધા પણ માસ્ટર ડિગ્રી કરતાં જરા પણ કમ નથી.
અને આ અનુભવ અને જ્ઞાન મેળવેલી વ્યક્તિ એટલે દરેક પરિવાર ના વડીલો જેની સલાહ પણ આપણને પસંદ નથી, અને હા આપણા ઓળખીતા માં જ એવા પરિવારો પણ હશે જ્યાં વડીલ ની સલાહ લીધા વગર એક પણ કાર્ય આગળ વધતા નથી.
જરા એ લોકો ની પ્રગતિ અને આપણી પ્રગતિ માં કેટલો ફરક છે તે જાણી લેશો તમને આપમેળે જ બધું સમજાઈ જશે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.
first appeared on justgujjuthings.com